________________
ધર્મિલકુમાર રાસ
તરેહ-તરેહની વાતો કરતાં ઘણા લોકો ભેગા થવા લાગ્યાં. નગરમાં ધમ્મિલકુમારના આવાસે ઢોલનગારાં-શરણાઈ વાગવા લાગ્યાં. વરઘોડે ચડીને વનમાં જ્યાં મહેલ છે ત્યાં મોટા માંડવાની અને ચોરીની અદભુત રચના કરી હતી. ત્યાં કુમાર પરણવા માટે આવ્યા. સાજનમાજન સાથે આવેલા ધમ્મિલકુમાર સ્વજનોબ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ તે અઢારે કન્યાઓ સાથે ચૉરીના ફેરા ફરી પરણી ઊતર્યાં. ।।૨૧।। વરઘોડીયાઓને કન્યાઓનાં માતપિતાએ કન્યાદાનમાં દાયજામાં ઘણું બધું દ્રવ્ય આવ્યું. સાથે રત્નો-સોનું-હાથીઘોડા મોંઘામૂલનાં વસ્ત્રો આદિ ઘણું બધું આપીને વરઘોડીયાઓને વિદાય આપી. વિદાય પામેલા વરરાજા તે વનમાં પરિવાર અને પત્નીઓ સહિત તે રાત્રિ નગર બહાર વનમાં રહ્યા. I॥૨૨॥
૩૮૮
સૂર્યોદય થતાં વિદ્યાધર પરિવાર વૈતાઢ્ય ગિરિ ઉપર પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. જયારે ધમ્મિલકુમાર પોતાની અઢારે સ્ત્રીઓ લઈને ચંપાનગરીએ પોતાના આવાસે વાજતેગાજતે નગરમાં લાવ્યા. અઢારે ખેચર સ્ત્રીઓ, સાગરદત્તની આઠ. રાજાની પદ્માવતી કન્યા અને વિમળા, પછી નાગદત્તા ને કપિલા આમ કુલ મળી ત્રીસ સ્ત્રીઓ પરસ્પર સ્નેહને ધરતી સંગે રમતી હતી. ધમ્મિલ સર્વ સ્ત્રીઓ સાથે સુખભર સમય વીતાવે છે. ।।૨૩।। જ્યાં ભાગ્યનું પરમ સૌભાગ્ય હોય અર્થાત્ પુણ્યોદય જોરદાર હોય ત્યાં સુખની વાત વરતે છે. કલેશ-કંકાસનો પ્રવેશ તે ઘ૨માં હોતો નથી. વળી જેનું નસીબ પરવારી ગયું હોય અર્થાત્ પુણ્ય ખૂટતું હોય ત્યાં વેરઝેરનાં બીજ વવાય છે. કલેશ-કંકાસ ત્યાં સંભવે છે. I॥૨૪॥
પુણ્યવંત ધમ્મિલકુમારને ત્યાં ત્રીસે સ્ત્રીઓ નાના-મોટાનો વિવેક સાચવતી રહી છે તે સાથે બીજો પણ ઘણો પરિવાર છે. તે પણ એકબીજાનો વિવેક સાચવે છે. સઘળી રમણીઓ રંગભેર આનંદથી રહે છે. જેના ઘરમાં નાના મોટાનો વિવેક અને વિનય જળવાય છે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે. II૨૫॥ જે ઘરમાં એકબીજા ઉપર પરસ્પર ચોર નજરથી જોવાતું હોય, અર્થાત્ કામચોર હોય, વળી જે ઘરમાં વ્યભિચાર જણાય છે. તે ઘરમાં લક્ષ્મીનો વાસ હોતો નથી. ।।૨૬।।
જે ઘરમાં સ્ત્રી-પુરુષ નિરંતર ઝઘડતાં હોય. પુરુષ હંમેશાં રોષ કરતો હોય. તે પુરુષના મુખને અને સુખને લક્ષ્મી ક્યારેય જોતી નથી. અર્થાત્ તે ઘરે લક્ષ્મી રહેતી નથી. II૨૭ાા વિકસિત નયનવાળી અને હર્ષિત મુખવાળી એવી સ્ત્રી, પતિના તેજવાળા મુખને જોતી જે ઘરે હોય ત્યાં લક્ષ્મી ચિરકાળ રહે છે. ત્રીસ પ્રિયા સાથે વસતા ધમ્મિલના ઘરે લક્ષ્મી પણ રમતી હતી. ॥૨૮॥
ભૂચર-ખેચ૨ બાળાઓ સાથે ધમ્મિલ સ્વર્ગનાં સુખને ભોગવે છે બધી રમણીઓ એક એક તાળી દેતી, ગરબા લઈને ૨મી રહી હતી. તે જાણે કે ત્રીસ અકર્મ ભૂમિની લલનાઓને (સ્ત્રીઓને) હરણ કરીને ધમ્મિલ લઈ આવ્યો ન હોય તેવી લાગતી હતી. તેવા તે સ્ત્રીઓના લટકા ચટકા, ધમ્મિલકુમાર જોઈ રહ્યો છે. II૨૯ રાસના છઠ્ઠા ખંડે, અખંડ પુણ્યવંત એવા ધમ્મિલકુમારના ચરિત્રની રસાલી ઢાળ બીજી, શ્રી શુભવીરવિજયજી મહારાજે વિવેકની વાતો કહીને પૂર્ણ કરી. ।।૩૦।
ખંડ - ૬ ની ઢાળ : ૨ સમાપ્ત -: દોહા :
ઉજ્વલ સુખ વિલસે તિહાં, શ્રી ધમ્મિલકુમાર,
લોક કહે એ કુમરના, પુણ્ય તણો નહિ પાર. ॥૧॥