________________
૩૩૦
ધમ્મિલકુમાર રાસ સુંઢાલ ગામ કરે ગ્રહી, સા. બેસી ખંધ પ્રદેશ ગજ શિક્ષા કુશળ કરી, સા. ભમરી દીએ સવિશેષ..અલબેલા..રવા નિર્મદ હસ્તિ થઈ રહૃાો, સા. ઉભો રહી ધૂણે શીશ રજજુ લગે ધરી અંકુશે, સા. હણીયો પાડે ચીશ. અલબેલા.૨૧ મહાવત ચડીયો શિરપડે, સા. કુંવર ઉતરીયો હેઠ અજપરે ગજ રજ લોઠતે, સા. આલાને બાંધ્યો ઠેઠ..અલબેલા.રરા નિરખે અચ્છેરૂ નાગરા. સા. વિસ્મય પામ્યો રાય; તેડે કુંવર ન૫મંદિરે, સા. સાસુને હરખ ન માય. ..અલબેલા..ર૩ ઘર ઘર હરખ વધામણા, સા. કુંવરતણા ગુણ ગાય વાત કુશળ સંપથી, સા. કરીય વિસર્જે રાય; ..અલબેલા..ll ૨૪ મલપતો કેશરી સિંહ યે સા. નિજ ઘર હર્ષ ભરેણ હો. આવ્યા સેવક પય નમે, સા. કમળા ઉતારે લૂણ..અલબેલા../રપા વિમળસેના મળી પ્રેમશું સા. કંચુક તંગ શરીર, પાંચમે ખંડે પાંચમી સા. ઢાળ કહે શુભવીર..અલબેલા...રદી,
હાથીને ઉત્પાત્ત - દરવાન ધમિલને ઓળખી ગયો. અહોહો! આ તો રાજાના જમાઈ છે. કુમારની વાત સાંભળી દરવાન બોલ્યો. સાહિબ સાંભળો ! આપ ભલે પધાર્યા. રાજા-રાજપરિવાર અને નગરજનો તમારી રાહ જોઈ રહ્યા છે. દુર્જનના મોઢાની ધૂળ ખંખરીને તમે, લાખો લોકોમાં લાજ વધારી છે. [૧]
સાહેબ ! આપણા રાજા કપિલ મહારાજનો હાથી. હાથીશાળામાંથી આલાન ઉખેડી નાખીને બહાર નીકળી ગયો છે. કેમ કે હાથી મદે ચડ્યો છે. નગરના રાજમાર્ગે આવી ઘણો તોફાને ચડ્યો છે. મહાવતના વશમાં આવતો નથી. શેરીઓ - બજારોમાં બધાની દુકાનો. ઘર ભાંગવા લાગ્યો છે. જો માણસ કે પશુ વચમાં આવી જાય તો તેને ઉછાળીને ભોંયે પછાડે છે તેથી નગર આખુંયે ખળભળી ઊઠ્યું છે. લોકો કોલાહલ કરી રહ્યા છે. હાથીએ તો નગરમાં ઘણું નુકસાન કરવા માંડ્યું છે તેથી રાજા-મંત્રી વગેરે ઘણા ચિંતામાં છે. ૨+૩.
દરવાન વળી આગળ બોલ્યો...હે કુમાર ! મને લાગે છે તે હાથીને તમે જ વશ કરશો. તમે જ તેને ઝાલશો. આટલું કહેતાં હાથી આવતો જોઈ તે દોડીને વિમલસેના પાસે વધામણી આપવા પહોંચી ગયો. ધમિલકુમાર આવ્યાની વાત કરી. ૪ો વધામણીના પુરસ્કારમાં વિમળાએ ઘણા હર્ષ સાથે દરવાનને સોનાનું કંકણ આપ્યું. દરવાન કંકણ લઈને રવાના થયો. જયારે આ બાજુ શબ્દશુકન મેળવી ધમ્મિલે નગર દરવાજે પ્રવેશ કર્યો અને ત્યાંથી અનુક્રમે ચૌટામાં પહોંચી આવ્યો. //પી.
ચૌટામાં તે વખતે સાર્થવાહનો કોઈક પુત્ર આઠ કન્યાઓને સાથે લઈને હવણ મહોત્સવ માટે ઘણા ઠાઠથી વાજતે ગાજતે જતો હતો. દી આ જતા ટોળાને જોઈ ધમ્મિલે ચૌટામાં રહેલા માનવમેદનીના કોઈ એક માણસને પૂછ્યું. રે ભાઈ ! આ શું છે? ત્યારે તે ભાઈએ કહ્યું કે અહીં રહેતા ઈન્દ્રદત્ત નામના સાર્થવાહનો પુત્ર સાગરદત્ત નામથી છે. Iણા