Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 469
________________ ધર્મિલકુમાર રાસ વળી તે અદત્તના સોળ ભેદને ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળમાં મન-વચન-કાયાથી ગ્રહણ ન કરે. ૧૬ X ૩ X ૩ = ૧૪૪ (એકસો ચુંમાલીશ) ભેદનો મુનિ ત્યાગ કરે. જેનાથી ભવભ્રમણનો ખેદ ટળી જાય, તે અબ્રહ્મની વાત મુનિવરો દૂરથી વર્તે. ૧૮॥ ઔદારીક અને વૈક્રિય શરીરે, નવ વાડે કરીને અઢાર ભેદ, તેને દ્રવ્યાદિક ચારથી ગુણતાં આગળ આગળ ગુણાકાર કરતાં ૧૮૦૦૦ ભેદ કહ્યા છે. તે અબ્રહ્મના ભેદને મુનિવરો ત્યાગ કરે. ।।૧૯। ૪૧૮ વળી નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરતાં મુનિવરો જયણાનું પાલન કરે છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણે વર્તતાં મુનિવરો છઠ્ઠા ગુણઠાણે ઘણો કાળ (ઘણો સમય) અને સાતમા ગુણઠાણે થોડો કાળ વ્યતીત કરે. ।।૨૦। વળી અનુયોગદ્વાર આગમમાં, સર્પ-અગ્નિ-પર્વત-સાગર-આકાશ-ઘટાદાર વૃક્ષોભમરો-મૃગ-સૂર્ય-કમળ-પવન અને પૃથ્વી સમાન મુનિવરોને કહ્યાં છે. એટલે જે જે ઉપમામાં જે જે ગુણો છે તે ઉત્તમ ગુણોથી મુનિને નવાજ્યા છે. સર્વવિરતિ ધર્મને ધરનાર મુનિભગવંતોમાં આ ગુણો વર્તે છે. ।।૨૧।। દેશવિરતિધરને (શ્રાવકને) ઉપર બતાવેલ પાંચ વ્રતો સ્કૂલથી હોય છે. તે હિંસાનાં તથા મોટાં પાંચ જુઠાણાંના પચ્ચકખાણ કરે. ।।૨૨।। ત્રીજે અદત્તાદાન, ચોથે પરદારા ગમનનો નિયમ, વળી નવ પ્રકારના પરિગ્રહની ઇચ્છા મુજબ છૂટ રાખીને બાકીના પચ્ચકખાણ (નિયમ) વ્રત સ્થૂલથી ધરે. ॥૨૩॥ (પાંચ વ્રત / તે પછી ત્રણ ગુણવ્રતની વાત) દિશાના ગમનાગમનનો પરિમાણ (પ્રમાણ) કરે. સાતમા વ્રતમાં ભોગોપભોગનો નિયમ વિચારીને પંદર કર્માદાનને વર્ષે. આઠમે અનર્થદંડનો ત્યાગ કરે. ॥૨૪॥ (ચાર શિક્ષાવ્રત) નવમા વ્રતમાં હંમેશાં સામાયિક કરે. દશમા વ્રતમાં દેશાવગાસિક વ્રતને ધારણ કરે. એટલે જેમ મંત્રબળે વીંછીનું ઝેર ડંખના ભાગે એકઠું થઈને છેવટે નીકળી જાય છે તે રીતે સ્થૂલથી લીધેલા વ્રતનો સંક્ષેપ કરે. ॥૨૫॥ (અગિયારમા વ્રતમાં) દેશવિરતિધર એંશી ભાંગાને જાણી, ઓળખી, ચિત્તમાં શુભભાવને ધારણ કરતો પૌષધવ્રતને કરે. વળી બારમા વ્રતમાં દેશવિરતિધર ગૃહસ્થ મુનિને ઘેર લઈ આવીને પ્રતિલાભી પછી ભોજન કરે. આ પ્રમાણે ગૃહસ્થ બારવ્રતને ધારણ કરે. ॥૨૬॥ આમ સઘળાં વ્રતના પાંચ પાંચ અતિચાર જાણીને તેનો ત્યાગ કરવો. રથમાં બેસવાથી માર્ગ કપાય, તેમ વ્રતના પાલનથી સંસારમાર્ગ કપાય, મુક્તિમંદિરમાં પહોંચાય એમ જાણવું. ૨૭ના વળી દ્રવ્યથી એકવીશ ગુણો (લાળુ વગેરે) અને બીજા પણ પાંત્રીશ ગુણો શ્રાવકના કહ્યા છે. ભાવથી સત્તર પ્રકા૨ને જે ધારણ કરે છે તે ભવનો પાર પામે વા ભવસમુદ્ર તરી જાય છે. II૨૮॥ વળી જ્ઞાની ભગવંતે ચાર પ્રકારે ધર્મ કહ્યો છે. દાન-શીલ-તપ અને ભાવ. જેમાં દાનધર્મ ગૃહસ્થને વિશેષ પ્રકારે કહેલો છે. લાભનું કારણ મોટું છે. દાનધર્મમાં જો ભાવ (હૈયાના ઊછળતા ભાવે દેવાય) ભળી જાય તો તે દાન અમૃત અનુષ્ઠાન બને. સુંદર ફળને આપનારું થાય છે. ૨૯ા દૃષ્ટાંત છે...કોઈ એક સ્ત્રીએ સાધુને, ઉત્કૃષ્ટ ચડતા પરિણામે ભક્તિભાવે વહોરાવ્યું. (સુપાત્રે દાન આપ્યું.) તો તે સ્ત્રીનાં ઘરના આંગણે દેવોએ પાંચ ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરી. ।।૩૦। બાજુમાં રહેતી પડોશણે આ જોયું. અન્ય દિવસે તેને પણ કોઈ મુનિ ભગવંતને ઘેર બોલાવ્યા. ખીરખાંડ વગેરે ઉત્તમ આહાર આપતી જાય છે અને વારે વારે તે ઊંચે જોતી જાય છે. શામાટે ? તે રાહ જોઈ રહી છે. હમણાં સુવર્ણની વૃષ્ટિ થશે. હમણાં થાય. હમણાં થાય. તે આશાએ જોતી હતી. ।।૩૧।।

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490