________________
૨૪૮
ધમિલકુમાર રાસ
કારણ કે જયારે પણ પ્રસંગ આવ્યો હશે ત્યારે મેં જોયું છે કે વિમળા, ધમ્મિલની સાથે કોઈ જાતની વાતચીત કરતી નથી. બંને વચ્ચે બોલવા કે ચાલવા કે બીજો પણ કોઈ વ્યવહાર મેં જોયો નથી. આ
સ્ત્રી ધમિલને સમર્પિત નથી. વાત સાંભળી રાજકુમાર બોલ્યો કે “ખરેખર તને એવું દેખાયું? શું આ વિમળા ધમ્મિલની પત્ની નથી ? આવતી કાલે આપણે સૌ ભેગા થઈને પરીક્ષા કરીએ. //રા
તો શું કરવું? વિચારીને બધાએ સંપીને એક નિર્ણય કર્યો. આવતી કાલે આપણે સૌ મિત્રો, સૌ પોતપોતાની પત્ની સાથે જલક્રીડા કરવા સરોવરે જવું અને પાસે રહેલી વાડીમાં સૌ એ ઉજાણી કરવી. રમવું - હરવું – ફરવું અને બધાએ વાડીમાં સાથે જમવું. નક્કી કર્યા પછી યુવરાજે ધમિલને પણ કહેવરાવ્યું કે આવતી કાલે ઉજાણી અને જલક્રીડા મિત્રો સાથે ગોઠવી છે. સૌએ પોતપોતાની પત્ની સાથે વાડીએ આવવું. તમે પણ સમયસર આવજો. #all
ધમિલ સમજી ગયો કે આવતી કાલે આપણી વાત ખુલ્લી થઈ જશે. વિમળા સમજતી નથી અને તરત જ કમળાને કહેવા લાગ્યો. “હે માતા ! ધર્મસંકટ આવ્યું છે.” તેના મુખ ઉપર ગ્લાનિ છવાયેલી જોઈ કમળા બોલી. “હે વત્સ ! કેમ ઉદાસ ! ધર્મ સંકટ શું આવ્યું છે ?” ધમ્મિલ કહે “મા ! આવતી કાલે આ ચંપાનગરીમાં મારી લાજ જશે. અત્યાર સુધી સાચવીને વધારેલી આબરૂ ચાલી જશે. અને સઘળી બીના કહી સંભળાવી. તે સાંભળી કમળા પણ ચિંતામાં પડી. ધમ્મિલ કહે છે “મા! બીજું તો ઠીક, પણ ત્યાં તો મારા મિત્રો મારી હાંસી ઉડાવશે. રાજકુમાર આ બધું જોશે તો મારી શી દશા! મા ! વિચારો. હું શું કરું ?” l૪ો
ધમ્મિલની વાત સાંભળી કમળા આશ્વાસન આપતાં કહે છે “વત્સ! ઉતાવળો ન થા ! ધીરજના ફળ મીઠાં. રસ્તો કાઢું છું.” ને પછી વિમળા પાસે જઈને કમળાને કહે છે “રે ! બેટી ! અહીં રહ્યા તે અમારી વાત સાંભળીને ! ધમ્મિલ કેટલો દુઃખી થાય છે? ખબર પડે છે તને ! હા ! તું તો હવે ઘણી સ્વચ્છંદી થઈ ગઈ છે. હવે તો મારું પણ સાંભળતી નથી. ધમિલ સાથે અતિ તાણ્યું તૂટી જાય એમ છે. તૂટેલાને સાંધવા જઈએ તો ગાંઠ પડે. તેથી એક સરખી આ જીદ તે સારી ન કહેવાય. પો!
દીકરી ! અતિ સુંદર રૂપમાં ઘણું રાચવું નહીં. ક્યારેક ગુણીજનના સંગને પણ માણવો જોઈએ. ધમ્મિલ તને રૂપવાન લાગતો નથી. પણ ગુણવાન તો છે જ. ને હવે તો તેનું મૂળરૂપ પણ અતિસોહામણું છે. છતાં તું તેની ઉપેક્ષા કરે છે. પણ સુજ્ઞ સજ્જન પંડિત હોય તે જ આ વાતને સમજીને પ્રેમ - સ્નેહને વહન કરી શકે. બાકી મૂર્મનો સંગ કે રંગ તો પતંગ જેવો હોય છે. ધમિલ તો બુદ્ધિશાળી અને ગુણિયલ છે. તેથી માત્ર એક પક્ષે તારી તરફ પ્રીતિ રાખે છે. તે તેની કેટલી ઉપેક્ષા કરે છે? આ ઠીક લાગે છે તને ! જરા મારી વાતને સમજ.” flણી
ઢાળ પાંચમી (મધુબિંદુ સમો સંસાર, મુંઝાણા માલ્કતા...એ દેશી...) સુણ વિમલ વિમલમતિ, મતિ તાહરી કિહાં ગઈ; સમજાવી ન સમજે કાંઈ, રોઝ પરે થઈ; પિયરમેં તજી રાજધાની, જવાની જાગતે; દેઈ જન્મ ઊછેરી જેણ, રહ્યાં દિલ દાઝાઁ.ll૧/l