Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

Previous | Next

Page 483
________________ ૪૩૦ ધમિલકુમાર રાસ -- દોહા :એ ધમિલ નૃપની કથા, પૂરણ થઈ સુપ્રમાણ, સાંભળી ઉલ્લસિત ભાવશું, કરજ્યો વ્રત પચ્ચકખાણ /. એમ નિસણી પ્રભુદેશના, ઉઠે શ્રેણિક રાય, ત્રિશલાનંદન વંદીને, હરખે નિજ ઘર જાય. //રા કુમતિ તિમિરને ટાલતા, વર્ધમાન જિનભાણ, ભવિક કમલ વિકસાવતા વિચરે મહીયલ ઠાણ. Hall આ પ્રમાણે ઉત્તમ બોધવાળી, તત્ત્વથી પરિપૂર્ણ, સુધા સમાન ધમિલરાજાની કથા પૂર્ણ થઈ. તેને સારી રીતે વાંચીને, સાંભળીને હે ભવ્ય પ્રાણીઓ ! તમે પણ ભાવથી વ્રત પચ્ચકખાણને કરજો. //// આ પ્રમાણે શ્રી વીરપ્રભુનો ઉપદેશ સાંભળીને શ્રેણિક રાજા ઊડ્યા. અને ત્રિશલાનંદન વીરપ્રભુને વાંદીને પોતાના ઘરે ગયા. //રા કુમતિરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યસમાન શ્રી વર્ધમાન જિનેશ્વર પણ ભવિકરૂપી કમલને વિકસાવતા પૃથ્વીતળને વિષે વિચરવા લાગ્યા. /all. અથ કળશ (દૂઠો તૂઠો રે...એ દેશી) ગાયો ગાયો રે મહાવીર જિનેશ્વર ગાયો, લોકાલોક પ્રકાશક સાહિબ, જગનો તાત કહાયો, રાજ્યગૃહપુર ગુણશીલ ચૈત્યે, ધમિલચરિત્ર સુણાયો રે...મહા.../૧ અનભિલાખ અભિલાખ અનંતા, ભાગ અનંત ઉચ્ચરાયો, સાંભળી સોહમસ્વામી ગણધર, તે સવિ સૂત્રે રચાયો રે.મહા.રા. સૂર પરંપર ચાલ્યું આવ્યું, પંચાંગી સમુદાયો, આચારજ વાચક વર પંડિત, શાસ્ત્ર ઘણા વિરચાયો રે...મહા...lal પણ દ્વાદશ વરશી દુર્ભિશે, વસતિ ગામ ગમાયો, તેમ મુનિ પાઠ પઠન ઋતે ધારણ, બહુ ગઈ અલ્પ કરાયો રે.મહા...૪ જેમ જેણે સાંભર્યું, તેમ તેણે રચિયું, શંક્તિ શાસ્ત્ર લહાયો, ભવભય ભીરૂને સર્વપ્રમાણિક બહુશ્રુત વયણે ઠરાયો રે...મહા...//પા પૂરવધર અવધિ મન કેવલી, કલીજૂગમાં તસ હાણી. શાસ ઘણાં શંકિત મતિ થોડી, બહુશ્રુત વચન પ્રમાણી રે...મહા...ll વસુદેવહિંડી રચી અતિ મોહોટી, તિહાં એ ચરિત કહાયો, પૂરવ સૂરિવર પંડિત બીજે, ધમિલ ચરિત રચાયો રે...મહા...//ળા પણ એક વાત મલે નહી જોતાં, ભિન્ન ભિન્ન રચનાયો, પ્રાકૃત ગદ્ય પદ્ય સવિ જોઈ, સુંદર રાસ બનાયો રે.મહા...Iટા .

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490