________________
૪૦૮
ધમિલકુમાર રાસ સાંભળ! તને તારા રાજ્યની ચિંતા છે ને ! ચિંતા ન કરીશ. તારી પુત્રી મેઘમાલાનો જે સ્વામી (પતિભરથાર) થશે, તે જ તારા પુત્રને યમરાજાને ઘેર મોકલી દેશે. તે નિશ્ચયથી જાણજે. /૧૬ll
તારી ગાદીએ જે રાજા આવશે તે તારી આબરૂ-કીર્તિને વધારનારો જાણજે પિતા જીવતાં જો પુત્ર પિતાને સુખ ન આપે, તે પુત્ર નથી પણ સર્પ છે. ૧૭ી આ પ્રમાણે કહીને દેવી અદૃશ્ય થઈ ગયાં. રાજાએ સઘળી વાત રાણીને કહી. વાત સાંભળી મારી માતાએ ઘણું દુઃખ ધારણ કર્યું. પુત્ર પણ જશે. હા ! હા ! રાજય પણ જશે. ૧૮
મારા બંધુ મેઘરથને મારા ઉપર અપાર પ્રેમ છે. મને ત્યાંથી લઈ આવી અહીં વનભૂમિમાં સુંદર મહેલ બનાવી મને રાખી છે. અને પોતે વન-પર્વત નગર જેવાં રમણીય સ્થળોમાં રમવા ચાલ્યો જાય છે. ૧૯ો મારી ઉપર અતિસ્નેહને કારણે વેગળો ક્યારેય ન રહે. જ્યાં જાય ત્યાંથી પાછો આવી જાય જ. ભાઈથી હું પણ વેગળી રહેતી નથી. અમારા ભાઈ બેનનો નિર્મળ સ્નેહ હતો. ll૨૦ગા.
હે સ્વામી ! આજથી ત્રણ દિન પહેલાં તે રાત્રિએ નીકળ્યો. મને કહ્યું કે અમે આજે કુશાગ્રપુર નગરે જઈશું. ત્યાં એક સ્ત્રી સાથે મારે જૂનો પ્રેમ છે ત્યાં અમે જવાના છીએ. //ર૧il આજે તે વાતને ત્રીજો દિન થયો. હજુ તે મારો બાંધવ આવ્યો નથી. તેના સ્નેહથી ખેંચાઈને અમે અહીં ભાઈને શોધવા આવ્યાં છીએ. અહીં આવી તો સાંભળ્યું કે ધમિલ રાજાએ ખગથી એને હણ્યો છે. //રરા
જેથી મારા ભાઈને મારનાર ઉપર ગુસ્સો ધરીને આવી પણ તમને વનમાં શોધતાં તમે અહીં મળ્યા. તમારા દર્શન થતાં મારો રોષ ચાલ્યો ગયો. અને હું તમારી રાગી થઈ. અને તમારી સામે લજજાથી ઊભી છું. ૨૩અશરણ એવી હું એના તમે શરણરૂપ છો. પ્રજ્ઞપ્તિ દેવીના વચનથી મેં તમારો હાથ પકડ્યો છે. અને મનગમતા મનના સ્વામી મળવાથી આજે અંગો અંગમાં અમૃત વરસ્યું છે. આ પ્રમાણે કહીને મેઘમાળા ધમિલના ચરણમાં નમી. ૨૪
મેઘમાળાનાં સ્નેહભરેલાં પ્રીતિયુક્ત વચન સાંભળી આનંદ પામેલા ધમિલે હવે ગાંધર્વવિધિથી મેઘમાલા સાથે લગ્ન કર્યાં. હૈયાનો ઉચાટ ચાલ્યો ગયો. અને તેનો હાથ પકડી હૈયા સરસો ચાંપ્યો. પછી પ્રેમપૂર્વક પોતાના મહેલમાં તેણીને લઈ આવ્યો. આ પ્રમાણે બત્રીશ પ્રેમદાનો સ્વામી સ્ત્રીઓ સાથે સ્વર્ગના સુખો ભોગવતો દિનરાત વિતાવે છે. છઠ્ઠા ખંડને વિશે છઠ્ઠી ઢાળ પૂર્ણ કરતાં શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે ભવ્ય પ્રાણીઓ, તમે પણ જિનેશ્વર ભગવંતે ભાખેલાં એવાં તપ-વ્રત-પચ્ચખાણ કરો. જે તપ આદિ કરો, તે એવી દઢતા- પૂર્વક કરો, જેથી ફળીભૂત થાય. //રદી.
ખંડ - ૬ ની ઢાળ : ૬ સમાપ્ત
-- દોહા :સુખ ભોગવતાં સ્વર્ગનાં, વીત્યો કેટલો કાળ, વિમલસેનાએ જનમિયો, ભૂસેવધિ સમ બાળ . જન્મમહોત્સવ બહુલો કીયો, દસ દિન નાટકશાલ, દાન અતુલ દેતાં વળી, ઘર ઘર તોરણમાલ રા. સજ્જન વરગ સંતોષીને, દિન દ્વાદશ જબ હુંત, પદ્મનાભ પ્રેમે કરી, તેહનું નામ દિયંત પાયા :