________________
ખંડ -૫ : ઢાળ - ૮
૩૪૯
વળી તે ઘણા દિને પતિ-પત્ની ભેગા થયેલાં. તે રાત્રિએ પ્રેમઘેલાં પ્રેમીપંખીડાંએ રતિક્રિયાનાં સુખ માણ્યાં. નિયમ વીસરાઈ ગયો. તે રાત્રે કોઈ જીવ ગર્ભપણે અવતર્યો. તે શેષ રાત્રિ બંને જણાએ વાતોમાં પૂરી કરી. અને ત્યાં ધનશેઠે શેઠાણીને પૂછી લીધું. હે પ્રિયે ! વિદ્યાની વાત તેં કોઈને મુખે કહી હતી ? શેઠાણી કહે હે સ્વામી ! મેં મારી સખીને એકાંતમાં તમારી તીર્થયાત્રાની સઘળી વાત કહી હતી. ત્રીજું કોઈ ત્યાં હાજર હતું જ નહીં. શેઠ સમજી ગયા કે મારી વિદ્યા નષ્ટ થઈ ગઈ. હવે તે વાતનો અફસોસ કરવો નકામો છે. મેં જ ભૂલ કરી છે. મારે જ વાત કરવી ન જોઈએ. ॥૨૯॥ સમય જતાં શેઠાણી શ્રીમતીએ પુત્રીને જન્મ આપ્યો. તે બાળા આઠ વરસની થઈ. તે સમયે કોઈ કેવલી ભગવંત વિચરતાં પધાર્યા. સૌ દર્શન વંદને ગયાં. સમય જોઈને ધનશેઠ પૂછે છે હે ભગવંત ! અમારી હવે પછી ગતિ કઇ થશે ? ભગવંત કહે. હે મહાનુભાવ ! “તમે દંપતી યક્ષ-યક્ષિણી થશો.” શેઠ કહે હે પ્રભુ ? ‘વિરતિધર શું વ્યંતર નિકાયમાં જાય ?” સ્વામી, મેં સાંભળ્યું છે કે વિરતિવાળા તો વૈમાનિકમાં હોય ? ।।૩૦ા
ગુરુ કહે.. તમે સાંભળ્યું છે તે સાચું છે. પણ વ્રતભંગના સમયે તમે આયુષ બાંધ્યું છે. માટે તમે અટવીમાં યક્ષ થશો. આ અટવીના સ્વામી થશો અને વનમાં રત્નશેખર રાજાનો મંત્રી આવશે. જે તમારી પુત્રી લક્ષ્મીનો ભરતાર થશે. ।।૩૧।। આ પ્રમાણે કેવલીમુખેથી સાંભળી અમે ઘેર ગયાં. આયુષ પૂરું થતાં અમે બંને આ વનમાં યક્ષ-યક્ષિણી રૂપે જન્મ્યાં. અહીં જિનાલય બંધાવીને, અને પુત્રીને પણ રાખીને રહ્યાં છીએ. જ્ઞાની ભગવંતે જે પ્રમાણે કહ્યું હતું તે મુજબ તમને મળવાનું થયું. માટે હવે ઉત્સાહ ધરીને આ કન્યાને પરણો. ॥૩૨॥
પાંચમા ખંડની આ સાતમી ઢાળ કહી. તેમા સુંદર એવા વ્રતનો મહિમા ગાયો. હે ભાગ્યશાળી ! શ્રી શુભવીરવિજયજી મહારાજે વ્રત વિરાધે કેવાં ફળ મળ્યાં તે વાતો કહી. માટે વ્રતની વિરાધના કરશો નહીં. કેમ કે આરાધનાથી જ નિશ્ચે સદ્ગતિ મળે છે. II૩૩૫
ખંડ - ૫ ની ઢાળ : ૭ સમાપ્ત -: દોહા :યક્ષ વચન મંત્રી સુણી, કહે સાચી કહી વાત; પણ નૃપ કામે નીકળ્યો, તે હુએ વિશ્વાસ ઘાત ॥૧॥ જક્ષ કહે પરણો પ્રથમ, પછે કરેયો કામ; સાહાય્ય કરશું તુમ તણી, મન રાખો આરામ. ॥૨॥ તવ મંત્રી પરણ્યા તિહાં, કૃત સુર મહિમ અચ્છેહ; જક્ષ કહે તુમ સ્વામિનું, કાર્ય કિશું કહો તેહ. IIII વાત સકલ સચિવે કહી, સુણી કહે અવિધ બલેણ, સગસય જોયણ જલધિમાં, સિંહલદ્વિપ વરેણ II૪ જયપુર જયસિંહ ભૂપતિ, ભૂપતિમાંહે સિંહ, રતનવતી બેટી સતી, તરૂવ્યંતર કહી જેહ. ||૫|| એમ સુણી મંત્રી ચિંતવે, અહો બલી કામ કહાય; દૂર દેશ બાણે કરી, વનિતા વિંધ્યો રાય. IIII