________________
૨૦૨
ધમિલકુમાર રાસ આ બાજુ જલક્રીડા મહોત્સવ માટે રાજમહેલમાંથી યુવરાજની રાણીઓ સૌ રથમાં આવીને બેઠી અને જલક્રીડા - વનક્રીડા કરવા માટે નીકળી. યુવરાજ પણ શણગાર સજીને તૈયાર થઈને નીકળ્યો. મેવા મીઠાઈ, ફળફળાદી વગેરેના થાળાઓ ભરીને દાસદાસીઓને માથે લેવરાવીને બધાંયે વનમાં જઈ રહ્યાં હતાં. ૧] આ વિષમ સંસારમાં ઘણા લોકો રસક્રીડામાં રસિયા બનીને મસ્ત રીતે વસતા હોય છે. જે લોકો જ્ઞાનીની વાણીની કસોટીએ કસાયા છે અર્થાત્ જ્ઞાનીનાં વચનો જેને હૈયે વસ્યાં છે. તે સંસારમાં અલિપ્ત રહી, જીવન જીવીને અંતે મોક્ષદરબારે જઈને વસિયા છે. મારા
યુવરાજ પોતાની સ્ત્રીઓ સાથે, મિત્રવર્ગ પણ પોતાની સ્ત્રીઓ સાથે એમ વનમાં સૌ એકઠાં થયાં છે. વનમાં બનાવેલા કેલીગૃહમાં લગભગ બધી સ્ત્રીઓ ભેગી થઈ છે. તે જાણે કે ખેચરી. (વિદ્યાધરી) અને વ્યંતરી આ જગતમાં ઊતરી ન આવી હોય, તેવી લાગી રહી છે. જે પોતાના સુભટોને યોગ્ય સૂચના આપીને યુવરાજ રમવાના ક્રીડાધર સમાન બાગમાં મિત્રો સાથે ગયો. ધમિલ પણ સરખેસરખા વયવાળા મિત્રોની સાથે યુવરાજ જયાં ગયો ત્યાં પહોંચી ગયો. પોતપોતાનાં સાધનો જે ઘોડા હાથી રથ વગેરે લઈ આવ્યા હતા તે સૌએ જુદાં જુદાં વૃક્ષો નીચે સ્થાપન કર્યા. I/૪
અગાઉથી રાજાના સુભટોએ ઘટાદાર વૃક્ષોની છાયામાં પુષ્પલતાના જુદા જુદા મંડપો બનાવ્યા હતા. વળી સુગંધિત જલથી ભૂમિ પવિત્ર કરી હતી. ભૂમિ ઉપર જલછંટકાવ કર્યો હતો. વાતાવરણ મઘમઘતું બનાવ્યું છે. ત્યાં સૌને બેસવા ગાલીચા પાથર્યા હતા અને ઊંચા ચંદરવા પણ બાંધ્યા હતા. પા રંગભર રમવા સૌ ત્યાં આવી ઊતર્યા. મંડપ નીચે આવીને સૌ બેઠાં. સૌ ગીત-ગાન, જુદાં જુદાં નૃત્ય વગેરે કરતાં હતાં. વળી સ્ત્રીઓએ ગરબા લીધા. અંત્યાક્ષરી, પ્રહેલિકા આદિ જુદી જુદી રમતો રમવા લાગ્યાં અને ધમ્મિલની સાથે મિત્રતાનો વધારો થાય તે રીતે હસતાં સૌ આનંદ મેળવતાં હતાં. llણી
રમવામાં સમય ક્યાં ચાલ્યો જતો હતો, તે કંઈ જ ખબર પડતી નથી. ત્યાં તો બપોરે જમવાનો સમય થતાં ભોજન કરવા માટે આમંત્રણ અપાયું. ભાતભાતની સુંદર વાનગીઓ તૈયાર થઈ ગઈ છે. ગરમ વસ્તુ પીરસવાની હોય તે તૈયાર થાય છે. આવી અનેક પ્રકારની ગરમ-ઠંડી વગેરે વાનગીઓ બનાવવામાં આવી છે. મંડપમાં આસનો મંડાયાં. પોતપોતાના મોભા પ્રમાણે જમવા માટે મિત્રમંડળના સર્વ સભ્યો ગોઠવાઈ ગયા. I૭ી ચૂઆ ચંદન - અગરૂની ધૂપઘટા ચાલી રહી છે. ભોજનખંડ સુગંધિત ધૂપથી મહેકી રહ્યો છે. યુવરાજ અને ધર્મોિલનાં આસન પાસે પાસે છે. બંને તદ્દન નજીક બેઠા છે. મણિ માણેક રત્નોથી જડેલા સુવર્ણના થાળ સર્વની પાસે મૂક્યા છે. વળી સુગંધિક જળ ભરેલા કળશો પણ ત્યાં આગળ મૂકવામાં આવ્યા. 12
યુવરાજની સૌથી વધારે મિત્રતા બંધાઈ હતી ધમિલની સાથે. તે વિમળા અને કમળાને ખબર હતી. તેથી પીરસવાની પણ પોતાની જવાબદારી જાણી કમળસેના તેમજ વિમળા બંને સાથે મળીને ઉત્તમ અને શ્રેષ્ઠ રસવતી સર્વને પ્રેમપૂર્વક પીરસી રહ્યાં છે. જયારે બીજા મિત્રોની પ્રિયાઓ (પત્નીઓ) પંખા લઈને, ભોજન કરનારા સૌને પવન નાંખતી હતી. આ સઘળી વ્યવસ્થા કરનાર કમળસેના મોખરે હતી. તેના હુકમ પ્રમાણે સર્વ કોઈ કાર્ય પાર પાડતા હતા. ત્યાં ભોજન પત્યા બાદ કમળસેનાએ સૌને પાનબીડાં આપ્યાં. પાનબીડાં મુખમાં મૂકતાં સર્વ ત્યાંથી ઊઠીને લતામંડપમાં જઈ બેઠાં. મિત્રો ઘડીક આરામ કરતા હતા. જ્યારે સર્વની પ્રિયાઓ પાછળથી પોતાના પતિના આસન ઉપર ગોઠવાઈ ગઈ. હવે તેમનું જમણ ચાલુ થયું. (૧૦