________________
૨૯૬
ધમિલકુમાર રાસ
-: દોહા :એણે અવસર તે નગરનો, નામ કપિલ ભૂપાલ; તસ કુમરી કપિલા સતી, જો વન રૂપ રસાલ III), નાગદત્તાશું તેહને, વરતે છે સપ્રિભાવ, ધમિલ વરીયો સાંભળી, કરતી ચિત્ત બનાવ. /રા સખિયે વયો વર માહરે, વરવો એ નિરધાર; સહીયર પ્રેમ સદા રહે, ભારંડ પંખી સમાર Ball એમ ચિંતી કહે રાયને, મુઝ ઈચ્છાવર હેત, મંડપ રચીએ સ્વયંવર, રાજકુંવર સંકેત. I૪ો. એમ નિસુણી તતક્ષણ કિયો, મંડપ સોવન થંભ, થંભ થંભ મણિ પૂતળી, કરતી નાટારંભ પણ મંચક અતિ મંચક તણી, બાંધી શ્રેણિ વિશાલ,
જેમ બેસી બહુલા જુએ, નવરસ નાટક શાલ. All વળી આ જ નગરમાં નગરનો માલિક કપિલ નામે રાજા હતો. આ રાજાને કપિલા નામે રાજકુંવરી છે. આ કુંવરીએ પણ પુષ્પવય થતાં નવયૌવન પ્રાપ્ત કર્યું છે.'
૧] આ કુંવરીને નાગદત્તા સાથે નાની વયથી જ પરમસખીપણું છે. સખીસ્નેહ વધતો જ ગયો. ગાઢ મિત્રતાને કારણે શરીર બે, જીવ એક જેવી તેવોની હાલત હતી. મહામહોત્સવ સાથે નાગદત્તા અને ધમ્મિલનાં લગ્ન થયાં. કપિલા વિચારે છે કે સખી સાસરે ગઈ? શું કરવું? જુદા પડવું નથી. ઉપાય શો ? વિચારે છે. //રા - તે (નાગદત્તા) જેને પરણી છે તે જ વરને મારે વરવો. અર્થાત્ ધમ્મિલ પણ મારો પતિ થાઓ. તેથી અમારો સખીસ્નેહ સદાને માટે જીવંતપર્વત, ભારંગપંખીની જેમ ટકી રહે.
૩ અને આ પ્રમાણે વિચારતી કપિલા કુંવરી માતાની પાસે સખીઓને મોકલે છે અને પોતાની મનની બધી વાત કહેવરાવે છે. પિતાને પણ આ વાતની જાણ થતાં તરત સ્વયંવરની તૈયારી કરાવે છે. જે સ્વયંવરમાં દેશ પરદેશના રાજા-રાજકુમારોને આમંત્રણ આપીને બોલાવે છે. //૪
કપિલાનો સ્વયંવર :- કપિલ રાજા સ્વયંવરમંડપની રચના કરાવે છે. મારી દીકરીને મનગમતો વલ્લભ-ભરતાર મળે. માટે દેશપરદેશ ખૂણે-ખાંચરે સૌને આમંત્રણ મોકલે છે. મંડપમાં સુવર્ણના થંભ મુકાવ્યા છે. થાંભલે થાંભલે મણિમય પૂતળીઓ નાટારંભ કરતી ગોઠવાવે છે. //પા.
સ્વયંવરમંડપમાં સૌને બેસવા માંચડા ગોઠવાયા. નાનામોટા માંચડાની શ્રેણી બંધાવી કે જેના ઉપર બેસીને લોકો નવરસનાં જુદા જુદા નાટકો જોઈ શકે. તેવી વિવિધ પ્રકારની રચના કરાવી. I૬ll