Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 442
________________ ખંડ - ૬ : ઢાળ - ૩ ૩૯૧ પોતાના ભરતારને પ્રભુ સમજી ચરણની સેવા કરે જ્યારે તમે તો પગથી પાટુ મારીને પતિ ઉપર રોષ ધારણ કર્યો. ગરીબ સ્ત્રી ન કરે, તેવું કાર્ય તમે કર્યું છે. III હસીને વિમળા બોલી....સખી ! એ તો અમારી ભૂલ થઈ ગઈ ? એમાં પણ મેં અકાર્ય શું કર્યું ? સ્વામીને તે ટાણે એ બોલવું યોગ્ય હતું ? વિદ્યુત્ક્રુતિ કહે...શું કહ્યું તમે ? વિમળા બોલી... ‘લે, તું તો જો ! મેં પાટું માર્યું. તે વાતની જાણ થઈ. પણ પાટુ કેમ માર્યું તે ન કીધું ?” “ના ! ના ! સ્વામીએ એ નથી કીધું .’” વિમળા બોલી... “તો સાંભળ ! રતિસુખના સંયોગે પત્ની આગળ શોક્યના વખાણ કરાય ? આવે વખતે આવી વાતો કરતાં સ્વામીને શરમ ન આવી ? ।।૪।। ,, વિદ્યુત બોલી – “સખી ! શર્કરાના નામે વાલુકાની રેતી શું ગુણ કરનારી હોય ખરી ? સ્ત્રીઓને મરવું સારું લાગે, પણ શોક્યનું નામ નહીં ગમે. પણ તેનામાં કંઈ ગુણ હશે તો જ તેનું નામ લેવાયું હશેને ? પુરુષના હૈયે જે વસી તેના જ તે વખાણ કરવાનો છે. જેના પ્રત્યે જેનો જેવો સ્નેહ. ॥૫॥ પણ બેની ! પ્રિયતમની અવજ્ઞા તમારાં ચરણોએ કરી છે. રોષ કરીને તમારા પગે પતિને તાડન કર્યું છે. માટે એ ચરણને અવશ્ય શિક્ષા કરવી જોઈએ.’ હા ! એ સાંભળીને બીજી સખીઓ (સ્ત્રીઓ) તાળી પાડીને હસતી હસતી કહેવા લાગી કે “હા ! હા ! દંડ થવો જ જોઈએ.” વિદ્યુત કહે...બેન ! જો બધી કહે છે ને દંડ થવો જોઈએ. બોલો મોટી બેન ! અમે બધી ભેગી મળીને તમારા ચરણને શું શિક્ષા કરીએ ?’’ ।।૬।। વિમળા પણ હસતી કહે છે...” હા ! તમારી વાત બરાબર છે. દંડ કરવો જોઈએ. જો હું કહું છું તે તમે સૌ હોંશિયાર થઈને સાંભળજો. પહેલાં તમે સર્વે મારા પગને નમસ્કાર કરો. મારા ચરણની પૂજા કરો.” સર્વે પૂછવા લાગી. “વાહ ! રે ! વાહ ! ગુનો તમે કર્યો. પગની પૂજા અમારે ક૨વાની. કેમ ?” વિમળા બોલી “હા ! મારા પગની પૂજા કરો. રે ભોળી ભગનીઓ ! તમે એટલું ન સમજ્યાં ? જો મેં પ્રીતમને પગપ્રહાર ન કર્યો હોત તો....III સાંભળો...જો મેં પ્રહાર ન કર્યો હોત તો...તમે બધી જ કુંવારી રહેત. જો મેં પ્રહાર ન કર્યો હોત તો તમે કયા ભરતારને પરણત ? મારા પગના પ્રભાવે તમે મારા પતિને લઈ લીધો. બોલો. મારા પગને પૂજવાનો કે તાડન કરવાનો ? ॥૮॥ તો હવે તમે સૌ કેસર-ફૂલ લઈ આવો. પછી મારા ચરણને પ્રક્ષાલ કરીને ચંદન કેસરથી પૂજા કરો. ફૂલપૂજા કરો. ભાવ ધરીને પૂજા કરો. ઉપકારને યાદ કરો. બરાબર !” III યુક્તિયુક્ત જવાબ સાંભળીને સર્વ સ્ત્રીઓ આનંદ પામી. મને હવે જવાબ પણ શું આપે ? વિમળાની વાત સાંભળી સર્વે સ્ત્રીઓ મૌન રહી. આ રીતે એકબીજાના હાસ્ય વિનોદ થકી વાતો પૂરી થઈ. ।।૧૦। વિદ્યુત્પતિ હવે ધમ્મિલને પૂછે છે” હે સ્વામી ! કહો તો ખરા ! કોણ છે તે હોંશિયાર શ્રેષ્ઠ નારી વસંતતિલકા ? જેનું નામ હંમેશાં તમારા જીભ ઉપ૨ ૨મે છે ?’ ।।૧૧। ધમ્મિલ પોતાના નાક ઉપર આંગળી રાખીને હસતાં કહે છે. “અરે ! સુંદરી ! ચૂપ રહે. તેનું નામ ન બોલીશ. આ બધી માંહે વળી જો કોઈકને રીસ ચઢશે તો ? તે વેળાએ એકથી ભય પામીને રહ્યો છું. તો આજે ત્રીસ છો તમે. ત્રીસ મળીને ભેગી થઈ. જેનું નામ દેતાં જ કોપ કર્યો તો વળી હમણાં સાંભળીને શું ય કરે ! માટે ચૂપ રહે.” ।।૧૨।। વિમળા બોલી, “હે મારા સાહીબા ! દેખાઓ છો તો ઘણા બીકણ ? પણ હવે આશીર્વાદ આપું છું કે હવે નિર્ભય રહો. અમારાથી જરાયે બીંશો નહીં. ।।૧૩। હવે સ્વસ્થ થઈને તમારી વહાલેસ૨ીને, તમારા હૈયામાં રહેલી તેણીને આજે બહાર કાઢો. અમે તેની વાત સાંભળવા ઉત્સુક છીએ. ક્યાં સુધી કારાગારમાં રાખશો ?’’ ||૧૪।।

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490