________________
૨૫૪
ધર્મિલકુમાર રાસ હૃદયપલટો :- ધાવમાતા ઘણું સમજાવવા છતાં હજુ સુધી એ વાતને માનવા તૈયાર નથી. પણ ઘણું ઘણું કહેતાં છતાં જ્યારે છેલ્લી ટોચ પર પહોંચી ધાવમાતાએ કહ્યું કે તારા મનમાનીતાને પરણી જા. હું મારા દેશ ભેગી થઈ જાઉં. છેલ્લે તીર વિમળાને ઘણી અસર કરી ગયું. જાણ્યું કે હવે માતા મારાથી કંટાળીને જવાની વાત કરે છે. તેથી માતા કમળાની વાત માની લીધી. હવે વિમળસેના વિનયથી માં કમળાને કહે છે. “મા ! તેં મને ઘણું કહી નાખ્યું. પણ. પણ મારું મન માનવા તૈયાર ન હતું. પણ હવે ઘણું વિચારતાં તારી વાત મને સાચી લાગી. મા ! તારું વચન મારે પ્રમાણ. મારા જન્મથી, તે મારી ખેવના કરી છે. મારા હિતને કલ્યાણને જોયું છે. મારા પ્રાણ તારી સાથે છે. તારા વિના હું એક ઘડી પણ રહી શકું તેમ નથી. /૧ી.
મા ! તું કહે છે હું હવે મારા દેશમાં જઈશ. મને મૂકીને જવાની વાત કરી. તે યોગ્ય નથી. તું તો મને જાણે છે કે ક્ષણમાત્ર પણ હું તારા વિના રહી શકું તેમ નથી. આ પ્રમાણે બોલી મને દુઃખી ન કરીશ. //રા હે માતા ! તેં જે જે વચનો કહ્યાં તે સર્વ વચનો સાચાં છે. વૈદ્યરાજ કડવાં ઔષધ રોગીને આપે. પણ તે નિયમિત લે તો તે રોગીને માટે હિતકારી છે. સુખકારી છે. સંસા પણ મા ! મને એ કથા કહોને કે વસુદત્તા સ્ત્રી કોણ? જે પોતાની બુદ્ધિથી ચાલી તો મહાદુઃખી થઈ. હવે વિમળાની જિજ્ઞાસા પૂરી કરવા પોષવા કમળા વસુદત્તાનો અધિકાર કહે છે.
ઢાળ છઠ્ઠી
(બીજી શરણ ભાવના....એ દેશી...) ઉજજેણી નગરી વસે, ગાથાપતિ શિરદાર રે; નામે વસુમિત્ર સુંદરું, ધનસિરીનો ભરતાર રે; ધનવસ તાસકુમાર, રે બેટી વસુદત્તા સાર રે, દેખી રંભાવતાર રે, નાગની કન્યા ઉદાર રે,.../૧al નાઠી પેઠી પાતાલ રે, હજીય ન આવ્યો નિકાલ રે; આપમતી અવળો ચલે, ન વલે વાલ્યો લગાર રે; ” અવળો રાહુનો ચાર રે; મૂકી માથાનો ભાર રે, ચંદ્રને કરે અપકાર રે, તેણે તન કૃષ્ણ અપાર રે;.આપ...રા કોસંબી નગરી થકી, ધનદેવ સારથવાહ રે; વેપારે તિહાં આવીયો, લાગો પ્રેમ અથાહ રે, વસુદત્તાનો વિવાહ રે, તે શું કીધો ઉત્સાહ રે; લેઈ નિજઘર જાહ રે, માતાપિતા વહૂ ચાહ રે..આપ..lal સુખ સંભોગ વિલાસમાં, કેતો કાળ ગમાય રે; સુરસમ નંદન દો થયા, ત્રીજો ગર્ભે ગવાય રે; પીયુ પરદેશ સધાય રે, વસુદત્તા વિલખાય રે; . માતા પિતા ચિત્ત લાય રે, મળવાનું મન થાય રે..આપ...જા