Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 487
________________ ૪૩૪ ધમિલકુમાર રાસ આ પ્રમાણે મનમાં વિચાર કરતાં વૈરાગ્યને ચિત્તમાં ધારણ કરતા તે શિષ્ય વિનયપૂર્વક સૂરીશ્વર પાસે ગયા. મનમાં ઘૂંટાતી વાત ગુરુ આગળ પ્રકાશિત કરી. //// હે તારક ગુરુદેવ! હમણાં મારે આચાર્યપદવી લેવી નથી. પણ આપશ્રીની આજ્ઞા હોય તો ક્રિયોદ્ધાર કરશું. ત્યારે વિજયસિંહસૂરીશ્વરજીએ કહ્યું કે “આ ગાદી તમને સોંપી. હવે શ્રી સંઘનો સર્વ ભાર તમારા માથે છે અને આ સર્વ સાધુગણ તમારે આધીન છે.” આ પ્રમાણેની વાત સંઘ સમક્ષ કહીને સૂરીશ્વરજી સ્વર્ગે સિધાવ્યા અને આ રીતે પંન્યાસ સત્યવિજયજી મુનિરાજની આજ્ઞા મુનિગણમાં વર્તાવી. fall તે ૫. સત્યવિજયજીએ સંઘને સાથે રાખી પોતાના હાથે વિજયપ્રભસૂરીશ્વરજીને સ્થાપિત કર્યા. પોતે ગચ્છનિશ્રાએ અને સૂરીશ્વરજીની સાથે રહી ઉગ્રવિહાર કરી સંવેગપણાના ગુણને ધારણ કરતાં એવાં સંવેગી રંગીન (પીળા) વસ્ત્રને ધારણ કર્યા. જેમ ધ્વજાના ચિનથી ચૈત્ય (જિનાલય) ઓળખાય, તે રીતે આ સંવેગી સાધુ છે, તેવું જાણીને લોકો તેમને વંદન કરવા લાગ્યા. સૂરિ - પાઠકની સાથે ઉપાધ્યાય યશોવિજયજી તેમના પક્ષમાં હતા. ll૪ll | સંવેગી મુનિ, સંસારનિર્વેદી એવો ગૃહસ્થ અને ત્રીજો જે સંવિગ્ન પાક્ષિક આ ત્રણે મોક્ષમાર્ગે - ચાલનારા છે, એવું સિદ્ધાંતમાં કહેલું છે. આર્ય સુહસ્તિસૂરિએ જેમ આર્ય મહાગિરિને જોઈને વંદન કરેલ (પરિશિષ્ટ પર્વમાં આ વાત છે.) તેમ અહીં પણ જાણવું. આ પ્રમાણેની મર્યાદા બે-ત્રણ પાટ સુધી રહી. પણ પછી કલિકાલનો પ્રભાવ પડ્યો. //પી. પછી પાણીની આશાવાળા રાજા-મંત્રી, ગ્રથિલ (ગાંડા લોકો)ને દેખીને તેમના ટોળામાં ભળ્યા, તેમ પં. સત્યવિજયજી ગુરુ અને તેમના શિષ્ય બુદ્ધિશાળી કપૂરવિજયજી પણ તે રીતે વર્યા. કથાનક - એકવાર વરસાદ એવો પડવાથી તે પાણી પીતાં લોકોને ઉન્માદ જાગ્યો. ગાંડા થયા. દરેક કાર્યો ઊંધો કરવા લાગ્યા. રાજા અને મંત્રી મહેલમાં પહેલાંનું સંગ્રહેલું પાણી પીતા હોવાથી તેઓ તો ડાહ્યા રહ્યા. જયારે લોકો ઉંધા ચાલે-નાચે-કૂદે છે, હાસ્ય કરે છે, ત્યારે મંત્રી તેમને વારે છે. ત્યારે ગાંડા લોકો કહે છે કે “રાજા અને મંત્રી ગાંડા થઈ ગયા છે.” આ સાંભળી રાજા ચિંતિત થયા અને વિચાર કર્યો કે “આ રાજય કેવી રીતે ચલાવવું?” ત્યારે મંત્રીએ સલાહ આપી કે રાજનું! હમણાં તો આ ગાંડા ટોળા સાથે ભળી જવાનું. તેમની સાથે ચાલવાનું. તેમની જેમ વર્તવાનું નહીં તો ગાંડા આપણને ગાંડા કહીને મારશે. માટે એમની ભેળા ભળી જવામાં સાર છે. જ્યારે નવો વરસાદ થશે ત્યારે પેલા પાણીનો કેફ ઊતરી જશે. અને પ્રજા ડાહી થઈ જશે. અહીં પણ પં. ગુરુ સત્યવિજયજી મ. અને તેમના શિષ્ય કપૂરવિજયજીને પણ તે રીતે વર્તવું પડ્યું. એ પ્રમાણેનો ભાવ છે. કપૂરવિજયજીના શિષ્ય ખિમાવિજયજી બુદ્ધિશાળી હતા. તેમની પાસે વિદ્યાશક્તિઓ ઘણી હતી. જેઓની કૃપાથી આ જગતમાં કપુરચંદ ભણશાલી પ્રખ્યાત થયેલા... ||દી તે બિમાવિજયજીના શિષ્ય, બુદ્ધિશાળી એવા શ્રી સુજશવિજય અને તેમના ગુણવંતા શિષ્ય શ્રી શુભવિજય અને જશવિજય નામના હતા. જેઓનો મહિમા આ પૃથ્વી ઉપર ઘણો મોટો હતો. તે શુભવિજયના શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી કે જેમણે ધમ્મિલકુમાર ચરિત્રનાં આમતેમ વિખરાયેલાં ફૂલોને એકઠાં કરીને સુંદર એવી રાસરૂપી માળાને રચી. IIણા અને શ્રી વિજયદેવેન્દ્રસૂરિના રાજયમાં ભવ્ય જીવોના કંઠમાં સ્થાપન કરી. તે માળા પ્રસિદ્ધિને પામી.

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490