Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 480
________________ ખંડ - ૬; ઢાળ - ૧૦ રોગ પીડિત ઉપસર્ગને કાળ, બ્રહ્મ પાલન મદનોદય ગાલણેજી, જીવદયા અણસણ તપ હેત, આહાર ત્યજે છે મુનિ ખકારણેજી ...IIII પ્રવચન માતા આઠ કહાય. પંચ સમિએ મલી ત્રણ ગુપ્તિ ધારતાજી ઇચ્છા મિચ્છાદિક દશ ચક્રવાલ, સામાચારી આચારી પાલતાજી ...ગા અનાચિરણ બાવન પરિહાર, દશવૈકાલિક સૂત્રે જે કહ્યાંજી, સત્તર અસંજમ કિરિયા પણ વીશ, વીશ અસમાધિઠાણ દૂરે રહ્યાંજી ...॥૮॥ સંત પ્રસંત તથા ઉપશાંત, સર્વ સંતાપે વર્જિત મુનિવરાજી, અમમ અનાશ્રવ ને છિન્ન ગ્રંથ, નેહનો લેપ વિખેરણ સુંદરાજી ...Ill શંખની પેરે નિરંજન નાથ, જીવ પરે અપ્રતિહત ગતિ વરેજી, નિરાલંબનતા જેમ આકાંશ, અપ્રતિબદ્ધ વિહારી પવન પરેજી ...॥૧૦॥ શારદજલ પરે હ્રદય છે શુદ્ધ, પંકજદલ પરે નિરૂપમ લેપતાજી, કૂર્મ પરે ગુÖદ્રિય સાધ, ખડ્ગ વિષાણ પરે એક જાતતાજી. ...॥૧૧॥ પાખી પરે પરિકર નિર્યુક્ત, ભારંડપક્ષી પરે અપ્રમત્ત રમેજી, ગજપરે કર્મઅરિ પ્રતિ શૂર, વૃષભની પરે જાત પરાક્રમે જી. ...ll૧૨ સિંહ જ્યું પરિષહ જંતુ અભીત, મેરૂ પરે ઉપસર્ગે નવિ ચલેજી સાગર પરે ગંભીર સ્વભાવ, ચંદ્ર પરે જગવલ્લભ શીતલે જી ...॥૧૩॥ જ્ઞાનતપે કરી રવિ સમ તેજ, જાત્ય કનક જ્યું દીપે ગતમલેજી વસુમતિ પરે વિ ફરસ સહંત, તેજ હુતાશન ધ્યાનંતે ઝલહલેજી. ...॥૧૪॥ નહિ પ્રતિબંધ મુનિને રે ક્યાંહી, દ્રવ્યાદિ ભેદે તે ચઉવિહ કહ્યોજી, દ્રવ્ય સચિત્તાચિત્ત મિશ્રભાવ, ક્ષેત્રથી ગામ નગર અટવી રહ્યોજી ...॥૧૫॥ કાલથી સમયાદિક દીહકાલ, ભાવથી પાપસ્થાન અઢાર છેજી, સમ તૃણ મણિકંચનને પાષાણ, સુખ દુઃખ ઇહપરલોક ન પ્યાર છેજી ...॥૧૬॥ ભવ્ય કમલ પડિબોહણ સૂર, કર્મશત્રુ નિĮતન ઉઠિયાજી, એણી પરે સંજમ વ્રત ચિર કાળ, પાલંતાં તિહુજણ શિવ ઉત્કંઠીયાજી ...॥૧૭॥ એક માસ કેરું અણસણ કીધ, ધર્મ સુધ્યાને આયુ પૂરણ કરીજી, અચ્યુત સ્વર્ગે ધમ્મિલ જાય, ઇંદ્ર સામાનિક સુરસંપદ વ૨ીજી ...॥૧૮॥ જશોમતિ વિમલા તિહાં સુર થાય, બાવીશ સાગર આયુ પૂરણ કરીજી મહાવિદેહે રાજવી કુલ, પુણ્ય સંયોગે તિહુજણ અવતરીજી. ...॥૧૯॥ ભોગવી સુખ સંસાર વિલાસ, ચારિત્ર લેઈ તપ કરશે મુદાજી, કેવલ પામી ક૨શે વિહાર, અવિચલ સુખ વરસે શિવ સંપદાજી ...॥૨૦॥ ૪૦

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490