________________
ધર્મિલકુમાર રાસ
બારણામાં જ મદને નાગ સામે વસ્ર ફેંકી, તેને છેતરી દીધો. ઘડીકમાં શ્રેષ્ઠી પ્રચંડા પાસે પહોંચી ગયો. પ્રચંડા તે વેળાએ સ્નાન કરતી હતી. શરીર ઉપર પીઠી લગાવી રહી હતી. ત્યાં આવીને અધ્ધરશ્વાસે મદને ચંડાની આખી વાત કહી. I॥૧૩॥ મદન વાત કરે છે તેવામાં તે સર્પ વસ્ર ખસેડીને જ્યાં પ્રચંડા-મદન હતાં ત્યાં આવી ગયો. પ્રચંડાએ સર્પને જોયો: પ્રચંડાએ પોતાના શરીર ઉપરનો મેલ ઉતારી, તેની વાટ (દિવેટ) બનાવી. તે વાટ મંત્રીને સર્પ સામે નાંખી. વાટ તો તરત નોળિયો બની ગયો. અને સર્પને મારી નાંખ્યો. ॥૧૪॥
મદન આ દશ્ય જોઈને કંઈક સ્વસ્થ થયો. તે પછી પ્રચંડાને ઘેર એક રાત્રિ રોકાયો. સવારે ઊઠ્યો. ત્યારે નિરાંતે બેઠો વિચારે છે રે નસીબ ! પૈસો ઘણો...બે સ્ત્રીનો પતિ થયો. પણ સુખ ક્યાં ? બંને સ્ત્રીઓ કુલક્ષણી છે. જંતરમંતર કરનારી છે. આ લોકોની સાથે રહેતાં જોખમભારી છે. કદાચ ક્યારેક મારો ધાત પણ કરી નાંખે. આ બંને ઉપર વિશ્વાસ રાખવા જેવો નથી. ।૧૫। જો એક તરફથી ભય ઊભો થયો તો, બીજીને ત્યાં નિર્ભય થઈને રહ્યો. પણ જો નસીબયોગે બંને મારી ઉપર એકી સાથે જ ક્રોધે ભરાય તો મારે તો મરણનું શરણ થાય. કોઈ મને બચાવી શકે નહીં. મારું રક્ષણ કોણ કરે ? ॥૧૬॥ મદનનો ગૃહત્યાગ :- મારા મહેલમાં મારા ઘરમાં ઋદ્ધિ પૈસો ઘણો છે. પણ આ બે રાક્ષસીઓ આવી ગઈ છે. તેથી મને સુખ મળવાનું નથી. જો મારે જીવવું હોય તો આ બધું છોડી દઈને મારે છાનાંમાનાં અહીંથી ભાગી જવું જ યોગ્ય છે. પરદેશમાં રહીને બાકીની જિંદગી સુખમાં કાઢીશું. ૧૭|| આ પ્રમાણે વિચારીને ઘરમાંથી સારભૂત વસ્તુ અને ગુપ્તપણે ધનગ્રહણ કરીને છાનોમાનો એકદિન નીકળી ગયો. દેશાંતરે ચાલ્યો ગયો. કેટલાક દિવસે સંકાશન નગરની નજીક પહોંચ્યો. વનમાં જઈ ઊતર્યો. ।।૧૮। આ નગરની નજીક વનમાં ઊતરેલ મદન શ્રેષ્ઠી નિરાંતે રહ્યો છે તે જ અરસામાં આ સંકાશન નગરના વતની ભાનુદત્ત શેઠ આ વનમાં મદન જયાં છે ત્યાં આવ્યા. જાણે ઘણા જૂના પરિચિત ન હોય, તે રીતે આનંદથી મદનની ખબર અંતર પૂછી. તમે અમારા નગરમાં આવ્યા તે સારું કર્યું. તમને ક્ષેમકુશળ છે ને ? આદિ વાતો કરી ।।૧૯।।
૨૦૦
ભાનુદત્તનો મેળાપ :- અજાણ્યાની વાતો સાંભળી મદનશેઠ વિચારમાં પડી ગયા. ત્યાં તો ભાનુદત્ત શેઠ બોલ્યા, “મદન શેઠ !” હવે મારા મંદિરે પધારો. અને મારું આંગણું પાવન કરો. મદનશેઠ વિચારમાં પડ્યા. “રે ! આ તો મારું નામ પણ જાણે છે.” વિસ્મિત થયેલો મદનશેઠ ભાનુદત્તશેઠની સાથે તેમના ઘેર ગયો. II૨૦ ભાનુશેઠે મદનશેઠની ઘણી સરભરા કરી. સ્નાન કર્યું અને ભોજન પણ સારી રીતે કરાવ્યું. સર્વકાર્ય પતાવ્યા પછી બંને બેઠા હતા. ત્યાં ભાનુશેઠ મદનશેઠને કહે છે. “શેઠ !” હવે મારું કાર્ય સાંભળો. “મારે વિદ્યુત્સત્તા નામની પુત્રી છે. તેનું તમે પાણિગ્રહણ કરો અને અમારી આબરુમાં વધારો કરો. I॥૨૧॥ આ વાત સાંભળી મદન કહે છે શેઠ ! કઈ ઓળખાણ છે મારે અને તમારે ! અને કેમ તમારી દીકરી પરણાવવા તૈયાર થયા છો ? મને આશ્ચર્ય એ થાય છે કે હું તમને ઓળખતો નથી. તમે તો મારું નામ પણ જાણો છો. મારું નામ તમે ક્યાંથી જાણ્યું ? ત્યારે ભાનુદત્ત કહે છે...હે શેઠ ! મારે ચાર પુત્રો છે. તે ઉપર ગુણના નિધાન સરખી એક પુત્રી થઈ. જેની અમને ખૂબ ઇચ્છા હતી. એક દીકરી હોય તો સારું અને નસીબયોગે તે ઇચ્છા પૂરી થઈ. સમય થતાં ધીરે ધીરે મોટી થઈ. ॥૨૨॥
દીકરી યૌવનના આંગણે ઊભી. અમને તેના વરની ચિંતા થવા લાગી. એકની એક દીકરી. લાડકોડમાં ઉછેરી. કોણ ભરતાર થશે ? તો એક રાતે સ્વપ્નામાં કુળદેવી આવ્યાં. મને કહે છે...તારી દીકરીની ચિંતા ન કરતો. આજે પ્રભાતે વનમાં જજે. અશોકવૃક્ષ નીચે મદન નામનો પુરુષ બેઠો હશે. ૨૩