________________
૧૮૬
ધમ્મિલકુમાર રાસ ભળી ગયો. બ્રાહ્મણપુત્રી યુવાવસ્થા પામેલી છે. એક ગામમાં લૂંટ ચલાવીને આ ચોરો બ્રાહ્મણપુત્રીને ઉઠાવી ગયા. તેની સાથે આ ૫૦૦ ચોરોએ ભોગ ભોગવ્યા.
એકવાર ૫૦૦ ચોરો વિચાર કરીને કોઈ બીજી સ્ત્રીને ઉઠાવી લાવ્યા. બ્રાહ્મણપુત્રીને શોક્યની ઇર્ષા આવી. તેથી શોક્ય પુત્રીને તેણે કૂવામાં નાંખી દીધી. (બ્રાહ્મણીએ નાંખી દીધી) બ્રાહ્મણપુત્ર ઓળખી ગયો કે કૂવામાં નાંખનારી મારી બેન જ હશે. જે નાનપણથી વિષયી છે. પ્રભુને આવીને પૂછ્યું. “યા.સા...?” પ્રભુએ કહ્યું કે “સા...સા.” “ઇતિ...કથા” કહ્યું છે કે વિપ્ર (બ્રાહ્મણ), અગ્નિ, યમ, રાજા, સમુદ્ર, પેટ, ઘર અને સ્ત્રી આ આઠેને અનુક્રમે (૧) સર્વ (વસ્તુ) (૨) સમિધ (લાકડાં) (૩) જીવ (૪) ભૂમિ (૫) નદી (૬) અન્ન (૭) ધન (૮) વ્યભિચાર. આ આઠ થકી ક્યારેય સંતોષ થતો નથી. ઇચ્છા પ્રમાણે ગમે તેટલું અપાય, તો પણ તેમની માંગણ દોષ તે છોડતાં નથી. ll૮+લી
તે કારણે “મારે આ ભવમાં વિવાહ (લગ્ન) કરવા નહીં.” એ પ્રમાણે મનમાં સંકલ્પ ધારણ કરીને ભણે છે. પણ હવે તેને ભણવાનો ઉત્સાહ રહ્યો નથી. ll૧ની અનુક્રમે યૌવનવય પામતાં શ્રેષ્ઠીએ પોતાના પુત્રને માટે કુળવાન-શીલવાન, વૈભવશાળી (પોતાના મોભા પ્રમાણે સામે પણ તેવો વૈભવ જોતાં) એવી યોગ્ય કન્યાની શોધ કરવા લાગ્યા. ત્યારે શ્રેષ્ઠીપુત્ર સમુદ્રદત્તે પિતાને કહ્યું કે પિતાજી ! મારા માટે આ વાત કરશો નહીં. I/૧૧
થોડો કાળ (સમય) એમ જ ચાલ્યો ગયો. એક વખત પોતાનો દીકરો સાથે છે તેવા તે સાગરચંદ્ર શ્રેષ્ઠી સોરઠદેશે ગિરિનગરીએ આવ્યા. ૧રી આ નગરમાં ધન સાર્થવાહ વસતો હતો. તેને એક પુત્રી છે. જે કેવી છે? રંભાને પોતાને લઘુતા દેખાઈ તેથી ઊંચી ગઈ ન હોય, તેમ તેની જોડ જગતમાં મળે તેમ નથી. અર્થાતુ રંભાથી પણ અધિક રૂપાળી હતી. ૧૩ '
તે કન્યાના હોઠ પરવાલા જેવા હતા. હસે છે તો ફૂલડા વેરાય છે. તેને કઠિન અને વિશાળ બે સ્તન રહેલા છે. યૌવનરૂપ જેનું ખીલી રહ્યું છે તેવી તે કન્યાનું નામ ધનશ્રી છે. //૧૪ સાગરચંદ્ર શ્રેષ્ઠીએ તે કન્યાને જોઈ. મનમાં વિચારવા લાગ્યો. આ કન્યા મારા પુત્રને યોગ્ય છે. જો મારા પુત્ર સાથે આ કન્યાનો વિવાહ થાય તો સરખી જોડી જામે. આવું વિચારી ધન સાર્થવાહની સાથે લાખો કરોડોનો લેવડદેવડ વેપાર કરે છે. ll૧પી.
ધંધાર્થે બંનેની પરમચૈત્રી થઈ. સાગરચંદ્ર એકવાર તક મળતાં ધન સાર્થવાહને કહ્યું કે “જો તમારી પુત્રી, મારા પુત્રને, આપો તો આપણી મિત્રતા દેઢ બને. ધન સાર્થવાહી વાત સ્વીકારી. શ્રેષ્ઠીપુત્ર ન જાણે એટલે સમુદ્રદત્તને જાણ ન થાય તે રીતે બંને શ્રેષ્ઠીએ મળી ધનશ્રીનો વિવાહ, સમુદ્રદત્ત સાથે ઉત્સાહપૂર્વક નક્કી કર્યો. ત્યાર પછી ત્યાં જ લગ્નનો દિવસ પણ નક્કી કરી લીધો. સાગરચંદ્ર પુત્રને લઈને પોતાની નગરી ઉજજૈનીમાં પાછા ફર્યા. આવી પણ ગયા. લગ્નદિન નજીક આવ્યો ત્યારે પિતાએ પુત્રને કહ્યું. “દીકરા ! કામ એવું આવી પડ્યું છે કે જે જલ્દી કરવા યોગ્ય છે. I/૧૭ી
ગિરિનગરની અંદર, ધન સાર્થવાહ પાસે ઘણો માલ આવ્યો છે. અને પોતાની પાસે પણ ઘણો. છે. ત્યા જલદી જવાની જરૂર છે અને જે વસ્તુ તમને આપે તે સંભાળીને અહીંયાં લઈ આવો. તેનાં વચનને લોપશો નહીં. અનાદર કરશો નહીં. ૧૮ પિતાની વાત સાંભળી, વચન સ્વીકારી, સમુદ્રદત્તા તૈયાર થઈ, પિતાએ આપેલાં બીજા ઘણા રસાળા સાથે ગિરિનગરે ધન સાર્થવાહને ત્યાં પહોંચ્યો. સમુદ્રદત્તને તો કશી જ ખબર નથી. ધનશ્રીને પણ પછી ખબર પડી. ધનશ્રી પોતાનું જીવન જેને સમર્પિત