Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir
View full book text
________________
૩૯૦
ધમ્મિલકુમાર રાસ તેણે કારણ તમે સહુ મળી રે લો, લેઈ કુસુમ ઘનસાર, મેરે. પૂજા ચરણ મુઝ ચંદને રે લો, ભાવે લેઈ ઉપગાર. મેરે...મેલો..લા સાંભળી સર્વ ખુશી થઈ રે લો, મૌનપણે રહી જામ, મેરે. હાસ્યવિનોદની ગોઠડી રે લો, વાતે પૂરણ થઈ તામ. મેરે...મેલો../૧ના વિદ્યુમ્નતિ પિયુને કહે રે લો, કહો મુને પ્રિયકાર, મેરે. કોણ છે વસંતતિલકા ઈસી રે લો, નામે ચતુર વર નાર. મેરે...મેલો../૧૫ કુંવર ભણે ભય પામીએ રે લો, કંઈને ચઢે વળી શીશ, મેરે. એકથી બીહિના આવીયા રે લો, હવે વળી મળી ત્રીસ. મેરે...મેલો../૧૨ll વિમળા હસી કહે સાહિબા રે લો, દીસો ભીરૂક વિશેષ, મેરે. નિર્ભય હો તમને સદા રે લો, બીહશો નહિ લવલેશ. મેરે...મેલો../૧all સ્વસ્થ થઈને કહો કથા રે લો, હઈડાથી કાઢો બાર, મેરે માલક હો, વાહલેસરીને ન રાખીએ રે લો, બહુ દિન કારાગાર. મેરે...મેલો../૧૪ કુંવર કહે પ્રિયા સાંભળો રે લો, નયરી કુશાગ્રહ છેક, મેરે. જિતશત્ર તેહનો રાજીયો રે લો, તેહની વેશ્યા એક. મેરે...મેલો..૧પ નામે વસંતસેના અછે રે લો, તાસ સુતા ગુણવાન, મેરે. નામે વસંતતિલકા ભલી રે લો, રૂપકલા નિધાન: મેરે...મેલો../૧લી મુઝને અતિ પ્રિય હતી રે લો, હું છું અતિ પ્રિય તાસ, મેરે. ' ' કામભોગ રતિની કળા રે લો, જાણે વિશેષ વિલાસ. મેરે...મેલો../૧al વિદ્યુમ્નતિ કહે વાલ્ડમા રે લો, હવે હુકમ જો હજૂર, મેરે. તો હું તિહાં જઈ જોઈને રે લો, આવુ ને આનંદપુર. મેરે...મેલો...૧૮ વેગે આવો જઈ સાંભળી રે લોક ચાલી ગગન તતકાલ, મેરે. ખંડ છઠે ત્રીજી કહી રે લો, શ્રી શુભવીરે ઢાલ. મેરે...મેલો../૧લી.
ધર્મિલકુમાર - ભૂચરી - ખેચરી સ્ત્રીઓ સાથે સંસારનાં સુખો ભોગવી રહ્યો છે. દીવાનખાનામાં બધી સ્ત્રીઓ હળીમળી વાર્તાવિનોદ કરતી હતી. ત્યાં ખેચરસ્ત્રી વિદ્યુત્પતિએ વિમળાને પૂછ્યું. રે સખી ! તમે તો ચતુર છો. પતિને વશીકરણની વેલડી સમાન છે. અહીં મેળો એવો મજબૂત જામ્યો છે પુણ્ય વિના ન બને. ૧ી વળી વિદ્યુત્પતિ કહે છે બેન ! વિમળા ! તમે એક મોટું અકાર્ય કર્યું છે. જે સતી સ્ત્રીને ન છાજે. પતિ તો પ્રભુ કહેવાય. સ્ત્રીનો શણગાર તો સ્વામી છે. સ્વામી હોય તેને સોળે શણગાર સજાય. બાકી નહીં. તમે તે રાતે પતિને લાત મારી તે અકાર્ય જ કહેવાય. પતિના પગની તો પૂજા હોય, તેને બદલે તો તમે પગેથી પતિને લાત મારી શા માટે ? /રા
વિમળા નયનો નચાવતી વિદ્યુત્પતિની વાત સાંભળી હસવા લાગી. વિદ્યુત્પતિ આગળ બોલી. સખી ! તમે જે કાર્ય કર્યું તે ઉચિત કહેવાય? પતિ ગરીબ, નિર્ધન, કુરૂપ, વ્યસની, હોય તો પણ સ્ત્રી

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490