________________
૩૪
ધર્મિલકુમાર રાસ
પણ જ્યારે તે રત્નશેખર રાજાને જોશે ત્યારે તે તેના ઉપર રાગવાળી થશે. તે રાજા તે કન્યાને પરણશે. તે તું જાણ.” liદી આવી અદશ્યવાણી સાંભળી રાજા મનમાં વિચારે છે. મારા નામ સાથે જેના નામની સરખામણી મને સંભળાય છે. તે સ્ત્રી કોણ હશે? જો તે કન્યા મને મળી જાય તો જ હું મારો જન્મ સફળ માનું. નહીં તો ભારભૂત દેહને ધારણ કરવાનું કામ પણ શું? llણી
રત્નાવતીમાં મુગ્ધઃ-આ જ ચિંતામાં રાજા મંત્રી સાથે મહેલમાં આવ્યો. રત્નાવતીના રાગમાં મુગ્ધ બનેલો રાજા, નિદ્રા માટે સજ્જ થયા છોડીને, તૂટી ખાટ ઉપર જઈને પડ્યો. મંત્રીએ આવીને પૂછ્યું. રાજ! આજે આપ તૂટી ખાટ ઉપર કેમ? રાજાએ મંત્રીને પાસે બેસાડીને હૈયે જે વાતની ચિંતા હતી તે મંત્રીને કહી. તે સાંભળી મંત્રી કહે હે મહારાજ ! જેને આપણે નજરે જોઈ નથી. ગામ-નગર અને કોણ તે કન્યા? કશી ખબર નથી. તો આ કન્યાનો મેળાપ સંભવે કઈ રીતે? Iટા રાય કહે. મંત્રીજી ! રત્નાવતી વિના હું જીવી શકીશ નહીં.” રાજાની વાત સાંભળી મંત્રી વિચારે છે “રે ! જીવોને કામવિકાર દુર્જય છે. વિશ્વનું ભક્ષણ કરે તો - મરણ થાય છે. જયારે વિષયો તો સ્મરણ કરવામાં જ મોતને નોતરે છે. તો હવે રાજાને સમજાવવા ? રાજાને જીવાડવા માટે કાલક્ષેપ થાય તેવો ઉપાય કરવો પડશે. જેથી રાજા બચી જાય.” \\ી
આ પ્રમાણે વિચારીને મંત્રી કહે, “રાજનું ! જો એમ જ છે. રત્નવતી નામ થકી આપના મનમાં વસી ગઈ છે? તો તો મારે તેને શોધી લાવવી પડશે. મહારાજ ! અમે સાત મહિનામાં શોધી લાવશું. આપ હવે ચિંતા છોડો. આપણું રાજ્ય સંભાળી લ્યો. બરાબર સંચાલન કરવા લાગો. ને રાજા પણ મંત્રીનાં વચનો સાંભળી ઘણો આનંદ પામ્યો. રત્નવતીની શોધ માટે રાજાએ મંત્રીને આજ્ઞા કરી. મંત્રીએ પણ આજ્ઞા સ્વીકારી, રાજાને નમસ્કાર કરી, રત્નાવતીની શોધમાં ચાલ્યો. ૧૦ના
મંત્રીશ્વર કન્યાની શોધમાં ચુનંદા સુભટો સાથે મંત્રીશ્વર નગર બહાર નીકળ્યા. શુકન જુએ છે ચારે દિશામાં નજર દોડાવે છે. દક્ષિણ દિશામાં શુભ શુકન જણાતાં મંત્રીએ તે દિશામાં પગ ઉપાડતાં પૂર્વે શ્રી મહામંત્ર નવકારનું સ્મરણ કરી દક્ષિણ દિશા તરફ ગમન (ચાલવાનું) શરૂ કર્યું. ગામ નગરો દેશ વન પર્વતની હારમાળા અનુક્રમે ઓળંગતા મંત્રી પરિવાર સાથે આગળ વધી રહ્યા છે. કુદરતી દ્રશ્યો જોતાં જોતાં મંત્રીશ્વર સુંદરમજાના એક નંદનવનમાં પહોંચ્યા. I/૧૧/ નંદનવનમાં સુંદર મઝાનું પરમાત્માનું ચૈત્ય જોવામાં આવ્યું. જોતાં જ સૌ હરખાયા. કૈલાશ પર્વત સરખું આ જિનાલય હતું. ભોંયતળિયું રત્નમય હતું. મંદિરના થાંભલા સોનાના હતા. મંદિરની ભીંતો અને શિખર રત્નમય હતાં. આ જિનમંદિર ઉપર ફરકતી ધજા, પથિકોને બોલાવતી ન હોય? તેવી શોભી રહી હતી. મંદિરને ફરતી ફળફૂલોથી ભરપૂર જુદાં જુદાં વૃક્ષોની શ્રેણીઓ હતી. જે શોભામાં વધારો કરતી હતી. /૧૨
જંગલમાં મંગલ શ્રી જિનમંદિર - સુમતિમંત્રી ચુસ્ત જૈન હતા. જંગલમાં મંગલમય મંદિર જોતાં ઘણો આનંદ પામ્યા. નજીકમાં વહેતી નદીના પાણીએ મંત્રીએ સ્નાન કર્યું. વૃક્ષ ઉપરથી સુંદર મજાનાં તાજાં ફૂલો અને ફળો ઉતાર્યા. નદીમાંથી પાણી સાથે લીધું. વિધિપૂર્વક સર્વવસ્તુ સાથે લઈને મંત્રીશ્વરે પરમાત્માના મંદિરમાં “નિરીતિ-નિતીતિ-નિશીહિ” ત્રણ વાર કહીને પ્રવેશ કર્યો. મૂળનાયક પરમાત્મા શ્રી મુનિસુવ્રત સ્વામી બિરાજમાન હતા. પ્રતિમા મણિમય હતી. વિધિપૂર્વક પૂજા કરી. ભાવસ્તવના સાથે નમસ્કાર કરીને મંદિર બહાર આવ્યો. [૧૩] તે જ સમયે દિવ્ય સ્વરૂપવાન નવયૌવના એક કન્યા રંગમંડપમાં આવતી જોઈ. કન્યાના હાથમાં પરમાત્માને પૂજવા યોગ્ય પૂજાપાની થાળી હતી. સુંદર મજાના સોળે શણગાર સજેલી કન્યા જોતાં સૌ આશ્ચર્ય પામ્યા. ચંદ્રવદની સરખી કન્યા જઈ મંત્રી વિચારે