________________
૩૧૪
ધમિલકુમાર રાસ
છે. વળી તેઓને, નામ છે તેવા ગુણવાળો કામમાં સદાયે ઉન્મત્ત રહેનારો કામોન્મત્ત નામે રાજકુમાર છે. રા.
વળી તે રાજાને પુત્ર પછી બે પુત્રી થઈ. જેનું નામ છે. વિદ્યુમ્નતી અને વિદ્યુલ્લત્તા. બંને કુંવરીઓ સારા ગુણોથી ગુણવેલડી સરખી બે પુત્રી છે. કુંવરી બોલે તો જાણે મુખમાંથી ફૂલો ખરે છે. અને જુએ છે ત્યારે લોચનમાંથી જાણે અમીઝરણાં થાય છે. /all તે નગરની નજીક સુવર્ણકૂટ છે. તે કૂટ ઉપર શોભતું શાશ્વત જિનમંદિર છે. તેમાં બિરાજતા પરમાત્માનાં દર્શન કરવા આકાશગમન કરતાં, વિદ્યાચારણ - મહાજ્ઞાની (ત્રિકાળજ્ઞાની) એવા ધર્મઘોષ સૂરીશ્વરજી પોતાના પરિવારયુક્ત ત્યાં પધાર્યા. //૪ll.
સૂરિ અણગારના આગમનના સમાચાર સુણી નગરવાસી સઘળાયે વિદ્યાધરો વંદન કરવા જાય છે. આ વાત કામ પતાકાએ જાણી. તો તે પણ ત્યાં આવી. સર્વ વિદ્યાધરો વિનયપૂર્વક પ્રદક્ષિણા દઈને, મુનિ ભગવંતની સામે યોગ્ય સ્થાને બેઠા. તે વેળા સૌના ભાવ જાણીને સૂરી ભગવંતે ધર્મોપદેશ આપવાનો શરૂ કર્યો. //પા હે ભવ્યજીવો ! અનંતકાળ સુધી સદાયે સુખમાં રહેવાની ઈચ્છા હોય તેવા સ્થાન મોક્ષને મેળવવા ઉદ્યમ કરો. દાન-શીલ-તપ-ભાવનારૂપ ધર્મના ચાર પાયા કહ્યા છે. યથાશક્તિ તે ધર્મનું શરણ સ્વીકારો. પા.
દેશનાને અંતે સૌ વિખરાયા. પછી કામ પતાકા રાણીએ ભગવંતને પૂછ્યું. કે હે ગુરુભગવંત ! અમારી આ બંને પુત્રીનો સ્વામી કોણ થશે ? જ્ઞાનબળે કરીને ધર્મધોષસૂરિ અણગારે કહ્યું કે જે તારા પુત્રને હણશે, તે તારી બંને પુત્રીનો સ્વામી થશે. //દી મુનીભગવંતની વાણી સાંભળીને કામ પતાકા પુત્ર મરણની વાત જાણી ખેદ પામતી અને જમાઈ મળવાની વાતે હર્ષ પામતી એ પ્રમાણે રોષ અને તોષને સમકાળે ધારણ કરતી પોતાના ઘેર આવી. આ સઘળી વાત રાણીએ રાજાને કહી. દિવસો વીતવા લાગ્યાં. એકદા વિદ્યા સાધવાની ઇચ્છા કામોન્મત્તને થઈ. પિતાને પોતાની ઈચ્છા બતાવી. અને પિતાની અનુજ્ઞા લઈને વિદ્યા સાધના કરવા તૈયાર થયો. Ifણા
વિદ્યા સાધના - કહેવાય છે કે શુદ્ધિ સાત પ્રકારની રાખવી. તો કામ સિદ્ધ થાય છે. પૂજાનાં ઉપકરણો (૧), મન-વચન-કાયાની શુદ્ધિ (૨-૪), ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલ સ્વદ્રવ્ય (૫), વસ્ત્રશુદ્ધિ (૬) તથા સ્થાનની શુદ્ધિ (૭) વિધિ શુદ્ધિ - આ પ્રમાણે સાતેય શુદ્ધ હોતે વિદ્યાસાધક - વિદ્યાની સિદ્ધિ કરી શકે છે. ફળ પામી શકે છે. IIટી વિદ્યાસિદ્ધિ માટે કામોન્મત્તે બધી તૈયારી કરી. અને પોતાની બંને બેનોને લઈ સારા રસાલા સાથે કુમાર કનકવાલુકા નદીના કિનારે આ વનઉદ્યાનમાં આવ્યો. સુંદર મહેલની રચના બનાવી બંને બેનોને ત્યાં રાખી. વળી પોતાની સ્ત્રી બનાવવાની આશા-ઇચ્છાએ બંને બેનોને ત્યાં મૂકી તે કામોન્મત્ત પૃથ્વીતળે. ગામ-નગર-શહેર વગેરેમાં ફરવા લાગ્યો. શા
રાજા-મહારાજા-ધનવાન શેઠ – મોટા મોટા સાર્થવાહો વગેરેની જે શ્રેષ્ઠ કન્યાઓ , જે રૂપવાન ગુણવાન અને સારા લક્ષણવાળી હોય. તે જોવા લાગ્યો. જોતાં જોતાં તેને સોળ કન્યાઓ પસંદ પડી. તો સોળે કન્યાનાં અપહરણ કરીને આ મહેલમાં લઈ આવ્યો. ૧૦ના મહેલમાં પોતાની જે બે બેનો હતી તે જ મહેલમાં બેનોની સાથે તે સોળે કન્યાઓને રાખે છે. વળી તે સહુને કહે છે ને વિશ્વાસમાં લે છે કે હું વિદ્યા સાધીને આવીશ. ત્યારે ઘેર જઈને આ સોળે કન્યા સાથે લગ્ન કરીશ. ૧૧મા.
હમણાં તે કામોન્મત્ત વિદ્યાધર ગુપ્તવંશજાલમાં છ માસ માટે શ્રેષ્ઠ વિદ્યાઓને સાધી રહ્યો છે. લગભગ છ મહિના પૂરા થવા આવ્યા છે. સોળે સખીઓ મહેલમાં રહી છે. વિચારે છે કે પિયરીયાને