________________
૩૯૮
ધમિલકુમાર રાસ
અહીં પણ મળે છે. જવાની જરૂર નથી. તમે સૌ અહીં જ રહો.” ભાણેજની વાત સાંભળી નિમકહરામ કૃતઘ્ની વૃદ્ધ મામો કાગડો કહે છે. “રે! ભાણેજ ! સવાર પડે અને અમારે હંમેશાં ખાવાના કારણે નીચું જોવું પડે, તમારી પૂંઠ જોવી પડે છે. આવી સાંકળે અમને અહીં બંધાઈ રહેવું ન ગમે ? અહીં રહેવાની બધા ના પાડે છે. ll૧૭ી ..
આ રીતે આ કાગસમુદાયે કશી ગણના ન કરી. પિંડ ખાવા માટે પાછલી રાતે પોતાના વતન તરફ સઘળાયે કાગડા ચાલ્યા ગયા. કથા પૂરી થતાં દીકરી માને કહે છે “મા ! તું પણ પેલા કાગડા જેવી કૃતની છે. તું તેના અવગુણ જોનારી છે. મેં તો તેનામાં ગુણો જ જોયા છે. તેના સ્નેહમાં હું ઘણીજ સુખી છું. મારાં, વચનો સાંભળી મારી મા હૈયામાં કપટ રાખી, હોઠ ઉપર દયા દાખવી ચાલી ગઈ. ૧૮ ધમ્મિલના પ્રેમપાશમાં હું બંધાણી છું રાગમાં રંગાણી છું એવી પાકી ખાત્રી થતાં મારી માએ પેંતરો રચ્યો. મારે આંગણે મોટો મહોત્સવ માંડ્યો. જ્ઞાતિજનોને જમાડ્યા. પહેરામણી આપી સંતોષ્યા. છેલ્લે સૌને મદિરાપાન કરાવ્યું. અમને ચંદ્રહાસ મદિરા આપી. અમે બંને જણાં તરત જ ઘેનમાં પડી ત્યાં જ સૂઈ ગયાં. અડધી રાતે મારા પતિને સૂતેલાં જ ઊંચકીને વનવગડામાં મુકાવી દેવરાવ્યો. જાણે સુવર્ણની સિદ્ધિને છોડીને, કોડીયો લઈને મૂર્ખ આનંદ પામે, તેમ મારી મા આનંદ પામી. //૧૯ો
બેન! જ્યારે મદિરાનો નશો ઊતર્યો ને હું ભાનમાં આવી તો મારા પ્રિયતમને ન જોતાં હું બેબાકળી થઈ ગઈ. નક્કી મારી માએ જ મારું સુખ છીનવી લીધું. ત્યારપછી મેં સુંદર અને સરસ આહારને છોડી દીધો. તંબોળનો ત્યાગ કર્યો. આ વેણીબંધ મારા સ્વામીએ કરેલ છે. તે જીર્ણ થઈ છે ને સર્પની જેમ લટકે છે. પણ મેં તે વેણીનો ત્યાગ કર્યો નથી. તપસ્વિનીની જેમ હું કાયા શોષવી રહી છું. હું અહીં રહું છું. જયારે જશોમતી પિયરમાં રહે છે. તમે ક્ષેમકુશળતા પૂછી તો અમે અમારી આપવીતી કરુણ દાસ્તાન સુણાવી. ૨૦ાા બેન ! હવે બીજી વાતોથી સર્યું. પણ અમારો સંદેશો, સ્વામીને જઈને કહેજો. પહેલી પરણીને છોડી. માભોમ ધરણીને છોડી. અમને પણ છોડી દીધી. પણ હવે આગળ નવી નવી પરણો તેને ન છોડશો. અમારી માફક તે સ્ત્રીઓને દુઃખી ન કરશો. સતી સ્ત્રીઓ લાખ (દ્રવ્ય) જવા દેશે. પણ શાખ જાળવી રાખશે. હું ક્યારેય બદલાવાની નથી. ૨૧
વિદ્યુત્પતિ પૂછે છે. બેન ! જશોમતિ કોણ ? વસંતા બોલી. બેન ! શી વાત કરું ! દ્રવ્યથી ખાલી થયેલી છેલ્લે ઘર-ઘરેણાં વેચીને પ્રિયતમ પાછળ કુરબાન થઈ. પ્રિયતમના સુખ ખાતર સર્વદ્રવ્ય વેશ્યા (મારી મા)ને આપ્યું અને તે સતી સ્ત્રી અત્યારે પિયરમાં એક ટુકડા રોટલા માટે રહી છે. કાયાને નિભાવી રહી છે ભાભીઓનાં મહેણાં સહી રહી છે. લોકોનાં ટોણાં મહેણાં સાંભળે છે. બિચારી ઘણી દુઃખી છે. પરણેતરને અને મને છોડીને પ્રિયતમ પરદેશમાં લીલાલ્હેર કરે છે. એમને અમારી શાબાશી પાઠવજો. ll૨૨ા આટલું બોલી વસંત એકદમ રડી પડી. ખેચરી સાંત્વન આપતાં કહે છે “બેન ! હવે છાનાં રહો. ધીરજ ધરો. તમારો સંદેશો કહીશ. તમે દુઃખ છોડી દઈને ધીરજને ધારણ કરીને રહેજો. બને તેટલા વહેલામાં વહેલાં પતિ મળે, તને તથા યશોમતિને સુખ થાય તેમ કરીશ.” એમ કહી ગગનમાર્ગે વિદ્યુત્મત્તિ ચાલી. જોતજોતામાં તો તે ચંપાનગરી પહોંચી ગઈ. છઠ્ઠા ખંડને વિષે ચોથી ઢાળ પૂ. શુભવીરવિજયજી મહારાજે રસભરી કહી. ||૨૩l.
ખંડ - ૬ ની ઢાળ : ૪ સમાપ્ત