________________
ધર્મિલકુમાર રાસ
ધૂપ ચાલુ હતા. જેની ધૂપઘટાઓ ગગન તરફ પ્રસરતી હતી. હજારો દીપમાળાઓથી મંદિર ઝળહળી રહ્યું હતું. કર્તા કહે છે હે જગતના પ્રાણીઓ ! પુણ્ય કરો. ॥૧॥ હે પ્રાણીઓ ! પુણ્ય કરો. પુણ્ય હોય તો સુખની પ્રાપ્તિ થાય. કોઈ પણ કાર્ય કરવું હોય તો પાંચ કારણ બતાવ્યાં છે. જેમાં એક કારણ પુણ્યનું પણ ગણાય છે. માટે સૌ જન પુણ્યનો આદર કરો. આવા પુણ્ય થકી સર્વ ઇચ્છિત મનોકામના પૂર્ણ થાય છે. મનગમતાનો મેળાપ થાય છે. પુણ્યના કાર્ય કરેલ ધમ્મિલ પૂર્વના પ્રબળ પુણ્યયોગે ઘણાં સારાં ફળો પ્રાપ્ત કરે છે. તેમ તમે પણ સારાં ફળ મેળવો. ॥૨॥
૨૯૪
રસિકકથા આગળ ચાલે છે. શું કહે છે ? સાંભળો. ધમ્મિલ આ નાગદેવના મંદિરને બહાર ઊભો નિહાળી રહ્યો છે. જોતાં જોતાં તેનાં નયનો વિકસ્વર થયાં. અંદર જવાનું મન થતાં દ્વારે પહોંચ્યો. મંદિરનું દ્વાર અડધું બંધ છે. અડધું ખુલ્લું છે. ધમ્મિલે તે મંદિરમાં પ્રવેશ કર્યો. IIII સઘળા સંતાપને દૂર કરી ધમ્મિલે નાગદેવને નમસ્કાર કર્યા અને પલાઠી લગાવીને મૂર્તિની સામે બેઠો. તેના મનમાં તો અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યા છે. ક્યાં જવું ? શું કરવું ? સ્ત્રીથી ખેદ પામેલો છતાં મંદિરમાં શાંતિ મેળવવા શાંત ચિત્તે બેઠો છે. થોડો સમય જતાં જ હાથમાં પૂજાપાની થાળી લઈને દાસીઓ સાથે નવયૌવના બાળાએ મંદિરમાં પૂજાર્થે પ્રવેશ કર્યો. ॥૪॥ નવયૌવના બાળા કેવી ? જેના અંગોમાં કામદેવે પ્રવેશ કર્યો છે જેથી તેણીનું યૌવન પૂરબહાર ખીલી ઊઠ્યું છે. રૂપવડે ઇન્દ્રાણીઓને જીતી લીધી ન હોય ! તેવી મદભર યૌવના ઠમક ઠમક કરતી નાગદેવની પૂજા કરવા આવી. પી
નાગદત્તા દેવમંદિરમાં :- અને વિવેકપૂર્વક આ નવયૌવના હાથ-પગ પખાળીને મુખ-શુદ્ધિ કરીને પવિત્ર થઈ. પછી નાગદેવની પ્રતિમાની પૂજા કરવા માટે, વિવેક જાળવીને મંદિરમાં બિરાજમાન નાગદેવ પાસે પહોંચી. IIFII ઉત્તમ શ્રેષ્ઠ સામગ્રી પૂજાપાથી બાળાએ મનવચ-કાયની એકાગ્રતાથી પૂજા કરી. ત્યાર પછી બાળા પ્રાર્થના કરવા લાગી કે હે નાગમામા ! મારી પૂજા સ્વીકારો. મારા ઉપર પ્રસન્ન થાઓ. હે નાગદેવ ! મને મનવલ્લભનો મેળાપ કરાવો. મારા મનો૨થો પૂર્ણ કરો. ત્યારે સાક્ષાત્ નાગદેવ બોલતા ન હોય ! તેમ પ્રચ્છન્નપણે રહીને ધમ્મિલે કહ્યું. હે પુણ્યશાળી શ્રેષ્ઠ કન્યા ! તારી મનોકામના પૂર્ણ થશે. ઈચ્છિત વ૨ જરૂર પ્રાપ્ત થશે. બાળા તો નતમસ્તકે આંખ બંધ કરીને સ્તુતિ કરતી હતી. તે નાગદેવની વાત સાંભળી. ભોળીબાળાને કશી ખબર નથી કે આ કોણ બોલ્યું. ના
નાગદેવનું વચન સાંભળીને આંખ ખોલીને જોવા લાગી. અતિપ્રસન્ન થઈ. ઘણા દિવસની ભક્તિ આજે સફળ થઈ. દિલમાં હર્ષ ઉભરાતો હતો. પણ ચિત્ત સસંભ્ર હતું. હજુ નાગદેવની વાત મનમાં બેસતી ન હતી. હજુ વિચારે, ન વિચા૨ે તેટલામાં સ્વરૂપવાન નવયૌવન પુરુષ જોવામાં આવ્યો. (અર્થાત્ કુંવર ઉપર તેણીની નજર પડી.) સાક્ષાત્ કામદેવના અવતાર સરખા કુમારને જોઈને બાળા વિહ્વળ બની. તેના રૂપમાં રંગાયેલી, અનિમેષ નયણે કુમારને જોઈ રહી છે. II૮ ધમ્મિલ પણ તે બાળાને અતૃપ્તપણે જોવા લાગ્યો. મદભર આ બાળાનું યૌવન ખીલી ઊઠ્યું છે. નવીન ઉત્તુંગ એવા તે બાળાના બંને સ્તનો કળશની જેમ સુંદર શોભતા હતા. હોઠ તો પરવાળા સરખા સુંદ૨ ૨ક્ત વર્ષે શોભતા હતા. III લોચન કેવાં ? નીલકમળનાં પાંદડાં જેવાં, મુખ તો ચંદ્રમા સરખું. શ્વાસોચ્છ્વાસ તો સુગંધિત હતો. તેણે ચોસઠકલાની જાણકારી પ્રાપ્ત કરી છે. જે કળાનો અભ્યાસ કરવા સોળકળાવાળો ચંદ્ર આજ સુધી આ ગગનમંડળમાં ભમી રહ્યો છે. II૧૦||
કુમાર-કુંવરીનું મિલન :- બાળા બોલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલો ખરે છે. કુમાર પણ મંદ્રિમાં