Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 457
________________ ૪૦૬ ધમ્મિલકુમાર રાસ રહીયત પણ રાજી નહિ મનમોહનજી હું નહી દીયુ એહને રાજ્ય, કોઈક નરપતિ આગલો મનમોહનજી ભોગવશે આ સામ્રાજ્ય. મનડું.મોહનજી।૧૨। રાણી કહે સુણો નાથજી મનમોહનજી કરો ધારી કાંઈ ઉપાય, અહિ ડશી અંગુલી છેદીએ, મનમોહનજી રહે જીવિત તો સુખ થાય. મનડું.મોહનજીન।૧૩।। કહે નૃપરાણી સાંભળો મનમોહનજી સુત દીઠે દાઝે દેહ, વિદ્યા પન્નતી પૂછીએ, મનમોહનજી શો ઉત્તર આપે તેહ. મનડું.મોહનજી][૧૪] રાયેં વિદ્યા પ્રગટ કરી, મનમોહનજી પૂર્ણતાં બોલી એમ, સુત સાતે વ્યસની થયો, મનમોહનજી શો એ ઉપર તુઝ પ્રેમ. મનડું.મોહનજી॥૧૫॥ પુત્રી જે મેઘમાલિકા, મનમોહનજી થાશે તસ જે ભરતાર, મેઘરથને જમને ઘરે મનમોહનજી તે મોકલશે નિરધાર. મનડું મોહનજી’[૧૬] . તુઝ પદે અન્ય રાજા થશે મનમોહનજી તેહથી વધસે તુઝ લાજ, સુત ન દીએ સુખ જીવતાં, મનમોહનજી તે પુત્ર નહિ અહિરાજ. મનડું.મોહનજી||૧૭|| એમ કહી દેવી અદૃશ્ય થઈ મનમોહનજી કહી રાયે રાણીને વાત, મુઝ માતા સુણી દુઃખ ધરે, મનમોહનજી ગયું રાજ્યને પુત્રવિદ્યાત. મનડું.મોહનજી’[૧૮] મુઝ ઉપર રાગે કરી, મનમોહનજી વન ગિરિ પુર રમણિક ઠાય, તિહાં જઈ ખેલે નિશિદિને મનમોહનજી પણ મુઝને નિત્ય કહી જાય, મનડું.મોહનજી।।૧૯। મુઝથી રહે નહિ વેગલો, મનમોહનજી એહથી હું પણ ઘડી એક, ભાઈ બહેનને એહવો મનમોહનજી વાતે તે રાગ વિવેક. મનડું.મોહનજી॥૨૦॥ આજ થકી ત્રીજે દિને મનમોહનજી નીકળીયો પૂછી એમ, કુશાગ્રપુરે અમે જાઇશું, મનમોહનજી તિહાં છે એક જણશું પ્રેમ. મનડું.મોહનજી[૨૧] હજીય લાગે ઘર નાવીયો મનમોહનજી હું આવી નેહ ભરાય, તવ મેં ઇહાં એમ સાંભળ્યું મનમોહનજી નૃપ ધમ્મિલે ખડ્ગ હણાય. મનડું.મોહનજી॥૨૨॥ રોષ ભરી આ વન ફરૂ, મનમોહનજી તુમ દર્શન દીઠું આજ, રોષ ગય રાગી થઈ મનમોહનજી ઉભી સન્મુખ ધરી લાજ. મનડું.મોહનજી||૨૩॥ અશરણ શરણ હવે તુમે મનમોહનજી સુરિ વચને ઝાલ્યો હાથ, એમ કહીને ચરણે નમી મનમોહનજી મનગમતો પામી નાથ. મનડું.મોહનજી।૨૪। ગાંધર્વ વિવાહે પરણીયા મનમોહનજી ઘર લાવે કુંવર ભલી ભાત, બન્નીશ પ્રેમદા પ્રેમશું મનમોહનજી સુખ વિલસંતા દિન રાત. મનડું.મોહનજીન॥૨૫॥ છઠ્ઠ ખંડે એ થઈ મનમોહનજી સંપૂર્ણ છઠ્ઠી ઢાલ, શ્રી શુભવી૨ વચન સુણી મનમોહનજી કરો વ્રત પચ્ચકખાણ વિશાલ. મનડું.મોહનજી।૨૬।

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490