________________
ખંડ - ૫ : ઢાળ - ૪
૩૨૫
રે ! બેન માલણ ! પણ આ પંખાનું મૂલ્ય ? એ સવાલાખમાં વેચવાનો છે. કોઈ પૂછે તમને કે...અહોહો ! સવાલાખનો. આ પંખાની એવી શી વિશેષતા છે કે જેનું મૂલ્ય આટલું બધું ઊંચું? કોણે બનાવ્યો? તો કહેજો અમારે ઘેર એક પરદેશી આવ્યો છે. તેણે બનાવ્યો છે અને તે પંખાના ગુણો શું છે તે જ જાણે છે. ૩માલણ તો પંખો લઈને ભરી બજારના ચોક મધ્યે આવી ઊભી છે. જુદા પ્રકારનો પંખો જોવા માણસ ભેગા થયા. કિંમત પૂછે છે. માલણ કહે “સવા લાખનો”. સાંભળીને સૌ આભા બની ગયા. વળી પૂછ્યું કે પંખામાં એવા કયા ગુણો છે જેની કિંમત આટલી મોટી ? માલણ કહે મારે ઘેર પરદેશી આવ્યા છે. તેમણે આ પંખો બનાવ્યો. ને સવાલાખમાં વેચવાનો પણ તેમણે કહ્યો. તે સાંભળી લોકો માંહોમાંહે વાત કરવા લાગ્યા. આ માલણને ત્યાં કોઈ દેવસ્વરૂપી પરદેશી આવ્યો લાગ્યો છે. અજાયબી જેવો પંખો કેવો સરસ બનાવ્યો. પરદેશીને જોવા લોકો પણ ત્યાંથી માલણને ઘેર ગયા. ૪ો. | તીર્થની યાત્રા કરવા જેમ લોકો ઊમટે, તેમ માલણના ઘરે ટોળેટોળાં ઊભરાવા લાગ્યાં. તેજસ્વી કુમાર ધમિલને જોઈને, લોકો પણ કુમારને અનેક પ્રશ્નો પૂછવા લાગ્યાં. કુમાર પણ સૌને જોયા કરે. પણ એક અક્ષર ન બોલે. બોલનારાની વાતો સાંભળે. પણ એકેયનો જવાબ ન આપે. પૂછી પૂછીને લોક પાછા ફર્યા. પણ કુમાર કોઈપણ પ્રકારનો જવાબ આપતો નથી. //પા. હવે તે સમયે પુરોહિતની પુત્રીને તીવ્ર શૂલ રોગ ઉત્પન્ન થયો છે. વૈદ્ય-ગારૂડી મંત્ર અને તંત્ર જાણનારાને બોલાવી અનેક ઉપાયો કર્યા. ભારે કર્મીને ઉપદેશ આપેલો જેમ નિષ્ફળ જાય છે તેમ કુંવરી માટે કરેલા સઘળાયે ઉપાયો નિષ્ફળ ગયા. શૂલરોગ શાંત ન થયો. //૬ll
કન્યા ઘણી પીડા પામી રહી છે. હવે આ બાજુ બજારમાં ચાલતી પંખાની વાત ધીરે ધીરે પુરોહિતના કાને સાંભળવામાં આવી અને તરત જ પુરોહિતે પોતાના માણસને તે પરદેશીને લેવા માટે મોકલ્યો. ત્યારે ધમિલે કીધું કે “જેને તરસ લાગી હોય તે કૂવા પાસે જાય. કૂવો કંઈ સામે ચાલીને કોઈની પાસે જતો નથી.”ાશા પુરોહિતની પાસે તે માણસ પાછો આવ્યો. સર્વ હકીકત કહી. તે સાંભળી પુરોહિત વિચારવા લાગ્યો કે આ પરદેશી ઘણો બુદ્ધિશાળી ને ઘણી વિદ્યાનો જાણકાર લાગે છે. પોતાની પુત્રીને રથમાં લઈને પુરોહિત માલણને ઘેર આવ્યો. ધમિલે બરાબર જોયું કે કન્યા શૂલરોગથી અતિશય પીડાય છે. પોતે બનાવેલ પંખાને પાણીથી ભીંજવી નાંખ્યો. તે પછી તે પંખો કન્યા ઉપર પવન નાંખવા લાગ્યો. પાણી ભરેલો પંખો પવન સાથે પાણીનો પણ છંટકાવ કન્યા ઉપર થવા લાગ્યો. જલછંટકાવ થતાં કન્યા ઉપર ઔષધિનો પણ સ્પર્શ થવા લાગ્યો. તે સ્પર્શ થતાં તે ક્ષણે શૂલરોગ શાંત થયો. કન્યા કંઈક સ્વસ્થ થઈ. ધીમે ધીમે નિર્મૂળથી રોગ ચાલ્યો ગયો. હવે કન્યા તદ્દન નીરોગી થઈ. ૮||
પુરોહિત પણ કન્યા સારી રીતે તદન સાજી થતાં આનંદ પામ્યો. તે એક લાખ દિનાર (મુદ્રા) કુંવરને આપવા લાગ્યો. પણ તેણે એક પણ મુદ્રા હાથમાં ન લેતાં પુરોહિતને કહ્યું - હે ભાગ્યશાળી ! તમારી પુત્રીને સોળે શણગાર સજાવી તમારા રાજા પાસે લઈ જાઓ અને સર્વ હકીકત રાજાને જણાવો. તેથી વિશેષ મારે કંઈ જોઈતું નથી. આ પ્રમાણે કહી પુરોહિતને રજા આપી. II આ નગરનો જે સુદત્તરાજા તેને વસુમતી નામે પટ્ટરાણી છે તે દંપતીને સંસારસુખ ભોગવતાં એક પુત્રીની પ્રાપ્તિ થઈ. જેનું નામ પદ્માવતી છે આ કુંવરી ૬૪ કળામાં નિપુણ થઈ ચારે બાજુ ખ્યાતિ પામી. /૧૦ના
પણ હમણાં કુંવરી કોઈ પૂર્વના અશુભ કર્મના ઉદયે ઘણા રોગોથી પીડિત હતી. રાજાએ દેશપરદેશથી વૈદ્ય-હકીમો બોલાવીને ઘણા ઉપચાર કરાવ્યા. છતાં કંઈ ફાયદો ન થયો. ૧૧ પુત્રીની