Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

Previous | Next

Page 415
________________ ૩૬૪ ધર્મિલકુમાર રાસ રહી છે. ૨૨।। સુમતિ મંત્રીશ્વર બોલ્યા. “અહીં તો દૂર દૂર દેશથી રત્નશેખર મહારાજા આવ્યા છે. તે હમણાં દ્યુતક્રીડા કરી રહ્યા છે અને તે રાજા કોઈ સ્ત્રીનું મુખ જોતા નથી. તે માટે હમણાં કોઈ સ્ત્રી મંદિરમાં ન આવે. ૨ા માટે રાજકુંવરીને જઈને કહો કે “અહીંયાં તમારે પ્રવેશ થઈ શકશે નહીં. અમારા રાજા અહીં મંદિરમાં છે તેથી તમને કોઈને મંદિરમાં પ્રવેશવા નહીં દઈએ. તમારો પૂજાપો પાછો લઈ જાવ. જો અહીં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશો તો ક્લેશ કકળાટ મોટો થશે. II૨૪। ત્યારે કુંવરીની દાસી હતી તે મંત્રીને કહેવા લાગી. “એવો તે વળી કયો રાજા છે ? વળી તેનું રૂપ કેવું છે ? જરા મોઢું તો જોઉં ! ॥૨૫॥ ત્યારે ના કહેવા છતાં તે દાસીએ મંદિરમાં પેસવા પ્રયત્ન કર્યો. મંત્રીએ ખોટી ખોટી વારી. છતાં પણ તે દાસીએ ના કહેવા છતાં મંદિરમાં પેસવા પ્રયત્ન કર્યો. અને બળ કરીને મંદિરમાં ઘૂસી ગઈ. રાજાને જોઈ વિચારવા લાગી. ઓહો ! આ તો સાક્ષાત્ કામદેવનો અવતાર લાગે છે. શું રૂપ છે ? ।।૨૬।। મંદિરમાંથી દોડતી દાસી કુંવરી પાસે પહોંચી ગઈ. કહેવા લાગી. આજ તો આશ્ચર્ય જોયું ! આજ તો તમારા ભાગ્યે કામદેવ દેહ ધારણ કરીને રાજા સ્વરૂપે અહીં આવ્યા છે. અદ્ભુત રૂપ છે. I॥૨૭॥ હમણાં તો. તે રાજા, મંત્રી ને બીજા પણ બધા દ્યુતક્રીડા રમી રહ્યા છે. પણ મંદિરમાં કોઈને પેસવા દેતા નથી. આ સાંભળીને કુંવરીને યોગણની વાત યાદ આવી. ઉપદેશમાં કહેલી સઘળી વાત સ્મરણમાં આવી. ।।૨૮। કુંવરીનું ડાબું નેત્ર તે વખતે ફરકવા લાગ્યું અને શુકનવંતા શબ્દો પણ સાંભળવા મળ્યા. કુંવરીએ સખીઓને આજ્ઞા કરી. તમે તમારે અંદર પેસો. તમને કોણ રોકનાર છે ? કુંવરી સહિત સખીઓ એ હલ્લો કરીને મંદિરમાં પ્રવેશ કર્યો. પુરુષો ના પાડતા રહ્યા ને આ બધું મંડળ પ્રવેશી ગયું . ।।૨૯। મંત્રીએ બૂમબરાડા પાડવા માંડ્યા. “રે ના પાડી તો પણ આ બધી સ્ત્રીઓ આવી. સ્ત્રીઓ આવી.' પછેડી લાવો. જલ્દી લાવો. રાજાનું અંગ ઢાંકી દઈએ. જેથી કરીને રાજા સ્ત્રીઓના મુખને ન જુવે. ૩૦ જેમ ચાતકને ચકોરી ચાહે, તેમ રાજાને ઇચ્છતી એવી કુંવરીએ મંત્રીને કહ્યું, “મંત્રીશ્વર ! આનંદ પામો. અમારા આવવાથી તમારા સ્વામીના ચંદ્રવદન સરખા મુખને શા માટે ઢાંકો છો? અમને જોવા ઘો. ।।૩૧।। ફૂડકપટથી ભરેલી એવી સ્ત્રીનું મુખ અમારા રાજા જોતા નથી. વળી કહે છે કે તેમણે નિયમ કર્યો છે કે “પૂર્વભવની પ્રિયા મળશે, ત્યારે તે તેનું મુખ જોશે અને ત્યારે તેમને સુખ થશે. II૩૨॥ તે વખતે રત્નવતી પૂછે છે “તમારા રાજાનો પૂર્વભવનો શું અધિકાર (વૃત્તાંત) છે ? મંત્રીએ રાજાને પૂછ્યું. રાજન્ ! આ કુંવરી તમારો સઘળો વૃતાંત જાણવા ઇચ્છે છે તો કહું ? રાજાએ ડોકું હલાવી હા કીધી. એટલે મંત્રીએ કહેવાનું શરૂ કર્યું. “અયોધ્યા નગરી હતી. તે નગરીના બહાર મોટું વન હતું.” ॥૩॥ તે વનમાં હરણ-હરણીનું યુગલ રહેતું હતું. વનવગડાનાં સઘળાં દુઃખોને ભૂલીને બંને જણા સ્નેહપૂર્વક રહેતાં હતાં. એક દિવસ સીતાપતિ મુનિરાજ શ્રી રામચંદ્ર મુનિ વિહાર કરતાં તે વનમાં આવ્યા. કોઈ કઠિયારાને ઉપદેશ આપતા હતા. તે ઉપદેશ (દૂર નહીં તેમ ઘણા નજીક નહીં રહેલા) હરણ-યુગલે સાંભળ્યો. II૩૪ યુગલે ઉપદેશ સાંભળીને પર્વતિથિએ ઉપવાસ કરવાનો નિયમ મનમાં ધારણ કર્યો. લીધેલા વ્રતનું પાલન બરાબર કરતાં, આયુષ્યનો ક્ષય થતાં અમારા રાજા કહે છે હું રત્નશેખર રાજા થયો. અને હરણી કોણ જાણે કયા સ્થાને ગઈ હશે ? ।।૩૫।। રાજાએ એકવાર ચંદ્રમંડલમાં હરણ જોયું. તે પછી ઊહાપોહ કરતાં રાજાને જાતિસ્મરણ થયું. તે જ્ઞાનબળે રાજાએ પૂર્વભવ જોયો. રાજાનો ભવ બદલાઈ ગયો. હરણ મટી રાજા થયો. પણ પૂર્વભવનો સ્નેહ હજુ ખસતો નથી. ।।૩૬।।

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490