Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 462
________________ ખંડ - ૬ : ઢાળ - છ તપસી અજ્ઞાની ટોલે, વલગા મુર્ખને બોલે, ગુરૂકુલવાસે એ સાચા, એમ ધર્મદાસ ગણિ વાચા....સ.૧૭ ગીતારથ મિશ્રાચાર, નવિ ભાંખ્યો ત્રીજો વિહાર, તે કરતાં ગીતાર્થ આણે, શ્રાવક કરતા સહુ ટાણે....સ.II૧૮ સાહમૈયુ સજી સંચરીયા, વૈભારગિરિ ઉતરીયા, ૪૧૧ ખંડ છઢે સાતમી ઢાલે, શુભવીર વિવેકી નિહાલે....સ.॥૧૯॥ ગુરુની વધામણી : ‘પુણ્યશાળીને ઈચ્છાનો જ વિલંબ હોય છે'. ધમ્મિલને પણ જેમની વાણી વિનયથી વિલસી રહી છે, જેઓ સહજાનંદ સુખના અભિલાષી છે, જેને કોઈની પણ ઉપમા ન આપી શકાય એવા અનુપમ આગમના અભ્યાસી છે, જેમનો સઘળો પરિવાર ગુરુકુલવાસી છે. હે સ્નેહી સજ્જનો ! આવા ગુરુની શિખામણને ધારણ કરીને હંમેશાં ગુરુભક્તિનો આદર કરો. ॥૧॥ વિનયવિવેકથી યુક્ત મુનિઓના પરિવારથી પરિવરેલા, પ્રત્યક્ષજ્ઞાનને અર્થાત્ મતિ-શ્રુત-અવધિ અને મનઃપર્યવજ્ઞાનને ધારણ કર્યું છે એવા ગુણગંભીર ગુરુ ભગવંત, વૈભારગિરિ ઉપર સમોસર્યા છે. ॥૨॥ '' જિતશત્રુ (અરિદમન) રાજા, અને ધમ્મિલકુમાર નિરાંતે બેઠેલા છે. ત્યાં વનપાલે આવીને વધામણી આપી. “મહારાજા ! શિષ્યો પ્રશિષ્યોથી પરિવરેલા ધર્મરુચિ આચાર્ય ભગવંત હમણાં કુશાગ્રપુર ઉદ્યાનમાં પધાર્યા છે.” સમાચાર સાંભળતાં રાજા અને ધમ્મિલ આનંદ પામ્યા. III તરત રાજસેવકને આજ્ઞા કરી કે “મંગલ તૂર વજ્રાવો” અને સહુને જાણ કરો કે પુણ્યયોગે પવિત્ર સૂરીશ્વરજી અણગારનો યોગ (મેળો) મળ્યો છે. તો સહુ શણગાર સજી ઉદ્યાનમાં પધારો. ॥૪॥ રાજા અને ધમ્મિલ પોતાના પરિવાર સાથે જવાની તૈયારી કરવા લાગ્યા. નગરમાં તોરણો બંધાવ્યા. રાજમાર્ગો સ્વચ્છ કરાવ્યા. શેરીએ જળ છંટાવ્યાં. સુગંધીપુષ્પો બિછાવ્યાં. ॥૫॥ સામૈયાનો ઠાઠમાઠ :- શેરીએ શેરીએ સુગંધી ધૂપઘટા મહેંકાવી. નગરના રસ્તાઓ ઉપર ઝગમગતી પંચવર્ણી ધજાઓ ફરકાવી છે. નગરનું મહાજન ભેગું થયું. સામૈયાની તૈયારી કરી. જાણે આવો અવસર ફરી `મળવાનો નથી એમ સમજી સૌ સજ્જ થઈ ગયા છે. ।।૬।। અષ્ટમંગલ ચિતરેલી સુગંધી જળ ભરીને ઝારીઓ હાથમાં ઝાલી છે. હાથી-ઘોડા-૨થ-સુભટ-શણગારવામાં આવ્યા છે. ધમ્મિલરાજા પણ રથ શણગારી, ૩૨ સ્ત્રીઓને એમાં બેસાડી, સાથે રાજાની પટ્ટરાણીઓ વગેરેને બેસાડી. ગુરુવંદન કરવા ચાલ્યા. 19ના શૂરવીર યોદ્ધાઓની શ્રેણી બંને બાજુ ચાલી રહી હતી. કૌટુંબિક પુરુષો સાંબેલા શણગારી શ્રેષ્ઠીઓની બાજુમાં ચાલી રહ્યા હતા. ધનવાન શ્રેષ્ઠીઓનો સમૂહ આનંદપૂર્વક સાથે પગપાળા ચાલી રહ્યો છે. સેનાપતિ અને સાર્થવાહ પણ સાથે ચાલી રહ્યા છે. સાથે નગરજનો પણ જોડાયા છે. પટ્ટહસ્તિ ઉપર જિતશત્રુ તથા ધમ્મિલ બંને રાજાઓ સાજનમાજન સામૈયા સાથે ઉદ્યાન તરફ જઈ રહ્યા છે. ૮ સામૈયાની આગળ વીણા-ભૂંગળ-વાજિંત્ર વાગી રહ્યાં છે. જેનો નાદ ગગનમંડળમાં ગાજી રહ્યો છે એવો વરઘોડો ઉદ્યાન તરફ આગળ વધી રહ્યો છે. બંને બાજુ ચામરો વીંઝાઈ રહ્યા છે. સૌથી મોખરે ઇન્દ્રધ્વજ શોભતો હતો. કેટલાક છત્રને ધારણ કરે છે. કેટલાંક સિંહાસનો ઉપાડીને ચાલી રહ્યા છે. III તલવાર - ભાલા – ધનુષ્ય-બાણ, ખભે લટકાવીને, વેશભૂષા કરીને કેટલાક બાળકો આગળ ચાલી રહ્યા છે. એકસો આઠ જટાળા જોગીનો વેશ પહેરીને મંગલપાઠ બોલતાં ચાલી રહ્યાં છે. ।૧૦।। આવા ૨૯

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490