________________
ખંડ - ૪ : ઢાળ - ૧
૨૫૩
વનક્રીડામાં તમે પણ જજો. ત્યાં ઘણા પુરુષો હશે. રૂપ યૌવન કળાને જોઈને જે ગમે તેની સાથે ઇચ્છાથી વરજો. “કહ્યું છે કે કુંવારી કન્યાને સો વર - સો ઘર” તો તમે તમારે ધમ્મિલને છોડી દઈને બીજા વરને વરજો. અને સંસાર માંડજો. અમે તો પછી અમારે દેશ જઈશું. ll૧૧il કહ્યું છે કે જેને ઘર કુનારી હોય, કુલક્ષણી બેટી હોય, નિર્ધન પુરુષ હોય અને પુત્ર કુપુત્ર જ હોય આવા કુસંગનો ભેટો થઈ જાય તો આ સર્વને સૂતાં છોડી દેવા જોઈએ. તેવા કુસંગીની નજીક પણ ન રહેવાય. દશ ગાઉ દૂર દેશાંતરે જઈને વસવું જોઈએ. /૧રા વિમળા ! વણિક ધમ્મિલ ઉપર રૂપ યૌવન દેખીને ઘણી રાગી થઈ. પણ ગુણની પરીક્ષા ન કરી. તેણે તારી પરીક્ષા કરી લીધી. સંકેત કરીને આવ્યો નહીં અને કેવો ખસી ગયો ? જોયું ને ! જયારે આ ધમિલ તારા ઉપર કેવો સ્નેહ ધરે છે. રૂપ-યૌવન પણ છે. ધૈર્ય આદિ ગુણોથી ભરેલો છે. આવા દેવ જેવા પુરુષને તું તરછોડે છે. રે ગમાર ! કંઠમાં પહેરેલા હારનું રત્ન દેવ પ્રસન્ન થઈને આપે, તેને કાંકરો સમજીને કાગડો ઉડાડવા ફેંકી દે. તેની જેમ તું પણ આ રત્ન જેવા દેવાંશી પુરુષની ઉપેક્ષા કરે છે, ત્યાગ કરે છે. (૧૩આવળનાં ફૂલો વચ્ચે જેમ ચંપાની કળી પડે, તેમ ચતુરા (કળી જેવી તું, એવી તારી ગોઠડી વણિક મૂરખ ધમ્મિલ સાથે થઈ છે.
પંડિતજનોએ સ્વચ્છેદીને હિતકારી વચન પણ ન કહેવું.રુષ્ટમાન (ગુસ્સાવાળો) થયેલા ભૂપાલ(રાજા) ભલા. પણ ખુશ થયેલો (મૂરખ) વાણિયો ખોટો. ૧૪ વળી જો આ ધમિલને તું પહેલી પરણીશ તો પટ્ટરાણી થઈશ. એને તો દેવનું વચન છે કે ઘણી રાજકુમારિકાનો તે ભરતાર થશે. દીવો લઈને શોધવા જતાં આ જગતમાં તને આનાથી અધિક ગુણવાન પુરુષ જડશે નહીં. મળશે નહીં. વત્સ ! હવે સ્વચ્છંદીપણું છોડીને, તું આંને પરણી જા. //hપી. - બુદ્ધિશાળી જનો પણ જો સ્વચ્છંદી હોય તો તે જગતમાંથી સમાજથી ફેંકાયા છે. પોતાના વિનાશને નોંતરે છે. તો તારા જેવી સુકુમાલી યૌવનવય પામેલી તારી શી ગતિ (દશા) થશે? જો વસુદત્તા નારી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તી તો મહા દુઃખને પામી. તેમ વળી શત્રુદમન રાજા પણ આપમતિથી દુઃખી થયો. ll૧૬ll માટે કહું છું કે મારી શિખામણ રૂપ અમૃતરસને પી અને સદા સુખી થા. ધમ્મિલની સાથે આનંદથી તારો સંસાર ભોગવ. ચોથા ખંડને વિષે ધમ્મિલકુમારના રાસની પાંચમી ઢાળ કહી. શુભવીરવિજયજી મહારાજ કહે છે કે જેના હૈયે વિવેકરૂપી દીવો ઝળહળતો હોય તેની સઘળી આશાઓ પૂર્ણ થાય છે. [૧થા
ખંડ - ૪: ઢાળ - ૫ સમાપ્ત
-- દોહા :વિમલસેના વિનયે વદે, મા તુઝ વચન પ્રમાણ; તું હિતકર મુઝ જનમની, તુઝ સાથે મુઝ પ્રાણ. /// મુઝ મેહલી તુઝને જવું, બોલવું ન ઘટે તુઝ, હું ન રહું ખિણ વેગલી; જાણે તું હૃદયનું ગુઝ ll રા જે જે વચન તમે કહ્યા; તે સાવ સાચા માય; ઔષધ વૈદ્ય કટુક દીએ; રોગીને સુખ થાય. Ilal પણ મુઝને કહો તે કથા, કોણ વસુદત્તા નાર; આપ મતે કેમ દુઃખ લહ્યું, કહે કમલા અધિકાર. ૪