________________
ખંડ - ૪ : ઢાળ - ૧૨
૨૯૯
પણ અહીં સૌ ચઢિયાતા લાગતા હતા. IIII ધમ્મિલકુમાર પણ સજ્જ થઈને આ મેળામાં આવ્યો છે. કપિલરાજાનો રાજકુંવર જ્યાં બેઠો છે ત્યાં જ આવીને ઊભો. રાજકુંવરે પણ પોતાની બાજુમાં જ તેને આદરપૂર્વક બેસાડ્યો. સૌના દિલમાં આનંદ છવાયો છે. IIFII
સ્વયંવરમંડપમાં મુખ્ય બેઠકે કપિલરાજા પોતાના સિંહાસન ઉપર આરૂઢ થયા છે. તે વખતે તેમની આગળ વારાંગનાઓ હાવભાવ સાથે ગીત-ગાન-નૃત્ય કરી રહી છે. જુદા જુદા રસ વડે ગાયકો ગીત ગાઈ રહ્યા છે. જુદા જુદા રસમાં એવાં ગીતો ગાય છે કે સાંભળનારાનાં મન ડોલી રહ્યાં છે. IIII સમય થતાં સુખાસન પાલખીમાં, સોળ શણગાર સજીને રાજનંદિની કપિલા, સખીપરિવાર સાથે સ્વયંવરમંડપમાં
આવી. ।।૮।।
સ્વયંવરમંડપમાં યથાસ્થાને પાલખી મૂકવામાં આવી. તેમાંથી કપિલા કુંવરી બહાર આવી. ત્યારે જાણે આકાશમાંથી વીજળી ઊતરી ન આવી હોય ! તેવી લાગતી હતી. હાથમાં વરમાળા ધારણ કરેલી છે. બંને બાજુએ સખીઓ વીંઝણો લઈને વીંઝી રહી છે. ।।૯।। બાણાવલી પોતાનાં ધનુષ્યને ખેંચીને, દૃષ્ટિમાં આવેલ લક્ષ્યને સાધે છે. તે રીતે ડાહ્યા-સજ્જન કહેવાતા મનુષ્યો પોતાની નજરે એકી સાથે તે કુંવરીને જોવા લાગ્યા. ॥૧॥
પણ રાજનંદિતા કપિલાના ચિત્તને, નાગદત્તાનો નાથ ધમ્મિલ વેધનારો હતો. કહેવાય છે કે જગતમાં ઇષ્ટ અને મિષ્ટ વસ્તુ તો ઘણી હોય છે. પણ “ચિત્તમાં જે રૂચે છે તેની ઉપર જ સ્નેહ હોય છે.” અર્થાત્ કુંવરીનું ચિત્ત તો મ્મિલ ઉપર લાગ્યું હતું. બીજા ઘણા સારા પણ હતા. પણ શા કામના ! ||૧૧|| યુવરાજની બાજુમાં બેઠેલા ધમ્મિલકુમારની અને કપિલાકુંવરીની આંખો મળી. બંને નયનકટાક્ષથી વિંધાયાં. જે વેધાય છે તે જ વેધકતાના આનંદને માણી શકે છે. અનુભવી શકે છે. વળી ઘા ખાઈ ઘાયલ થાય છે તે જ ધાતને અનુભવી શકે છે. તેનું વર્ણન કદાપિ થઈ શકતું નથી. ।।૧૨।
હવે મંડપને વિશે કુંવરી સાથે પ્રાતિહારી આગળ ચાલે છે. અને એક એક કુમારોની ઓળખાણ કરાવે છે. જો સાંભળ કુંવરી ! આ સામે બેઠેલાં પૂર્વદેશનાં વાણારસી નગરીના શ્રેષ્ઠ રાજવી છે. ।।૧૩। તેમનું શુભનામ મૃગધ્વજ છે. અપરંપાર ઋદ્ધિના માલિક છે. સુંદર લક્ષણવાળી પાંચસો પ્રિયાનો સ્વામી છે.'।૧૪।।
તે સાંભળી કુંવરી બોલી. “ઘણી સ્ત્રીનો સ્વામી ક્યારેય સુખી ન હોય. આ પ્રમાણે કહી કુંવરી આગળ ચાલી. વળી પ્રાતિહારી આગળ જઈને કહે છે. જુઓ આ વંગ - કલિંગદેશના સ્વામી છે. તેના ઘરે સમગ્ર પ્રકારે ઘણી ઋદ્ધિ છે. ૧૫।। ત્યારે કુંવરી મોં મચકોડી આગળ ચાલી. વળી પ્રાતિહારી કહે છે. આ નેપાળ દેશનાં જયસિંહ રાજા છે. જેના દેશમાં ઘણી કસ્તુરી પાકે છે. ત્યારે કુંવરી બોલી કે મારો દેહ શીતળ નથી. તેથી મારે કસ્તૂરીની જરૂર નથી. પ્રાતિહારી વળી સમજી ગઈ. આગળ ચાલી અને જુદા જુદા દેશના રાયરાજા-મંત્રીશ્વરો-શેઠ-શાહુકાર અને સાર્થવાહ વગેરેનું વર્ણન સવિશેષ કરવા લાગી.
કુંવરી તે સર્વ વાતો સાંભળી વય-રૂપ-દેશ વગેરેમાં દોષ બતાવીને સર્વની અવગણના કરતી રહી. જ્યારે જેનું વર્ણન પ્રાતિહારી કરે ત્યારે તે સહુ હર્ષિત થતા. જ્યારે કુંવરી આગળ ચાલી જાય ત્યારે મનમાં રોષે ભરાતા. ।।૧૭।। આ રીતે સારાયે સ્વયંવરમાં પ્રાતિહારી સાથે ઘુમતી કુંવરી ધમ્મિલની આગળ આવીને ઊભી. કુંવરી પોતે વર્ણન કરવા લાગી રે પ્રાતિહારી ! આ નર ગુણનો ભંડાર છે. વળી નસીબ થકી કળામાં પાવરધો અને રૂપમાં શ્રેષ્ઠ છે. જે મારી સખીનો ભરતાર છે. II૧૮।