________________
૨૬૮
ધમિલકુમાર રાસ આજે રાતે કોકાસ નિરાંતે સુથારી શાળામાં સૂતો છે. ભરનિદ્રામાં છે. જે બે ઘોડા બનાવેલા તે તેની નજીકમાં છે. બંને કુમારો ઊઠીને પેલા બે ઘોડા તૈયાર હતા તેની ઉપર ચડ્યા. કોકાસને ખબર ન પડે, તે રીતે ઘોડા ઉપર ચઢીને આકાશમાં ઊડવા લાગ્યા. તે અશ્વો પણ તે બંનેને લઈને ગગનમાર્ગે દોડવા લાગ્યા. ઉંઘ પૂરી થતાં કોકાસ જાગ્યો. બાજુમાં ઘોડા ન જોતાં બીજા રાજકુંવરોને પૂછ્યું. “અશ્વો ક્યાં ગયા? ર૪ કુંવરો કહે કે તે બે અમારા ભાઈઓ તો અશ્વ ઉપર બેસીને ગગને ઊડી ગયા. ત્યારે કોકાસ બોલ્યો. રે ! આ તો ભૂંડું થયું ! કાકજંઘના રાજકુમારો મરણને શરણ. કુંવરો કહે. શું. થયું? કોકાસ કહે..ઘણું માઠું થયું. તમારા એ બંને ભાઈઓ હવે જીવતાં પાછા ફરશે નહીં. કેમ કે ઘોડાના યંત્રની જે કળ, તેનું મૂળ તેઓ જાણતા નથી. કળ કેવી રીતે ફેરવવાની ! તે કશું જ જ્ઞાન નથી. તો કેવી રીતે પાછા આવે ? રપા.
હવે કુમારો અંદરોઅંદર વાતો કરે છે. આ વાત પિતાજી જાણશે તો શું થશે? ઘણાં કોપાયમાન થશે અને કોકાસને શૂળીએ ચઢાવશે અને આ વાત કુંવર થકી કોકાસે સાંભળી. કોકાસ વિચાર કરવા લાગ્યો મને મારી નાંખશે. રે..તો તે પહેલાં બીજી યુક્તિ રચું. રદી ચયંત્ર બનાવ્યું. તેની ઉપર તીક્ષ્ણ એવી ભૂલ તૈયાર કરી અને તેમાં ઉપર બેસી શકાય તેવા ઝૂલા ગોઠવ્યા અને બધા કુમારોને તેની ઉપર બેસાડી દીધા. અને કહ્યું કે હું શંખનાદ કરું ત્યારે આ ચક્રની મધ્યમાં રહેલી ખીલીને ઠોકજો. તેથી આ ચક્ર તમને ગગનમંડળમાં લઈ જશે અને ફરવા જવાનો આનંદ માણી શકશો. /૨૭ કોકાસનું વચન સાંભળી, શંખધ્વનિની રાહ જોતાં બધા જ કુમારો ચક્રયંત્રમાં ગોઠવાઈ ગયા. આ બાજુ રાજાને ખબર પડી કે મારા બે કુમારો અશ્વતંત્ર ઉપર બેસીને આકાશમાં ઊડી ગયા છે. અને તે પાછા આવનાર નથી. તેથી ક્રોધિત થયેલા કાકજંઘ રાજાએ કોકાસને શળીએ ચઢાવવાનો હુકમ કર્યો. તરત જ રાજપુરષોએ આવીને કોકાસને પકડ્યો અને વધસ્થાને લઈ જવા માટે રાજાનો હુકમ સંભળાવ્યો. રાજપુરષો જયાં લઈ જાય છે ત્યાં જ કોકાસે શંખનાદ કર્યો. શંખધ્વનિ સાંભળતાં જ કુમારોએ ચક્રમધ્યમાં ખીલી ઠોકી. તરત ચયંત્ર આકાશમાં ઊડ્યું અને સંકોચાવા લાગ્યું. તેમાં રહેલી શલથી સર્વ ભેદાયા અને ત્યાં જ મરાયા. ૨૮
આ તરફ રાજપુરુષોએ વધસ્થાને શૂળી આરોપીને કોકાસને મારી નાંખ્યો. રાજકુમારો સર્વ હણાયા તે પણ રાજાની પાસે વાત આવી. સઘળાયે પુત્રોની મરણની વાત સાંભળી રાજા રુદન કરવા લાગ્યો. હા ! હા ! કરતો ધરણી પર ઢળી ગયો. મૂર્છા વળતાં બેબાકળો બનેલો રાજા શોકે કરીને આપઘાત કરીને મર્યો. ૨ા આ બાજુ સ્વચ્છંદી આપતિલો અરિદમન રાજા પણ કારાગૃહની અંદર જ મૃત્યુ પામ્યો. આ કથા કહીને કમળા વિમળાને કહે છે બેટી ! કોકાસના ના કહેવા છતાં પોતાની રાણીને સાથે લીધી. તો દુઃખી મહાદુઃખી થઈ ગયા. અંતે મરણને શરણ થવું પડ્યું. હિતશિક્ષા ન માની તો બધું જ ગુમાવ્યું ને ! માટે તને સમજવાનું કહું છું. તું હવે નાની નથી. મારી વાત સમજ. ૩૦ગા.
ચોથા ખંડને વિષે સ્વચ્છંદપણું-આપમતિલાપણું ઠંડીને - ત્યાગ કરીને, જેણે આ વાત સાંભળી છે, જે સાતમી ઢાળ સાંભળે છે, આચરણમાં મૂકે છે, શ્રી શુભવીરવિજયજી કહે છે તેના ઘરે હંમેશાં મંગળમાળની પ્રાપ્તિ થાય છે.
ખંડ - ૪ : ઢાળ - ૭ સમાપ્ત