________________
ખંડ - ૬: ઢાળ - ૨
૩૮૦
પરણીને, તેની સાથે સુખમાં વિલસે છે. યોગીરાજની વાત સાંભળીને, તેમના ચરણે નમસ્કાર કરી હું આગળ ચાલી. ત્યાંથી કબંટ ગામે આવતાં વચમાં મુનિભગવંતને જોયા. નીચે (ગગનેથી) ઊતરી મુનિવરને વાંદ્યા. ll૯+૧૦ના
મુનિ મહારાજને નમસ્કાર-વંદન કરીને વિવેક જાળવી મેં પૂછ્યું. હે ભગવંત! હું જે પુરુષને શોધવા નીકળી છું તે હાલ ક્યાં છે ? અને મને ક્યારે મળશે? મુનિ મહંત કહે. “બેન ! જેને તું શોધે છે તે ધમિલકુમાર હમણાં ચંપાનગરીએ પહોંચ્યો છે અને ચંપાનગરીના ભર્યા બજારમાં હાથીએ ઉત્પાત મચાવ્યો હતો તે ઉપદ્રવ ધમ્પિલકુમારે દૂર કર્યો છે. /૧૧/ હાથીના ઉત્પાતથી ભયભીત થયેલી આઠ કન્યાઓને ભયમુક્ત કરી છે. તેને પરણનારો બીજો હતો. પણ તેને બચાવનાર ધમિલને તે કન્યાઓ વરી ચૂકી છે. તે આઠેયને પરણીને ચંપામાં રહેલો છે. જ્ઞાનીનું વચન સુણી હું આકાશમાર્ગે ચાલતી અત્યારે આ તમારી સામે આવી ઊભી છું. I/૧૨
હે પ્રાણાધાર ! મેં આજે તમને પકડી પાડ્યા. શોધી કાઢ્યા. આજે તમે મને મળવાથી મારા મનના મનોરથ ફળ્યા છે. જેમ તરસ્યાને અમૃતની ધારા મળે, તેમ આજે મારે મોં માંગ્યા મેહ વરસ્યા છે. ૧૩ll. સ્વામી ! સુખિયા આગળ દુ:ખિયો દુઃખની વાતો કરે તે નકામી છે સુખમાં રક્ત હોય તેને દુઃખની શી ખબર પડે ? પણ પારકાના દુઃખની વાતો સાંભળી જે દુઃખને ધારણ કરે તે આ જગતમાં કોઈક વિરલા જ હોય છે. ૧૪
પ્રેમવિયોગે તો ચકવા-ચકવી રાત્રિએ નિદ્રા લેતાં નથી. પણ તે ટાણે (રાત્રિએ) પ્રેમ વિલુબ્ધ નરનારીઓ પ્રેમમાં આસક્ત બનીને રાત્રિ પસાર કરે છે. અર્થાતુ પ્રેમવિલદ્યા ચકલા-ચકવીના વિરહની વેદનાને જાણી શકતા નથી. ૧પ હે સ્વામીનાથ ! સોળે સખીઓ સાથે મારી બેન, ઘેર ઘણા દુઃખને ધારણ કરતી હશે. તમે મને આજ્ઞા આપો, રજા આપો તો ત્યાં જલ્દી પહોંચીને આપ મળ્યાની વધામણી આપું. જેથી તે સર્વેને આનંદ થાય. હે પરદેશી ત્યાં જઈને તે બધાને શું કહું? ૧૬ll.
ધમ્મિલકુમાર હસતો હસતો કહે છે કે જાઓ ! રજા આપી. તમે તે સઘળીને લઈને અમારા આ ચંપાનગરીના વનમાં આવો. તરત જ વિદ્યુતતા વીજળીવેગે આકાશમાર્ગ ચાલી નીકળી. જોતજોતામાં સહિયરો ભેગી થઈ ગઈ. હર્ષ સાથે વધામણી આપી સઘળીયે વાતો કરી. /૧ણા સોળે સખીઓ અને પોતાની બેન ભેગી મળીને બધી વાત સાંભળી. ઘણી આનંદ પામી. ને સ્વામીનાથ બોલાવે છે. તેથી ત્યાં જવાની તૈયારી કરવા લાગી. સઘળી ખેચર કન્યાના માતપિતાદિ સઘળોએ પરિવાર ત્યાં ભેગો થયો. સૌ દોડી દોડીને આવી ગયા. II૧૮
ત્યારપછી વિદ્યુતતાએ રત્નરચિત વિમાન તૈયાર કર્યું. સૌ પરિવાર સહિત વિમાનમાં બેસીને ચંપાનગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં સુવર્ણમય મહેલની રચના કરી. તે કેવો બનાવ્યો છે ! ૧૬ દીકરીઓનાં માતપિતા અને બીજાં પણ સ્વજનો સાથે રહી શકે તેવા અલગ અલગ ઓરડા. વિદ્યુતત્તા -વિદ્યુત્પતિ બંને બેનો પણ પોતાની માતા સાથે રહી શકે, સર્વનો સમાવેશ થાય તેવા વિશાળ મહેલની રચના કરી. અને સૌને તેમાં ઉતાર્યા. ૧૯ો ઉદ્યાનમાં તો વિદ્યાધરનો મોટો કાફલો ઊતર્યો. તેથી મોટો કોલાહલ થયો. તે સાંભળી નગરજનો આ અપૂર્વ રચનાવાળો મહેલ અને સાક્ષાત્ દેવો પણ તેમને જોવા ઊમટ્યા. સૌ અંદરોઅંદર વાતો કરે છે. પોતાનાં પાપ ધોવા માટે આ દેવનદીમાં (ગંગામાં) સ્નાન કરવા આવ્યાં હોય તેવી આ દેવાંગનાઓ લાગે છે. ૨૦ના