________________
ખંડ - ૪ : ઢાળ - ૩
૨૪૧
ન તો સ્ત્રી-પુરુષ હતાં. ન તો ચોગાનમાં (ચોકમાં) રથ હતો. જરૂર આ લોકો મારો હાર ચોરીને ભાગી ગયાં છે. વિચારે છે કે તેઓને પકડી પાડું. મારો હાર પાછો લઈ આવું. અને તરત જ તબેલામાંથી પોતાનો ઘોડો લઈને તેઓની પાછળ રવાના થયો. ઘોડાને ઘણા વેગથી દોડાવ્યો. પોતે હથિયાર સાથે લીધાં છે. વાયુવેગે ઘોડો જઈ રહ્યો છે. પૂરા બાવીશ કોશ જતાં દૂરથી રથ જોયો. રથમાં બેઠેલી રૂપાલીએ પણ ઘોડા ઉપર આવતા સિંહને જોયો. રૂપાળીએ રથ હંકારતા ભીમને કહ્યું. આપણી પાછળ સિંહ ક્ષત્રિય ઠગ મારતે ઘોડે આવી રહ્યો છે માટે રથ જલ્દી દોડાવ. ને રથને વેગથી ચલાવ્યો. વડલો દૂરથી જોયો. વડ નીચે થઈને રથ લેવરાવ્યો. //પા બુદ્ધિશાળી રૂપાલીએ મણિહારને ગળામાં પહેરી લીધો. વડલાની ડાળી પકડી વડ ઉપર ચડી ગઈ. ભીમને રથ આગળ લઈ જવા કહ્યું. પોતે વડ ઉપર ચડી ગઈ. તેવામાં ઘોડા સાથે સિંહ ઠગ વડલા નીચે આવી ઊભો. રૂપાળીને વડલા ઉપર જોઈ. તેથી ઘોડા ઉપરથી ઊતરી, શસ્ત્રો-હથિયાર જે સાથે લાવ્યો હતો તે બધાં જ ઘોડાની નજીક નીચે મૂકી દીધાં. અને રૂપાળીને પકડવા, પોતાનો હાર લેવા વડલા ઉપર ચડવા લાગ્યો. જે ડાળેથી તે આવતો હતો તે ડાળને રૂપાલી છોડી બીજી ડાળીએ પહોંચી ગઈ. ત્યાંથી નીચે ઊતરી ગઈ. સિંહ તો હજુ ડાળી સામે જોતો જોતો આગળ ચડી રહ્યો છે. રૂપાળી તેની નજર ચૂકવીને પોતે નીચે ઊતરી ગઈ. અને તરત જ સિંહના હથિયાર લઈને ઘોડા ઉપર બેસીને ત્યાંથી રથની પાછળ નાસી છૂટી. /(૧૬ની તે કહ્યું છે કે – વાજી (ધોડો), વેશ્યા, અને વાણિયાની વેઠ કરવી નકામી છે. જ્યારે જે તેના અધિકારી હોય ત્યારે તે વખતે તેના તાબામાં રહે છે. બાકી તેઓ ક્યારેય કોઈનાયે થતાં નથી. ઘોડા ઉપર બેસતી રૂપાળીને જોઈને સિંહ નીચે ઊતરી આવ્યો. પોતાનો ઘોડો હથિયાર લઈને ચાલી જતી રૂપાળીને જોઈ ધૂર્ત સિંહ પોતે રડવા લાગ્યો. ઠગને ઠગે છેતર્યા. એક સ્ત્રીથી છેતરાયો. ઠગાયો. હાથ ઘસતો રહી ગયો. હાર ગયો. ઘોડો ગયો. હથિયાર ગયાં. સ્ત્રીથી ઠગાયો. તે રડતો ઘેર પહોંચી ગયો. જયારે આ બાજુ રૂપાળી વાયુવેગે દોડતી આગળ રથ સાથે જતા ભીમને મળી ગઈ. બંને ખુશખુશાલ થતાં પોતાને રસ્તે આગળ વધ્યાં. અને સુખી થયાં. ભીમ અને રૂપાલી પહેલાં ઠગાયાં. ને પછી સિંહ ઠગાયો. તેથી શેરને માથે સવાશેર..કથા ભીમની અહીં પૂરી થાય છે. ' અડધી રહેલી કથા પૂરી કરતાં ધમિલ કમળાને કહે છે “માતા ! આટલાં વર્ષોમાં મને આવા ઘણાએ ધૂતારા મળી ગયા. પણ પંચ પરમેષ્ઠિની કૃપાએ તથા સદ્દગુરુના સુપસાયથી હજુ હું આજદિન સુધીમાં ઠગાયો નથી. આ ચોથા ખંડને વિશે સોહામણી આ ત્રીજી ઢાળ કહી. શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે “કુમારની દેવગુરુ ઉપરની અનહદ શ્રદ્ધા એ શ્રદ્ધાને બળે કુમારની વાત સાંભળી કમળા ઘણી હરખાઈ. હવે આગળ શું બને છે તે છે શ્રોતાજનો ! તમે સૌ સાંભળો. ૧૮
ખંડ - ૪: ઢાળ – ૩ સમાપ્ત
-- દોહા :કુંવરને કહે કમલા હસી, તજ અતિ બુદ્ધિ પ્રકાશ; કામ કરીને ઉતાવળા આવો ઇહાં અમ પાસ. ૧ ભૂપ ભુજંગમ વાણીયા, ઠગ ઠકર સોનાર; વિશ્વાસે રહેવું નહિ, મંકડ બહુઅ બીલાડ. //રા