Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

Previous | Next

Page 464
________________ ખંડ - ૬ : ઢાળ - ૮ ૪૧૩ રાજા અને ધર્મિલકુમાર ઉદ્યાનમાં - ઉદ્યાનમાં પ્રવેશતાં રાજા અને ધમ્મિલે દૂરથી ગુરુભગવંતને જોયા. તરત જ હાથી ઉપરથી બંને નીચે ઊતર્યા. નીચે ઊતરી ગુરુદેવને બે હાથ જોડી પ્રણામ નમસ્કાર કર્યા. પછી ગુરુભગવંતનાં દર્શન-વંદન કરવા પરિવાર સાથે નગરજનો પણ સૌ સાથે ચાલ્યા. ગુરુભગવંતનું સ્થાન જયાં હતું ત્યાં નજીક આવતાં રાજાએ પાંચ અભિગમ સાચવવા જોઈએ. માટે ખડગ-છત્ર(જોડા)વાહણ-મુગટ-ચામર આ પાંચેય રાજચિહ્નોનો જિતશત્રુ રાજા અને ધમિલરાજા બંનેએ ત્યાગ કરી, હાથમાં શ્રીફળ અને સુવર્ણમુદ્રાને ધારણ કરી. ./૧II શ્રીફળ ને સુવર્ણમુદ્રા લઈને રાજા વગેરે ગુરુભગવંત પાસે આવ્યા. ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપીને શ્રીફળ વગેરે ગુરુ સન્મુખ મૂકીને બે હાથ જોડી ગુરુભગવંતની સ્તવના કરી. “હે ગુરુદેવ ! આપ શાંતિરૂપ સમુદ્રમાં સ્નાન કરનારા છો. પંચમહાવ્રતધારી છો. શાંત, દાંત, ત્યાગી, વૈરાગી છો. છકાયના રક્ષક છો. નવ પ્રકારનાં બ્રહ્મચર્યના પાલનહાર છો. દશવિધ યતિધર્મને પાળનાર હે ગુરુદેવ! આજે આપનું દર્શન થયું. આજે અમે ધન્ય બન્યાં.” સ્તવના કરી હાથ જોડી, ચરણકમળની રજ ભાલસ્થાને લગાડી, ચિત્તની અતિ પ્રસન્નતા પૂર્વક યથાસ્થાને બેઠા. //રા. બીજા પણ સાથે આવેલા સૌ ગુરુદેવને નમસ્કાર કરી વિનયપૂર્વક હાથ જોડી ગુરુ સન્મુખ બેઠા છે. ધમ્મિલની બત્રીસ સ્ત્રીઓ રાણીઓ અને નગરનારીઓ આદિ હૈયાના ઊછળતા ભાવે વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરી બેઠી. II રાજા અને ધમ્મિલ કુમાર ધર્મદેશના સાંભળવા ઉત્સુક છે તે ગુરુદેવે તેમના મુખારવિંદ ઉપરથી સમજીને, પુષ્પરાવર્તના મેઘની જેમ મધુર અવાજે ધર્મદેશના આપવાની શરૂ કરી. II૪ll - ઢાળ આઠમી. (હસ્તિનાગપુર વર ભલુ.એ દેશી) ચેતન ચતરી ચેતના, તમે ચેતો ચિત્ત મઝાર રે, મોહની મદિરા છાકમાં, નહિ લોકોત્તર સુખના સાર રે. નહીં લોકોત્તર સુખસાર, કરો રૂચિ તત્ત્વની, ગુણવંત ગુણવંત પ્રસંત ભદંત, સમય વેદી કહે, અરિહંત...એ આંકણી II૧|| ગિરિસરીદુપલના ન્યાયથી, કાકતાલીને દૃષ્ટાંત નરભવ દુર્લભ પામીયો, નાવ ભૂલ રતનદ્વીપ જંત..ના..કરો..રા. દેશ અનારજ જગ ઘણા, જિહાં ધર્મ અક્ષર નહી દોય મણુએ થયો એળે ગયો, શ્યો નરભવ પામ્યો સોય"શ્યો..કરો..liફll. આરજ દેશે જનમ હુઓ, પણ આર્જે અનારજ હોય રે, ભાષા આચાર વણિજ ક્રિયા, કુલ જાત વેશ ગામ જોય રે. કુલકરો..llઝા, કાંઈક પુણ્યબળે કરી, લહે ઉત્તમ કુલ દુર્લભ અલ્પાયુ રોગે ગ્રહુયો, કલ પામે પણ શો અચંબકુલ..કરો..l/પા. પૂરણ પુરૂ પામીએ, કુળ આય નિરામય દેહ પાંચ ઇન્દ્રિય પરવડાં, વળી આજીવિકા સુખ ગેહ રે..વળી.કરો..llell

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490