________________
૩૨૨
-: દોહા :શીતલ જલ પાને કરી, વિકસિત ચિત્ત વિશેષ, સુંદર શુકન નિહાળીને કીધો ગામ પ્રવેશ ॥૧॥ ન્યાયવંત કર્બટ તણો, નામે સુદત્ત નરેશ બાંધવ ચંપાધીપ તણો, પણ બેહુને છે ક્લેશ ॥૨॥ તે નગરી જોતાં થકાં, દીઠું માળી ગેહ, મ્મિલ તસ ઘર ઉતર્યો, માલણ ધરતી નેહ IIના દીધી સોવન સાંકલી, માલણ હર્ષ ધરંત, અહોનિશ ઉભી દાસી જ્યું, કુંવરની ભક્તિ કરંત ॥૪॥ દાને ભૂત વશી હવે, દાને કીર્તિ ઉક્કીક, માઈલ મુખલેપે કરી, જડપણ બોલે મીઠ પા
ધમ્મિલકુમાર રાસ
ચરિત્રનાયક ધમ્મિલકુમાર અટવીની બહાર આવ્યા. તો દૂર દૂર સંબાહ ગામ દેખાયું. બહાર પહેલાં સરોવરની પાળે કંઈક વિશ્રામ લઈને, સરોવરના નિર્મળ ને મીઠા જળનું પાન કર્યું. થાક દૂર કર્યો. પોતે બરાબર સ્વસ્થ થતાં હૈયામાં ઘણો આનંદ થયો. તે અવસરે શુભ શુકન થતાં. શુકન નિહાળીને તે ગામમાં પ્રવેશ કર્યો. ॥૧॥
આ સંબાહ ગામ (કર્બટ એટલે નાનું નગર કહેવાય) નો અધિપતિ સુદત્ત છે. જે રાજા સજ્જન ન્યાયવંત એવો ગુણવાન છે. ચંપાનગરીના રાજા કપિલનો તે લઘુબંધુ છે. (કપિલરાજાની કુંવરી કપિલાની સાથે ધમ્મિલ પરણ્યો હતો.) પણ બંને ભાઈઓને કારણવશાત્ અંદરોઅંદર ક્લેશ થવાથી, ચંપાનગરીથી નીકળી ગયો. અલગ નગર વસાવીને પોતે તે નવા નગરમાં રહે છે. પરિવાર સાથે વસ્યો છે. ॥૨॥
નવા નગરની શોભાને જોતો ધમ્મિલ, રાજમાર્ગ ઉપરથી આગળ જઈ રહ્યો છે. જતાં એવા ધમ્મિલે માળીનું ઘર જોયું. ત્યાં જઈને પોતે પૂછપરછ કરીને માળીને ત્યાં ઊતર્યો. માલણને પણ પોતે રાજી કરી જેથી માલણ પણ મ્મિલ પ્રત્યે સ્નેહ ધરતી, તેનાં કામ હોંશથી ક૨વા લાગી.
IIII વળી કોઈ પ્રસંગને અનુસરીને ધમ્મિલે માલણને સોનાની સાંકળી (સાંકળું) આપી. તેથી માલણ ધણી રાજી થઈ. (દામ કરે કામ બીબી ભરે સલામ) ભેટ મળતાં માલણ તો ખડે પગે કુમારની સેવા ભક્તિ ક૨વા લાગી. ।।૪।।
કહેવાય છે કે, બિલ બાકુલાનાં દાનથી ભૂત-પ્રેતને વ્યંતરો પણ વશ થાય. તો મનુષ્યની શી વાત કરવી ? દાનથી કીર્તિ ફેલાય છે. જડ એવા ઢોલના મુખ ઉપર જો લેપ કરવામાં આવે તો (ઢોલના મુખે લોટના પિંડનો લૂછો મૂકવામાં આવે તો) તે જડ એવો ઢોલ પણ (વગાડતાં) મીઠો અવાજ આપે છે. IIII
આ તો સ્ત્રી. તેને તો સુવર્ણ (સોનું) પ્રિય હોય. તે જ મળ્યું. તો માલણ સ્ત્રી રીઝે એમાં નવાઈ શી ? ધમ્મિલને વશ થઈને માલણ બધું જ કામ કરે છે. ॥૫॥