________________
૩૨૮
ધમ્મિલકુમાર રાસ
પેલા શિયાળિયાએ ના પાડી. હું તો જઈશ. બધા શિયાળો ચાલ્યા ગયા. પણ વાડીમાં ઘૂસવાની ઇચ્છાવાળો શિયાળ અને તેની પત્ની બે રહ્યાં. વાડીને તારથી બાંધેલી હતી. છતાં શિયાળ વાડીમાં ઘૂસવા માટે કૂઘો. સીધો જ તારમાં બિચારો ભરાઈ ગયો. ન અંદર જવાયું, ન પાછું બહાર નીકળી શકાયું. અવાજ થતાં માલિક આવી પહોંચ્યો. તે પહેલાં પત્ની શિયાળણીએ પણ તાર તોડવા પ્રયત્ન કર્યો. તાર તોડીને પતિને બહાર કાઢી લેવા પ્રયત્નો ઘણા કર્યા. તાર તૂટી ન શક્યા. માલિક આવી પહોંચ્યો. માલિકને આવતો જોઈને શિયાળણી પણ ભાગી ગઈ. માલિકે કૂહાડાનો ઘા શિયાળીયાનાં સ્કંધ ઉપર કર્યો. આ રીતે બંવર્ગ હોવા છતાં શિયાળ મરાયું. IIII
હે ઉત્તમજન ! આ જગતમાં મિત્ર તો ઘણા મળે, પણ બાંધવની જોડ મળવી દુર્લભ છે. દુષ્કર પણ છે. પણ હજુ જગતમાં એવો મને મળ્યો નથી કે જે મારા ભાઈ સાથે સંધિ કરાવે આપે. ભાઈ ! જગતમાં ભાઈ તો જમણા હાથ સરખા છે. પ્રીતની સંધિ થાય તો મારા બધા જ કોડ પૂરા થાય. તો ભાઈ થકી હું સનાથ થાઉં II૪ + ૫। ત્યારે ધમ્મિલે કહ્યું - હે રાજન્ ! તમારી ઈચ્છા ભાઈ સાથે સંધિની છે અમે જરૂર તમારું કાર્ય કરશું. જેથી તમારા બંને ભાઈ વચ્ચેનો સ્નેહ-પ્રેમ વધુ મજબૂત બને. III ` ચંપાનગરી તરફ :- ધમ્મિલની વાત સાંભળી સસરા સુદત્ત ઘણા આનંદ પામ્યા. તે આનંદને પ્રગટ બનાવવા રાજાએ પોતાના હાથે જમાઈરાજાને ખુશાલીનું પાનનું બીડુ આપ્યું. કુમારે પણ પોતાના મહેલે જવાની રજા માંગી. રાજાએ રજા આપી. કુમાર પોતાના આવાસે ગયો. કેટલાક દિવસ પછી કુમારે ચંપાનગરી જવા માટે રાજા સુદત્ત પાસે આજ્ઞા માંગી. આજ્ઞા મળતાં કુમારે શુભશુકને ચંપાનગરી તરફ પ્રયાણ કર્યું. ગામોગામ જતાં અનુક્રમે ચંપાનગરીએ પહોંચ્યો. IIII
ઘણા સુભટોથી પરિવરેલો કુમાર અનુક્રમે ચંપાનગરીના મુખ્ય દરવાજા પાસે આવી પહોંચ્યો. કુમારે દ૨વાજાની અંદર જોયું. તો લોકોનો ઘણો કોલાહલ થઈ રહ્યો હતો. લોકો નાસભાગ કરતા ને મોટા મોટા અવાજે બોલતા દેખાયા ને સંભળાયા. કુંવર વિચારમાં પડી ગયો. દરવાનને પૂછવા લાગ્યો કે આ નગરીમાં આ શાનો કોલાહલ થઈ રહ્યો છે ? ।।૮।। તે દરવાન શું કહે છે તે સાંભળો. ઢાળ પાંચમી
(ઘોડી તો આઈ થારા દેશમાં..મારૂજી...એ દેશી)
દરવાન બોલે સાંભળો, સાહેબજી, ભલે પધાર્યા આજ હો. અલબેલા જુએ સહુ વાટડી
ખળવદને ૨૪ ખેરવી, સાહેબજી, લાખ લોક વધી લાજ હો...અલબેલા..॥૧॥ કપિલ રાય કરિ મદ ચઢ્યો, સા. ભાંગી આલાનનો થંભ હો,
હાટને ઘ૨ પાડે હેલમાં, સા. ચાલત વેગ અચંભ હો...અલબેલા..૨/ વિ વશ થાયે કોયથી, સા. કરત કોલાહલ લોક હો,
નુકશાન બહુ નગરે કરે, સા. રાય સચિવ ધરે શોક હો...અલબેલા..ગા જાણુ સાહિબ તુમે ઝાલસ્યો, સા. કહીને ગયો દરવાન હો; વિમલસેનાને વધામણી, સા. દેત વચન બહુમાન હો...અલબેલા..l॥૪॥