________________
ખંડ - ૫ : ઢાળ - ૩
૩૧૦
'ધમ્મિલની વાત સાંભળીને, દુઃખિત થયેલી બાળાની આંખે આંસુ ભરાયા. રડવા લાગી, હૃદયમાં ખેદ પણ ઘણું પામી. બે ઘડી પછી કંઈક સ્વસ્થ થઈને મિત્રસેના બોલી. “કર્મની ગતિ વિચિત્ર છે. નિશે તેને ભોગવવી જ પડે. કર્મની ગતિને કોઈ પીછાની શકતું નથી.” III તે વખતે ધમ્મિલ પણ સુંદરીને આશ્વાસન આપતાં બોલ્યો. “હે બાળા ! મનમાં ખેદ ન કરશો. જ્ઞાની ભગવંતે દીઠું હશે તે જ થાય છે. માટે ખેદ ન કરવો. જે બનવાનું છે તે બનશે. તેમાં કોઈ ભેદ કરી શકે નહીં. ભવિતવ્યતા બળવાન છે.” રા.
મિત્રસેના કહે છે. આર્યપુત્ર! આપ અહીં ઘડી ક્ષણ માત્ર થોભો. હું તે મહેલમાં જઈને મારી સખીઓને આ વાત કરું. આ સઘળી બીના કહીશ. //all તે વૃતાંત સાંભળીને જો તમારા ઉપર રાગવાળી થશે. તો મહેલની અટારીએથી લાલધ્વજ ફરકાવીશ અને જો સૌ વિરક્ત મનવાળી થશે. તો સફેદ ધ્વજ લહેરાવીશ. //૪ll જો વળી આપ રક્તવર્ણથી ધ્વજા જુઓ તો આજ જગ્યાએ અહીં તમે સ્થિર થજો. અર્થાતુ થોભજો . જો શ્વેતવર્ણ ધ્વજા જુઓ તો દૂર ચાલ્યા જજો . આ પ્રમાણે કહીને મિત્રસેના ઉતાવળી ગતિએ વિદ્યુત્પતિની પાસે પહોંચી ગઈ. //પીતેણીએ આપેલા સંકેત મુજબ ધ્વજ જોવાને માટે ધમિલ તે વૃક્ષ પાસે ઊભો છે. પણ તેનું ચિત્ત તો તે બાળામાં રક્ત થયું છે. જેમ ઉપશમ ગુણસ્થાનકે ચઢેલો અણગાર થોડો સમય સ્થિર રહે તેમ, ધમિલ તે સ્થાને બે ઘડી સ્થિર થઈને રહ્યો. ૬ll.
જેત ધજા ફરકી - થોડો સમય ગયો. ત્યાં તો ધ્વજા ફરકી. ધમ્મિલ ટગર ટગર ધ્વજા સામે જોઈ રહ્યો છે. પણ ધ્વજા તો સફેદ વર્ણની જોઈ. તેથી જાણી લીધું કે તે બાળાઓ બધી જ મારા ઉપર વિરક્ત થયેલી છે. તેમ જાણી કુમાર નદીકિનારે કિનારે દૂર દૂર ચાલવા લાગ્યો. IIણી - કુમાર જંગલની વાટે -ત્યાંથી કુમાર મધ્ય અટવીમાં પહોંચતાં એક વૃક્ષની નીચે ચાર યોગીબાવા. અંદરોઅંદર ઝઘડતા જોયા. તેમની પાસે કુમાર પહોંચી ગયો અને પૂછવા લાગ્યો. l૮ ન રે યોગીરાજ! ઘરબાર છોડી જોગી થયા. જંગલમાં વસો છો. ઠંડી-ગરમી-વર્ષા વગેરે ઋતુઓની વેદના સહો છો. વળી ઘર ઘર ફરી. માંગીને ભિક્ષાથી ભરણપોષણ કરો છો. તો વળી તમારે શા માટે ઝઘડા કરવા? શેના ઝઘડા કરો છો? Icલા
એક જોગી આગળ આવીને કહેવા લાગ્યો. “હે ભલા ભોગી ! તમે અહીં ભલે પધાર્યા. તમે અહીંયાં અમારી જોડે રાત્રિ રહો. અમે તમારી અતિથિ માનીને પૂજા કરશું. રહેશો તો અમારો ઝઘડો મિટશે. ૧૦ના આપ અમારી વાતો શાંતિથી સાંભળજો . અમારા ક્લેશને તમે જ દૂર કરી કરશો. અમારો ઝઘડો તમે દૂર કરશો. અમે તેથી સુખીયા થઈશું. અને તમને પણ મોટો લાભ થશે. ||૧૧||
યોગીબાવાની વાત સાંભળી. સજ્જન ધમ્મિલકુમાર ગિરિગુફામાં રાતવાસો રહ્યા. ઉત્તમ એવા - કુમારનો દાક્ષિણ્યગુણ જોઈને, મુખ્ય યોગીએ પોતાની બધી વાત કહેવાની શરૂઆત કરી. //૧૨
ઢાળ ત્રીજી
(રાગ - બંગાલ..એ દેશી) જોગી કહે સુનો રાજકુમાર, ગનતે સુખ દુઃખીયા સંસાર, ચિત્ત ચેતલો, રૂડી જ્ઞાનકી બાત ચિત્ત ચેતલો, તન ધન ઘરપર રાગ અથાહ, લાખમેં અંશે ધર્મ ન ચાહ...ચિત્ત..III