Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir
________________
પ્રશિસ્ત ,
૪૩૩
ગ્રથિલ જલાશી જનતા પાસી, નૃપ મંત્રી પણ ભલીયાજી, સત્યવિજય ગુરુ શિષ્ય બહુશ્રુત, કપૂરવિજય મતિ બલીયાજી તાસ શિષ્ય શ્રી ખિમાવિજય બુધ, વિદ્યાશક્તિ વિશાલીજી, જસ પસાયે જગતમે ચાવો, કપૂરચંદ ભણશાલીજી.....llell. તાસ શિષ્ય શ્રી સુજ વિજય બુધ, તાસ શિષ્ય ગુણવંતાજી, શ્રી શુભવિજય વિજય જસ નામે, જે મહીમાં મહેતાજી, પંડિત વિવિજય તસ શિષ્ય, રચના રચી સુરસાલજી, ધમ્મિલ ચરિત્ર ઈતસ્તત વીખરૂયાં, મેહેલી કરી ફૂલમાલજી...liણા વિજયદેવેન્દ્ર સૂરીવર રાજયે, ઠવી ભવીકંઠ પ્રસિદ્ધિજી, રાજનગરમાં રહીય ચોમાસુ, રાસની રચના કીધીજી, સંવત (૧૮૯૬) અઢારસે છન્નુ વરસે, શ્રાવણ ઉજલી તીજેજી, આ ભવમાં પચ્ચકખાણ તણું ફળ વરણવી જ્યુ મન રીઝેજી.....Iટા ત્રણ હજાર ને પશત ઉપર શ્લોકની સંખ્યા ધારો, દક્ષ પરીક્ષક નર જો સુણશે, તો શ્રમ સફલ અમારોજી, જે ભાવે એ ભણશે ગણશે, શ્રવણ ધરી સાંભલશે જી, શ્રદ્ધા ભાસન તત્ત્વરમણ રસ, સિચત વ્રતતરૂ ફલશેજી,.....લા. દેહ નિરામય સ્નેહી સુખાશ્રય, અશન સુધામય કરશેજી, મંદરીએ પગપગ ઝલકતી, ચપલા કમલા ઠરશેજી, પુત્ર પવિત્ર કલત્ર વિચિત્રા, નેત્રાનંદે વિચરશેજી, વાજી રાજી વિરાજિત બંધુર, સિંદુર ચઢી સંચરશેજી....૧ના રતન મહેલમેં સેહેલ કરશે, સજ્જન સુભટ પરિવરશેજી. જિનગુરૂ ગીત જ્ઞાનામૃત શાલા, મંગલિક માલા વરશેજી ભવ તરશે હરશે સવિ પાતક, સ્નાતક પદ અનુસરશેજી સુખભર શિવસુંદરી વરમાલા, વિમલા કંઠે ધરશે....../૧૧ી.
ભાવાર્થ:- તપગચ્છરૂપી બગીચામાં કલ્પવૃક્ષ સરખા શ્રી વિજયદેવસૂરિ મહારાજા થયા કે જેનું નામ ગુણવાન મનુષ્યો દ્વારા ગવાયું છે. તે થકી તેઓ દશે દિશામાં પ્રખ્યાતિ પામ્યા છે. તેમના પટ્ટધર કુમતિરૂપી હાથીને ભેદવામાં સિંહ સમાન શ્રી વિજયસિંહસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પદવીને લાયક લક્ષણોથી યુક્ત જેનો દેહ છે. [૧] તેમની પદવીનો સંકેત કરીને, દેશોદેશના ચતુર્વિધ સંઘો ત્યાં ભેગા થયા. પદવીના કારણે વિવિધ પ્રકારનો મહોત્સવ થઈ રહ્યો છે. તેમણે જાણ્યું કે મારી પદવી નિમિત્તે આ મહોત્સવ થઈ રહ્યો છે. પ્રાયઃ કરીને શ્રી સંઘમાં હમણાં શિથિલપણું ઘણું વિસ્તાર પામ્યું છે રે !
Page Navigation
1 ... 484 485 486 487 488 489 490