________________
૪૨૮
ધમ્મિલકુમાર રાસ
છà ખંડે દશમી એ ઢાલ, ચરણ કરણ ગુણ રસિક કલ્લોલસીજી, શ્રી શુભવીર વિવેકીને ચિત્ત, ખટ્સ ભોજન સીર તંબોલસીજી....ll૨૧॥ || સર્વગાથા II ૩૧૪ || ખંડ છઠ્ઠો સમાપ્ત
ધમ્મિલરાજાનો દીક્ષા મહોત્સવ :- ધમ્મિલ પ્રભુના પંથે :- દીક્ષા બાદ આપ્તજનો, સગાવહાલાં તથા નગરજનો, ગુરુદેવને તથા નવદીક્ષિતોને વંદના કરીને નગરમાં ગયાં. ગુરુ મહારાજે પણ નવદીક્ષિતોને લઈને ત્યાંથી વિહાર કર્યો. નવદીક્ષિત સાધ્વી ભગવંતો ગુરુમહારાજ સાથે વિહાર કરે છે. ગુરુ તથા રત્નાધિક (વૃદ્ધ-બાળ)ની વિવેક વિનયથી વિશેષ પ્રકારે ભક્તિ કરે છે. સાથે મળીને તત્ત્વનો વિચાર કરતાં સમાધિમાં મસ્ત રહેવા લાગ્યાં. ।।૧।। ષટ્ચત (પાંચમહાવ્રત – છઠ્ઠું રાત્રિ ભોજન) નું પાલન કરતાં, છકાયજીવોની રક્ષા કરતાં, લોભનો નિગ્રહ કરવાથી તેઓ નિગ્રંથ હતા. મન-વચન-કાયના યોગથી વિશુદ્ધ, ક્ષમા આદિ દશ પ્રકારે યતિધર્મને ધારણ કરતા વિચરે છે. ૨
જેનું ચિત્ત સંયમયોગમાં રંજિત (આનંદિત) થયું છે. તેવા તે મુનિઓ વિશુદ્ધ ભાવથી, પડિલેહણાદિ ક્રિયા કરતા હતા. અકુશલ (દુર્ધ્યાન ન થાય) એવા મન વચન કાયાનો નિરોધ કરતા, પરિષહો અને ઉપસર્ગોથી જરા પણ જેનું ચિત્ત ચલિત થતું નથી. IIII ચરણસિત્તરિ (ચારિત્રના ૭૦ ભેદ), કરણસિત્તરિ (ક્રિયાના ૭૦ ભેદ)ને પાળતાં, શાસ્ત્રના અભ્યાસમાં રક્ત રહેતાં હતાં. નવકલ્પી ઉગ્રવિહાર કરતાં અને આહારનાં (ગોચરીના દોષ) બેંતાલીસ દોષનો ત્યાગ કરતાં હતાં. ॥૪॥
ક્ષુધા-વેદનાને શમાવવા, વૈયાવચ્ચ કરવા, ઇર્યાસમિતિના પાલન માટે, પ્રાણને ધા૨ણ ક૨વા માટે, સંયમ-ક્રિયા માટે અને જ્ઞાન નિમિત્તે મુનિ આ છ કારણે આહાર ગ્રહણ કરે છે. વાપરે છે. IIII રોગપીડિત, ઉપસર્ગને સમયે, બ્રહ્મચર્યના પાલન માટે, કામના ઉદયને ટાળવા માટે, જીવદયા માટે અને અનશન આદિ તપ માટે, આ છ કારણે મુનિભગવંત આહારનો ત્યાગ કરે છે. નવદીક્ષિતો આ રીતે
આરાધના કરતા હતા. ॥૬॥
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતા કહેવાય છે તેને તે ધા૨ણ ક૨ે છે. ઇચ્છા મિચ્છાદિક દશ પ્રકારની સમાચારીને રૂડી રીતે પાળતા હતા. IIII ઇચ્છા, મિચ્છા, નિસીહી, આવર્સિયા તહકારને પરછંદના, પૃચ્છા-પ્રતિપૃચ્છા, ઉપસંપદા, સમામારી નિમંત્રના રે......મુનિરાજકું. (નવપદપૂજા)
દશવૈકાલિક સૂત્રના (ક્ષુલ્લાકાચાર્ય નામે) ત્રીજા અધ્યયનમાં બતાવેલ અનાચીર્ણ (નહીં આચરવા યોગ્ય) બાવન સ્થાનોનો ત્યાગ કરતાં, સત્તર પ્રકારના અસંયમ, વીશ અસમાધિનાં સ્થાન, પચીશ ક્રિયા, આદિથી દૂર રહેતા. ॥૮॥ સર્વ સંતાપને વર્જીને, મમત્વ વિનાના, અનાશ્રવી, નિગ્રંથ, નિર્લેપ એવા શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ જીવન જીવતા, શાંત-પ્રશાંત ઉપશાંત ભાવે પ્રવર્તતા મુનિભગવંતો વિચરી રહ્યા છે. III શંખની જેમ નિરંજન, (સહેજ પણ નહીં ગંગાએલા) જીવની જેમ અપ્રતિહત (કોઈથી ચલિત ન થાય તેવો શ્રેષ્ઠ ગતિવાળા) આકાશની જેમ નિરાવલંબની, અપ્રતિબદ્ધ - કોઈથી રોકી ન શકાય તેવી પવનની ગતિની જેમ વિચરતા હતા. II૧૦) શારદ (શરદઋતુનાં નિર્મલ જલ) જેવું તેમનું શુદ્ધ હૃદય હતું. કમળની જેમ નિર્લેપ હતા. કાચબાની જેમ ઇન્દ્રિયોને સંકોચીને સાધના કરતા, એક શીંગડાવાળા ખડ્ડી (ગેંડાની) જેમ સર્વસંગથી રહિત એકાંકી વિચરતા હતા. I॥૧૧॥
1