________________
ખંડ - ૪ : ઢાળ - ૬
૨૫૯
:
ઘણો દુઃખી થયેલ ધનદેવ માતાને બીજું શું કહે ? પત્ની-પુત્રના સ્નેહને કારણે ઉતાવળે ચાલ્યો. તે પણ મુખ્ય માર્ગ ફરી વળ્યો. વસુદત્તા જોવામાં આવી નહીં. અરેરે ! ક્યાં ગઈ હશે એમ વિચારતો તે ઉજજડ માર્ગે ચાલ્યો. ભાગ્યયોગે અડધી રાતે વસુદત્તા અને બે બાળકો સાથે ભેગો થઈ ગયો. વનવગડાની વાટ, ઉજ્જડ મારગ. વિસામો ન મળે કે પાણી પણ ન મળે. બધાં તરસ્યાં થયાં. પણ પાણી વિના શું કરે ? બંને બાળકો રોતાં રોતાં ચાલી રહ્યાં છે. ભૂખ્યાં થયાં છે. થાકી પણ ગયાં છે. પાસે પહોંચી જઈ ધનદેવ પૂછે.. “રે વહાલી ! તુ આમ એકલી ક્યાં જાય છે ?' નજીકમાં એક સુંદર વૃક્ષ નીચે ચારેય બેઠાં. રાતવાસો અહીં કરીને સવારે આગળ વધીશું. ૫૮ વરદત્તાને પતિ મળતાં આનંદ થયો. વાતવિનોદ કરતાં વસદત્તાને પેટમાં વેદના થવા લાગી. કોઈ રીતે સહન ન થાય તેવી તે પીડા હતી. લીમડા વગેરેનાં પાંદડાં ભેગાં કરી શય્યા જેવી બનાવી વસુદત્તાને તેમાં સુવાડી. પ્રસુતિની પીડા હતી. અને પીડા વધતાં. છેવટે પુત્રને જન્મ આપ્યો. જંગલમાં જન્મ. કેવી પરિસ્થિતિ ? ન પાણી મળે. રાત્રિ ઘોર અંધાર. બંને પુત્રો ધૂળમાં ઘસઘસાટ ઉંઘી ગયા છે. પાણી વિના પ્રસૂતિની શુદ્ધિ ન થઈ. IIો.
નવપ્રસૂતિના રુધિરની ગંધ મૃગલાંના માંસ જેવી હોય છે.આવી ગંધ ચોમેર વ્યાપ્ત થઈ. ગંધના કારણે દૂર દૂર વાઘ ફરતો હતો તે આ તરફ આવવા લાગ્યો. ભક્ષણ કારણે ભયંકર ગર્જના કરતો વાઘ ત્યાં આવ્યો. જોતાં ભય પામતાં પત્ની-પતિ વિચાર કરે, તે પહેલાં તો વાઘ ધનદેવને જ ઉપાડ્યો. અને લઈને ભાગી ગયો. વસુદત્તા જોતી જ રહી ગઈ. કરે પણ શું? રુદન કરવા લાગી. ઘણો વિલાપ કરતી મૂછ પામી. ભયથી ભ્રાંત પામેલી તેનું હૃદય ઘણું તપ્યું. તપવાને કારણે સ્તનનું દૂધ બળી ગયું. તરત જન્મેલ બાળને દૂધ ન મળવાથી તરત મરણ પામ્યો. મૂછ ઊતર્યા પછી પતિ અને પુત્રના વિયોગે રડતી રહી છે. ૧૦ના '
રડતાં કકળતાં રાત વિતાવી પ્રભાત થતાં વળી બંને બાળકોને લઈને વનવગડાની વાટે આગળ - ચાલવા લાગી. અકાળે વૃષ્ટિ (વરસાદ) ઘણી થઈ. આગળ નદી આવી. ધોધમાર વરસાદ થવાથી નદીમાં પાણી બે કાંઠે વહે છે. વસુદત્તા નદી સુધી આવી. જોયું. બે કાંઠે નદીનાં નીર વહે છે. કેમ કરીને સામે કિનારે જવું? આમને આમ ઘણી વાર બેઠી રહી. પાણી ઓછાં થવા લાગ્યાં. તો એક પુત્રને સામે પાર મૂકીને પાછી આવી. બીજા પુત્રને લઈને સામે પાર જવા નદીમાં જયાં ઊતરે છે. ૧૧બીજા બાળકને લઈ વસુદત્તા નદી મધ્યમાં આવી. ત્યાં વચમાં પડેલો એક પથ્થર વસુદત્તાને અથડાયો. અથડાતાં જ હાથમાં પકડેલો બાળકનો હાથ છૂટી ગયો. ઘણા વેગથી પાણી વહેતાં નદીમાં બાળક તણાવા લાગ્યો અને પોતે પણ તણાવા લાગી. તણાતો બાળક મૃત્યુ પામ્યો. સામે કાંઠે રહેલ બાળક પણ માતાની આ સ્થિતિ જોઈ, સ્નેહને કારણે ફાળ ભરતો નદીમાં પડ્યો. તો તે પણ મરણને શરણ થયો. ૧રા.
માત્ર એકલી વસુદત્તા તણાતી હતી. પોતાની જાતને જાળવી ન શકતાં વધુ તણાવા લાગી. તે પૂરમાં એક વૃક્ષ આડું પડ્યું હતું. તે આડા વૃક્ષના સહારે વસુદત્તા ત્યાં અટકી ગઈ. જીવિતની આશાએ વૃક્ષની ડાળીએ વળગી રહી. પાણીનો વેગ ઓછો થતાં વસુદત્તા ધીમે ધીમે ઊતરી કિનારે આવી. હૈયામાં નિરાશા વ્યાપ્ત થઈ. બે ઘડી કાંઠે બેઠી છે. ઘડીક વિસામો લઈને વળી પાછી વનવગડાની વાટે ચાલવા લાગી. હવે કોઈ સહારો રહ્યો નથી. નિરાશાભેર એકલી અટૂલી અજાણ્યા માર્ગે ચાલી જાય છે. કોઈ દેશ દિશાની ખબર નથી. જતાં માર્ગમાં ચોરો મળ્યા. પકડી લીધી. પોતાના સ્વામી જ્યાં હતા ત્યાં સિંહગુહપાલ પલ્લીમાં તેણીને લઈ ગયા. આશાભેર લઈ ગયા. સ્ત્રીનું ભેટર્ણ ધરશું. તો રાજા પ્રસન્ન