Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 422
________________ ખંડ - ૫ : ઢાળ - ૧૦ ૩૦૧ એકવાર આ નગરમાં વિહરતાં ગુરુ મહારાજ પધાર્યા. તે મુનિનો ઉપદેશ સાંભળીને રાજારાણીએ સમકિત સહિત બાર વ્રત ઉચ્ચર્યા. રાજાને ત્યાં ઘણી સાહ્યબી હતી. છતાં સવાશેર માટીની ખોટ હતી. રાજ્યનો વારસદાર જે પુત્ર હોય તેની પ્રાપ્તિ થઈ નથી. એકદા પુરોહિતે મિથ્યાશાસ્ત્ર પ્રમાણે પુત્રપ્રાપ્તિ માટે રાજાને વિધિ બતાવી. ૧૭ મહિનાની વદ આઠમ અને અમાસની રાતે ચંદ્રોદય થાય ત્યારે એક ભાજનમાં (વાસણમાં) કાળાતલનું કચરીયું (તલવટ) ખાય. અને એક શય્યામાં બંને નિદ્રા લે. તો નિયમ પુત્ર (સંતતિ) પામે. છ મહિના આ પ્રમાણે કરવું. /૧૮ પુરોહિતનું આ પ્રમાણે વચન સાંભળી રાજા પુરંદર અને પ્રિયા સુંદરીએ લગાતાર છ મહિના સુધી વિધિ કરી. પણ પુત્રપ્રાપ્તિ ન થઈ. હવે એકદા આહારની ગવેષણાર્થે મુનિ ભગવંત રાજાને ત્યાં પધાર્યા. ll૧૯ો આહારાદિ વહોરાવીને, સંતાનની ઝંખનાવાળાં રાજા-રાણીએ ગુરુ મહારાજને પૂછ્યું. “હે ભગવંત અમને સંતાનપ્રાપ્તિ થશે કે નહીં?” એટલે મુનિ ભગવંત બોલ્યા. “હે રાજન્ ! તમને અવશ્ય સુંદર એવા પુત્રની પ્રાપ્તિ થશે. પણ તમે મિથ્યાધર્મનું સેવન ન કરશો. જૈનધર્મ ઉપર અવિહડ શ્રદ્ધા ધારણ કરજો .” ૫૨૦ના મુનિ ભગવંતના કહેવા મુજબ જૈન ધર્મની શ્રદ્ધાપૂર્વક આરાધના કરતાં ગુણનિધાન એવો પુત્ર થયો. જે પુત્ર તે તું છે અને તે પુરંદર રાજા તે તારા પિતા થાય. વ્રત ઉચ્ચર્યા પછી મિથ્યાધર્મનું સેવન કર્યું. તેથી અતિચાર લાગ્યો. તેનું પ્રાયશ્ચિત ન લીધું. આલોચના કર્યા વિના દંપતી મૃત્યુ પામ્યાં. તે બોકડો બોકડી થયાં. ર૧ ત્યાંથી તે બંને કૂતરો કૂતરી થયાં. ત્યાંથી ભૂંડ-હંસ-વૃષભ હરણાંના ભાવે યુગલ થયાં. બંને સાથે જ અવતરતાં. છેવટે કરયુગલ પણ થયાં. નંદનવનમાં રમતા આ યુગલને સુલોચન નામના વિદ્યાધરે પકડી પાંજરામાં પૂર્યા. //રરા એકવાર સુલોચન વિદ્યાધરને મુનિ ભગવંત મળી ગયા. તેમનાં વચન સુણી તે વિદ્યાધરે ભૂમિતળને વિષે જંગલમાં તે પોપટ-મેનાને મૂકી દીધાં. તે યુગલ ફરતાં ફરતાં આ વનમાં આવ્યાં. જ્યાં તેણે જિનમંદિર જોયું - જોતાં જ વિચાર કરતાં તે યુગલને જાતિસ્મરણ જ્ઞાન થયું. હૈયામાં વિવેક જાગ્યો. " મંદિરમાં પરમાત્માનાં દર્શન કર્યા, ધર્મની રુચિ થઈ. //ર૩ll તારા પ્રત્યે અપાર સ્નેહના કારણે તે બંને ઊડતાં ઊડતાં તારા હાથ ઉપર આવી બેઠાં. આયુષ પૂર્ણ થવાની તૈયારી હતી. તેથી મૂછ આવી. તે પણ અંતસમય જાણી નવકારમંત્ર સંભળાવ્યો. તે મૃત્યુ પામી ધરણેન્દ્ર અને પદ્માવતી દેવ-દેવી થયાં. આવો ઉત્તમ અવતાર નવકારમંત્રના પ્રભાવે પામ્યા. //ર૪ો. હે રાજન્ ! તારી દઢતા ધર્મમાં કેટલી છે? તે જોવા માટે પૂર્વભવનાં તારાં માત-પિતા અને આ ભવનાં દેવદેવીએ આ પ્રપંચ રચ્યો. મુનિનું વચન સાંભળી ધરણેન્દ્ર દેવ બોલ્યા. સાંભળ ! વત્સ! મુનીશ્વરે જે કંઈ કહ્યું તે સઘળુંયે સાચું છે. //પાત્યારપછી રાજમહેલ ઉપર રત્નની વૃષ્ટિ કરી ધરણેન્દ્ર પ્રિયા સાથે પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. રત્નશેખર રાજા અને રત્નાવતી રાણી બંને જણાએ વળી વ્રતની શુદ્ધિ માટે મુનિભગવંત પાસે ફરીથી બારેય વ્રત ઉચ્ચર્યા ને પોતાના સ્થાને ગયાં. મુનિભગવંત ત્યાંથી વિહાર કરી ગયા. ર૬ll. ગંભીર સ્વભાવવાળા રાજા રત્નશેખર અને મંત્રીશ્વર સાથે મળીને રાજયમાં રહેલા દીનદુ:ખિયાનો ઉદ્ધાર કરતા હતા. ધર્મમાં વિશેષ પ્રકારે દૃઢતાને ધારણ કરે છે. પાંચમા ખંડની દશમી ઢાળ. પૂ. , શુભવીરવિજયજી મહારાજે આ પ્રમાણે પૂર્ણ કરી. //રા ખંડ - ૫ ની ઢાળ : ૧૦ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490