Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

Previous | Next

Page 440
________________ ખંડ - ૬ : ઢાળ - ૩ ૩૮૯ પુણ્ય પરિણતિ હોએ ભલી, પુણ્ય ઋધિ સમૃદ્ધિ, મનવાંછિત મેળા મલે, પુણ્ય હોએ નવનિધિ. //રા. પુણયની વૃદ્ધિ કારણે, દીનદુ:ખી ઉદ્ધાર, દાન સુપાત્રે આપતા, ચૈત્ય મહોત્સવ સાર. Hall ચંપાનગરીમાં ત્રીસ સ્ત્રીઓ સાથે રહેલો ધમ્મિલ સંસારનાં સુખોને ભોગવે છે. નગરના લોકો તે કુમારના આશ્ચર્યયુક્ત ભાગ્યની પ્રશંસા કરે છે. કહે છે “અહો ! જુઓ તો ખરા ! પરદેશી પરોણા ધમ્પિલકુમારનું પુણ્ય કેવું લાગ્યું છે કે તેને અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ.” ||૧ હે પુણ્યવાન ! જગતમાં પુણ્યથી નવનિધિ પ્રાપ્ત થાય છે. શુભ પરિણામ પણ જાગે છે. મનવાંછિત મેળા પણ પુણ્યથી થાય છે. સર્વવસ્તુ પુણ્યને આધીન છે. //રા માટે જ મહાપુરુષો કહે છે કે હે ભવ્યજીવો ! તમે સૌ પુણ્ય ઉપાર્જન કરો. દીન-દુઃખિયાઓનો ઉદ્ધાર કરો. સુપાત્રદાન આપતા રહો. વળી જિનમંદિરમાં જિનેન્દ્રભક્તિરૂપ મહોત્સવ કરો-કરાવો. આ બધાં કારણો પુણ્યવૃદ્ધિનાં છે માટે પુણ્યનો સંચય કરવા ધર્મનાં કામો કરવા જરૂરી છે. all ઢાળ ત્રીજી (મારા વાલાજી હો, હું રે ગઈ મહી વેચવા રે લો...એ દેશી) અન્યદિવસે રસ રીઝમાં રે લો, વિદ્યુત્મતિ રતિ ખેલ, મેરે માલક હો, વિમલસેના પ્રતે એમ કહે રે લો, ચતુર છો મોહન વેલ. મેરે...મેલો..ll૧II મેલો મળ્યો રે મજબૂતશું રે લો... એ આંકણી. એક અજુગતું તમે કયું રેલો, પ્રિય પગપૂજન ધાર, મેરે માલક હો, નારી સતીને પતિ દેવતા રે લો, સ્વામીથી સવિ શણગાર. મેરે...મેલો...રા તેણે તુમે ઉચિત કર્યું ભલુ રે લો, ન કરે જે ગરીબ નાર, મેરે. તેહ પતિને રોષે દીયો રે લો, નિજ પગ પાટુ પ્રહાર. મેરે...મેલો..llall વિમલા કહે હસી હે હલે રે લો, એ શું મેં કીધ અડાજ, મેરે. પરનારી શોક્ય કરી વર્ણવે રે લો, નાવી પતિ થઈ લાજ. મેરે...મેલો...જા. વિદ્યુત્પતિ વળતું કહે રે લો, નરને હૃદયને વસી જેહ, મેરે. નામે વખાણે ગુણે કરી રે લો, નારીશું જશ સનેહ. મેરે...મેલો.../પા પણ તુમે પગે-પિયુ-તાડીયો રે લો, રોષ કરી પરચંડ, મેરે. તે તુમ પગનો અમે મળી રે લો, કરીએ કહો શો દંડ. મેરે...મેલો..Ill વિમળાં હસી કહે તેહને રે લો, સુણજો સવિ હશિયાર, મેરે. જો મેં પ્રીતમને પગે કરી રે લો, કીધો ન હોત પ્રહાર. મેરે...મેલો..lણા તો તમે સઘળી કુમારિકા રે લો, પરણત કયો ભરતાર, મેરે. ચરણ અમારા પસાયથી રે લો, મુઝ પતિ તુમ પ્રિય સાર. મેરે..મેલો..ll૮ll

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490