________________
ખંડ - ૪ : ઢાળ - ૧૩
૩૦૫
સરસ ભોજન સુંદર શણગાર, અલંકાર છોડીને વિયોગે ઘણી દુર્બલ થવા લાગી. ધાવમાતા કમળાને પણ ઘણી ચિંતા થાય છે. વૈદ્યને બોલાવ્યા. નાડી તપાસી શું રોગ થયો છે. પણ જયાં મોહનો મોટો ક્ષયરોગ થયો હોય ત્યાં વૈદ્ય પણ રોગને કેવી રીતે જાણી શકે ? ન જાણી શકે. /1શા
પગહિંડણ મહોત્સવ - આ બાજુ કપિલરાજાને ત્યાં નવપરિણીત વરવધૂનો “પગહિંડણ” મહોત્સવ રાખ્યો છે. નવવધૂ પગે ચાલીને સારાયે નગરના રાજમાર્ગ ઉપર ફરે. રાજદરબારથી તે મોટો વરઘોડો નીકળ્યો. ધમ્મિલ અને તેની આજુબાજુ બંને પત્નીઓ ત્રણેય સાથે ચાલે છે. ત્રણેના પગલે પગલે સોપારીને રૂપાનાણાં મુકાતું જાય છે. અને કુમારિકા કન્યાને અપાતું જાય છે. /૧૮ ધમ્મિલનો આ વરઘોડો હાથી-ઘોડા-પાલખી-રથ-છડીદાર, આદિથી શોભી રહ્યો છે. વરઘોડા આગળ ગીત-ગાન-નૃત્ય વગેરે થઈ રહ્યું છે. ચૌટે ચૌટે શેરીએ રાજમાર્ગ ઉપર વરઘોડો ફરી રહ્યો છે. નગરના લાખો લોકો જોવા ઊમટ્યા છે. ચાલતો ચાલતો તે વરઘોડો વિમલસેનાના ઘર પાસે આવ્યો. ૧૯
વાજિંત્રનાં નાદથી વિમલસેનાનો સેવકવર્ગ બહાર જોવા આવ્યો કે રાજનંદિની કપિલા સ્વયંવરમાં કોને પરણી છે ! જોતાં જ સૌ ઓળખી ગયા પોતાના સ્વામીને, ઓહો ! આ તો આપણા સ્વામી ધમ્પિલકુમાર છે. અને આ સંદેશો પોતાની સ્વામિનીને આપવા સૌ દોડી આવ્યા. શેઠાણી પાસે પહોંચી ગયા. // ૨૦ળા ઓ બાઈ સાહબ ! ઓ સ્વામિની ! સાંભળો ! જુઓ ! જુઓ ! અમારા સ્વામી તો રાજાના જમાઈ થયા છે. જુઓ ! જુઓ ! પત્ની સાથે કેવા ચાલે છે. વરઘોડો જોવા આવો અને તત્ક્ષણે વાત સાંભળીને વિમળા દોડીને ગવાક્ષમાં જોવા પહોંચી. અને હૈયામાં ઈર્ષ્યા પ્રગટી. ૨૧ - પગ પછાડતી પોતાના ભવનમાં પાછી આવી. ધમપછાડા જોઈને કમલસેનાએ સમજાવીને શાંત કરી. જરા ધીરજ ધર. અવસર ઉચિત હવે સ્નાન શણગાર સજી પૂજાની તૈયારી કર. માતાના કહેવાથી વિમળા ઝટપટ તૈયાર થઈ ગઈ. જળથી ભરેલ સુવર્ણકળશ અને પૂજાપાની થાળી લઈને ઘરના આંગણે આવીને ઊભી રહી. //રા સૌથી આગળ ઘોડેસવાર. તેની પાછળ રથ ચાલે છે. રથની પાછળ બરાબર પગમંડાળ ત્રણેયનાં થઈ રહ્યાં છે. તે વરઘોડો ઘરઆંગણે આવ્યો. ત્યારે વિમળાએ આંગણામાં જઈને ધમ્મિલને પ્રદક્ષિણા આપી. અને પોતાના સ્વામીને ફૂલોથી વધાવ્યા. ૨૩
' ધમ્મિલનો મેળાપ - કમલસેના પણ સાથે છે. પૂજાપો ધમિલના પગ પાસે મુકાવ્યો. અને કહે છે કે હે વત્સ ! સાંભળ ! સતી સ્ત્રીને તો પતિ જ દેવ છે. તેથી વિમળા તારી સારી રીતે પૂજા કરે છે. ૨૪ો ધમ્મિલના ચિત્તમાં વિમળા તો વસેલી હતી. ધાવમાતાનાં વચનો સાંભળીને વિમળાની સામે જુએ છે. હસતાં હસતાં વિમળાનો હાથ ગ્રહણ કર્યો. અને કહે છે કે રે ! બંને વધૂના સ્વામિનિ ! (વડીલ) તમે મારી સાથે કરેલું વર્તન, મને સારી રીતે ફળીભૂત થયું છે. મેરપી
તરત જ તે બંને વધુ નાગદત્તા અને કપિલા સ્વામીનું વચન સાંભળી સમજી ગયાં. વિવેકી બંને સ્ત્રીઓ વિમળાનાં ચરણોમાં પગે લાગી. ઘોડે સવારને રથ ઊભો રાખવાનું કહ્યું. ધમ્મિલે વિમળાનો હાથ પકડી રથમાં બેસવા માટે સાથ આપ્યો. ll૨૬ll પગહિંડણ મહોત્સવ પૂરો થયો. વરઘોડો રાજાને ત્યાં આવી ઊભો. વિમળા રથમાંથી ઊતરી, રાજાનાં ચરણોમાં પ્રણામ કર્યા. //રા
વિમળાને જોતાં રાજા હરખિત થયો. સમાચાર તો મળી ગયા જ હતા. રાજાએ વિમળાને પણ પોતાની દીકરી કહીને બોલાવી. પોતાની પુત્રીની જેમ માનતા રાજાએ દીકરીને ભેટણામાં ચાર લાખનાં ચાર ગામ આપ્યાં. પોતાની પુત્રી કપિલા કરતાં પણ ચઢિયાતી અધિક માની. ૨૮ વરઘોડો તે પછી