________________
ખંડ - ૬ : ઢાળ -
૪૦૯
આઠ વરસનો જબ હુઓ. દેખી બુદ્ધિ વિશાલ, માતપિતા હરખે કરી, તવ ઠવીઓ નિશાલ ॥૪॥ ઉદ્યમ ગુરૂમહેરે ભણ્યો, સુકલા શાસ્ત્ર અનેક, જોવન વય પરણાવીયો, પ્રગટ્યો જામ વિવેક ॥૫॥ પુત્ર મિત્ર કાંતાદિકા, વિનયવંત પરિવાર, સુખમાં કાલ ગમે સદા, સુગુરૂ મહિમ દિલ ધાર દા ધુમ્મિલ નૃપ બત્રીશ પ્રિયા, એકદિન કરત વિચાર. જિન વચનામૃત પીજીએ, જો આવે અણગાર. ॥૭॥
ધમ્મિલનો સુખી સંસાર ઃ- ધમ્મિલનો સંસાર સુખમાં ચાલ્યો જાય છે. સમયને જતાં વાર લાગતી નથી. સ્ત્રીઓ સાથે આનંદથી સુખોને ભોગવતાં કેટલોક કાળ વીત્યો છે. સરોવરમાં જેમ કમળ ઉત્પન્ન થાય છે તેમ વિમલસેનાએ લક્ષ્મીને ક્રીડા કરવાના સ્થાન સ્વરૂપ પુત્રરત્નને જન્મ આપ્યો. ।।૧।। પુત્રનો જન્મ થયો. કોને હરખ ન હોય ? પિતા બનેલા ધમ્મિલે પુત્રજન્મની ખુશાલીમાં મોટો જન્મમહોત્સવ કર્યો. દદિન સુધી તો નાટકશાળામાં નાટારંભ થયો. દાનશાળાઓ ખોલી. ઘરઘર તોરણ બંધાવ્યાં. હરખઘેલી બીજી સ્ત્રીંઓએ પણ મહોત્સવમાં મોટો ભાગ લીધો. ॥૨॥ દીકરો બાર દિનનો થયો ત્યારે સગાંવહાલાંને આમંત્રણ આપી જમાંડ્યા. નાતજમણ કર્યું. સર્વેને સંતોષ્યા. સર્વ સ્વજનોને તે દિન ભેગા કરી સ્વજનોની સાક્ષીએ પુત્રનું નામ પદ્મનાભ રાખ્યું. IIII તે બાળરાજા આઠ વરસના થયા ત્યારે તેની બુદ્ધિ ઘણી વિકાસ પામી. ભણવા માટે દીકરાને માત-પિતાએ નિશાળે મૂક્યો. ॥૪॥
ગુરુની અસીમ કૃપા હતી ને વિવેકવિનયી તો હતો. તેથી બુદ્ધિ ઘણી વિકસિત થઈ. ગુરુ માત્ર સાક્ષીભૂત હતા. પદ્મનાભ થોડા સમયમાં સકલ કળા અને શાસ્ત્રનો પારગામી થયો. યૌવન અવસ્થા પ્રાપ્ત થતાં માત-પિતાએ યોગ્ય કન્યા સાથે પદ્મનાભનાં લગ્ન પણ કરી દીધાં. કેટલી બધી મા-બાપની આકાંક્ષાઓ. ।।૫।। પુણ્ય પ્રભાવી ધમ્મિલકુમાર હવે પુત્ર-મિત્ર-સ્ત્રીઓ સેવકવર્ગ આદિ વિનયવંત પરિવાર સાથે સુખમાં સમય વિતાવે છે. સજ્જનો તેના પુણ્યની તથા વિનયયુક્ત પરિવારની ઘણી પ્રશંસા કરે છે. આ ભવમાં જ કરેલી તપશ્ચર્યાનું પ્રત્યક્ષ ફળ ભોગવી રહ્યો છે. છતાં દેવગુરુ ધર્મ ક્યારેય ભૂલતો નથી. પિતાની છાયામાં પુત્ર પણ ઔચિત્ય કાર્ય કરતો, પ્રિયાની સાથે આનંદમાં સમય વીતાવે છે. ।।૬।।
એક દિવસ બત્રીસ પ્રિયાઓ સાથે ધમ્મિલરાજા અલકમલકની વાતો કરતાં કરતાં પોતાના વિચારો જણાવે છે. “હે પ્રિયાઓ ! હાલમાં વિચરતાં જો કોઈ જ્ઞાનીગુરુનો ભેટો થાય. તો વીતરાગવાણીનું અમૃતમય પાન કરીએ. હવે તો જાણે પ૨માત્માની વાણી સાંભળવાની તલપ લાગી છે.” ગા ઢાળ સાતમી
(શીતલ જિન સહજાનંદી...એ દેશી)
વાચંમય વિનય વિલાસી, સહજાનંદ સુખના આશી,
અનુપમ આગમ અભ્યાસી, મુનિ સઘલા ગુરૂકુલવાસી......ll સલૂણા સંત એ શીખ ધરીએ, ગુરૂભક્તિ સદા અનુસરીએ....એ આંકણી.