________________
૨૩૮
ધર્મિલકુમાર રાસ
સિંહ જાગ્યો જિસે પરભાત, હાર હર્યો તવ જાણીયો રે, પૂંઠે ધાયો ધરી હથિયાર, અશ્વ ચડી તંગ તાણીયો રે, વાયુવેગ તુરંગ ચલંત, બાવીશ કોશે જઈ તે મલે રે, રૂપાલીએ દૂરથી દીઠ, વેગે ચલાવ્યો રથ વડતલે રે,...ચંપા...૧૫/ ગળે હાર ગ્રહી વડ ડાલ, બુદ્ધિ ઉપાઈ ઉપર ચડી રે, ભાગે ૨થ લેઈ ભીમ રૂપાલી વચને અડી રે;
સિંહ દેખી તુરગ વડ હેઠ, વિ અસ જુએ ઉપર જઈ રે, રૂપાલી ઉતરી અન્ય ડાળ, અશ્વ ચઢી ખડ્ગ લેઈ ગઈ રે,...ચંપા...॥૧૬॥ ફોગટ કરાવે વેઠ, વાજી વૈશ્યાને વાણીયા રે,
તેવારે તેહને હેઠ, જ્યારે જે અધિકા૨ીયાં રે,
દેખી ઉત૨ીયો સિંહ, રોતો ધૂર્ત ઘરે ગયો રે, રૂપાલી મળી રથ સાથ, ભીમ પ્રિયાશું સુખીયો થયો રે....ચંપા...૧૭ વદે ધમ્મિલ એહવા ધૂર્ત, જો મુજને બહુલા મલે રે,
પણ પરમેષ્ઠી સુપસાય, સદ્ગુરુ હાથે કોઈ નહુ છલે રે, ચોથે ખંડે એ ઢાળ, ત્રીજી હુઈ સોહામણી રે, શુભવીર કુમારની વાત, સુણી કમલા હરખી ઘણી રે....ચંપા...૧૮
ચંપાનગરીની નજીકમાં વેગપૂર્વક ગંગાનદી વહી રહી છે. તેની પણ દંતકથા છે. શિવ-ભોળાનાથ શંકરનું નામ સાંભળીને ગંગા તેમાં આસક્ત બની. આસક્તિના કારણે શંકરની પાછળ પાછળ ગંગા ગઈ. શંકરની પત્ની ભવાની (પાર્વતી) બાજુમાં હોવાથી, ગંગા શંકરની પાછળ ગઈ પણ પાર્વતીને જોતાં તે ભયભીત થઈ ગઈ. ગભરાયેલી ગંગાને શંકરે પોતાની જટામાં સંતાડી અને તેણીની ઉપર ઘણો સ્નેહ હોવાથી નિરંતર એકાંતમાં તેની સાથે શંક૨ સંગ કરે છે. ।।૧।। ગંગામાં અતિઆસક્ત” શંકર પણ ભાંડની જેમ ઉદ્ધત પ્રચંડ રીતે ચાલે છે. ઉછાંછળાવેડા કરી તોફાન કરે છે. પછી ધ્યાન ધરવાના બહાને હંમેશાં શરીરે ભસ્મ લગાવીને સ્મશાને જઈને રહે છે. ત્યાં એકાંતમાં શંકર ગંગાની સાથે વિષયસુખ ભોગવે છે. સ્મશાનમાં નિયમિત ચાલ્યાં જતાં પતિ શંકરના વિયોગમાં ઝૂરતી પાર્વતીના દિવસો શોકમાં જાય છે. કહેવાય છે કે “જે સ્ત્રીને નબળો ભરથાર મળે તો તે બિચારી પેટ બાળતી હોય અને દેહને સૂકવતી હોય છે.” ॥૨॥
પાર્વતીની પણ આ દશા થઈ. પાર્વતીને મનમાં શંકા થઈ કે રોજ સ્વામી ક્યાં જતાં હોય છે. કસોટી કરવાનું મન થતાં પાર્વતી ભીલડીનું રૂપ ધારણ કરીને સ્મશાનમાં ગઈ જ્યાં શંક૨ ધ્યાનમાં બેઠા છે. ત્યાં તેમની સામે જઈ નૃત્ય કરવા લાગી. અનેક પ્રકારના હાવભાવ કરતી હતી. શંકર પણ આવી સુંદર નવયૌવના ભીલડી જોઈને તેમાં આસક્ત થયા. ધ્યાન મૂકીને ભીલડીના ગળે વળગી ગયા. આ જોઈને ગંગા શોક કરવા લાગી. શંકર ઉપર રુષ્ટમાન થઈ દેવલોકમાં ચાલી ગઈ. મહાદેવનાં સંગથી