Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 420
________________ ખંડ - ૫ : ઢાળ - ૧૦ મુર્નિવયણે તે ખેટ સુલોચન, શુક જુગલ ઠવે વન એક રે, જ્ઞાની. ફરતાં ઈહાં જિનમંદિર દેખી, જાતિસમ૨ણે જાગ્યો વિવેક રે. જ્ઞાની. ॥૨૩॥ તુમ કર બેસી મરણની વેળા, સુણી સદહતાં નવકાર રે, જ્ઞાની. નૃપ ધરણેન્દ્ર પ્રિયા પદમાવતી, પામી ઉત્તમ અવતાર રે, જ્ઞાની. ॥૨૪॥ તુમ દૃઢધર્મી જોવા કારણ, રચિયો એ સવિ ફંદ રે, શાની. કહે ધરણેન્દ્ર સુણો વચ્છ સઘળું, સાચું ભાખે મુર્ણિદ રે. શાની. ॥૨૫॥ નૃપમંદિર કરી રત્નની વૃષ્ટિ, ધરણેન્દ્ર ગયા નિજ ઠામ રે, જ્ઞાની. બારે વ્રત ઉચ્ચરી નૃપ-રાણી, મુનિ વંદી ગયાં નિજ ધામ રે. દીન દુઃખી ઉદ્ધાર કરતાં, મંત્રીશું નૃપ ગંભીર રે, દશમી ઢાળ એ પાંચમે ખંડે, પૂર્ણ કહે શુભવીર હૈ. જ્ઞાની. ॥૨૬॥ શાની. જ્ઞાની. ॥૨॥ ૩૬૯ મહેલમાં રાજા-રાણી સંકલ્પ-વિકલ્પયુક્ત સંશય ધરતાં ક્યારે નિદ્રાધીન થયાં, તે ખબર ન પડી. સવારે સૂર્યોદય ક્યારે થઈ ગયો ? તે પણ ખબર ન પડી. પ્રભાત થતાં રાજા પ્રાતઃકાર્ય માટે ગયા. ત્યાં તો સંદેશો મળ્યો. કોઈ તત્ત્વરુચિ નામે જ્ઞાની ગુરુ ભગવંત વિહાર કરતાં પરિવાર સહિત નગર બહાર ઉદ્યાનમાં સમોસર્યા છે. તે જાણીને આનંદ પામેલા રાજા; પોતાની પટ્ટરાણી રત્નવતીને તેમજ બીજો પણ સાથે પરિવાર લઈને ઉદ્યાન તરફ ચાલ્યા. કહેવાય છે કે જગતમાં ગુરુ ભગવંત દીવા સમાન છે. જ્ઞાનરૂપી પ્રકાશ આપે છે. ।।૧।। ઉદ્યાનમાં ગુરુ પાસે પહોંચેલાં રાજા-રાણી અને અન્ય સૌ ગુરુને ત્રણ પ્રદક્ષિણા દઈ, વંદન કરીને યથાયોગ્ય સ્થાને બેઠાં. સમયને જાણનાર ગુરુએ અવસરોચિત દેશના ફરમાવી. એક ચિત્તે સૌ પર્ષદા સભ્યોએ તે સાંભળી. દેશનાને અંતે રાજા ગઈકાલે બની ગયેલો, કીરયુગલનો પ્રસંગ મહારાજને કહે છે. તે જ સમયે કોઈ એક સુભટ ભયભીત થયેલો ત્યાં આગળ આવ્યો. જેના એક હાથમાં ખડ્ગ છે. બીજા હાથે સુંદર દેખાવડી સ્ત્રી છે. રાજાને નમસ્કાર કરીને કહે છે. હે રાજન્ ! તમે વ્રતધારી શ્રાવક છો. વળી શરણાગત રક્ષણહાર છો. I૨+૩।। હે રાજન્ ! મારી પાછળ એક વિદ્યાધર શત્રુ પડ્યો છે. તે હમણાં આકાશમાં ઊભો છે. તે હટાવીને હું હમણાં જ પાછો આવું છું. ત્યાં સુધી આ મારી સતીસ્ત્રીને તમે તમારી પાસે રાખી તેનું રક્ષણ કરો. ॥૪॥ હે રાજન્ ! આપ વ્રતધારી હોવાથી પ૨ના૨ીના બંધુ છો. તેથી તમારા ઉપર વિશ્વાસ રાખીને આ મારી શ્રેષ્ઠ સ્ત્રી તમને સોંપું છું. તે સાંભળી રાજા કહે છે. “રે ! સુભટ ! નિર્ભય થઈને શત્રુનો પરાભવ કર. અહીંની જરાપણ ચિંતા ન કરતો. તું તારે શત્રુને હરાવીને જલ્દી આવી જજે. ।।૫।। રાજાનું કથન સાંભળી સુભટ આકાશમાં ઊડ્યો. સુભટને ગયાને ચાર ઘડી વીતી હશે. ત્યાં તો મૂળમાંથી છેદાયેલો, છૂટો પડેલો એક હાથ આકાશમાંથી તેમની આગળ આવીને પડ્યો. તે સુભટની સ્ત્રી ભાનુમતીએ જોયો. II૬॥ તે હાથ જોઈને ભાનુમતી એકદમ રડવા લાગી. “આ તો મારા પતિનો હાથ છે” રડતાં રડતાં આ પ્રમાણે બોલી. ત્યારે રાજાએ પૂછ્યું. રે ! બાઈ ! આ હાથ તે સુભટનો છે. તેની શી ખાત્રી ? કોઈ બીજાનો પણ હોઈ શકે. ત્યારે ભાનુ બોલી. રાજન્ ! મારાં નયનના અંજનની રેખા આ હાથ ઉપર રહેલી છે તે નિશાનીએ ખાત્રી થાય છે. અર્થાત્ જ્યારે તમારી પાસે મને મૂકીને તેઓ ગયા તે પહેલાં હું તેમના સ્કંધે મસ્તક મૂકીને

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490