Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 455
________________ ૪૦૪ પણ એ દુષ્ટને મારવા, ક૨વો કોઈ ઉપાય, ચિંતિ ઘર ફરતો ભુવિ, સિંદૂરપૂંજ ધરાય. III મ્મિલ ક૨ ક૨વાલશું, પૂંઠે ભ્રમણ કરંત, દેખી તસ પદ્ધતિ, તે અનુસારે ચલંત ॥૬॥ ઘર પેસંતાં ધમ્મિલે, દીધો ખડ્ગ પ્રહાર દોય ભાગ કરી નાખીયો, ગરતા કૂપ મઝાર III ભુવિજલ શૌચ કરી ગયો,, વિદ્યુસ્મૃતિને પાસ, પુરુષ વધા શંક્તિ મને, નિશદિન રેહેત ઉદાસ IIII એક દિન મંદિર ઉપવને, વૃક્ષ અશોકને પાસ, પુઢવિ શિલા પટ ઉપરે, બેઠો કરત વિખાસ. III પશ્ચાતાપ દવાનલે, તાપિત હ્રદયકુમાર ધમ્મિલકુમાર રાસ ચિંતે કરવું નવિ ઘટે, હું શ્રાવક વ્રતધાર. ॥૧॥ એક દિન ધમ્મિલરાજા રાજમહેલના દીવાનખાનામાં રહેલા હિંડોળા ઉપર બેઠા હતા. બાજુમાં વસંતતિલકા બેઠી હતી. “સ્વામી ! ગઈ રાત્રિએ તમે વેશ બદલીને મારી પાસે આવ્યા. અને મારી સાથે રતિક્રીડા કરીને સુખ મેળવ્યું. તેમ કેમ કર્યું ?” ||૧|| સ્વામી ! વેશપરિવર્તને પણ રતિક્રીડાના આનંદમાં હું તમને ઓળખી ગઈ હતી. વસંતની વાણી સાંભળી ધમ્મિલ વિચારમાં પડી ગયો. અંતરમાં ઝાળ લાગી. ।।૨।। ક્ષણમાત્ર વિચારી બોલ્યો. પ્રિયે ! બીજો કોઈ હેતુ ન હતો. ફક્ત તારા મનની ગમ્મત ખાતર હું વેશ બદલીને આવ્યો હતો. તે વખતે ધમ્મિલે ઊડતો જવાબ આપ્યો. III પછી વિચારમાં પડ્યો. નક્કી મારું રૂપ ધારણ કરીને આવેલા કોઈ ધૂર્ત મંદમતિવાળા વિદ્યાધરની આ માયાજાળ છે. જેને મારી સ્ત્રીનો અભિલાષ લાગે છે. II૪।। એ દુષ્ટને મારવા માટે મારે કોઈ ઉપાય કરવો રહ્યો. વિદ્યાધર વિના આ મહેલમાં કોઈ માનવની આવવાની તાકાત નથી, જે મારી સ્ત્રી તરફ નજર કરે. ઉપાય મળતાં જ કુમારે મહેલને ફરતાં ચારે બાજુએ અને આવવા જવાની જગ્યાએ, સઘળી ભૂમિ ઉપર સિંદૂર પથરાવી દીધું. ।।૫।। સંધ્યાકાળ પછી, હાથમાં ખડ્ગ ધારણ કરીને કુમાર મહેલની પછવાડે છૂપાઈને રહ્યો. થોડીવાર મહેલ પાછળ ભ્રમણ કરતો ને વળી છૂપાઈ જતો. રાત્રિનો કેટલોક સમય ગયા બાદ તે દુષ્ટ વિદ્યાધર આવ્યો. પણ તે અદશ્યરૂપે આવતો હતો. તેથી ચોકીદાર કે બીજા કોઈ જોઈ ન શકે. પણ અદૃશ્ય હોતે છતે તેના પગલાં સિંદૂરમાં પડ્યા. સાવધ ધમ્મિલ પણ તેની પાછળ આવ્યો. ।।૬।। મહેલના દ્વારમાં પેસતાં જ ધમ્મિલે તે વિદ્યાધરના કમરના ભાગે જોરદાર તલવારનો ઘા કર્યો. શરીરના બે ટુકડા થઈ જમીન ઉપર પડ્યો. શેષમાં ધમ્મિલ બોલે છે. રે નીચ ! તારી આ મર્દાનગી ! પછી સેવકને બોલાવીને તેના શરીરને ઉંચકાવીને કૂવામાં નંખાવી દીધું. IIII લોહી ખરડાયેલી ભૂમિ તરત જ સાફ કરાવી દીધી. પોતે પણ શુદ્ધ થયો અને પછી વિદ્યુત્પતિ પાસે ગયો. પુરુષનો વધ કર્યો તે મનમાં ડંખ્યું. ડંખથી તેનું ચિત્ત ઉદાસીન બની ગયું. પણ દુષ્ટજનોને દંડ કરવો જ રહ્યો. ૮

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490