________________
ખંડ - ૪ : ઢાળ - ૩
૨૩૯
વિલખી થયેલી ગંગાનો દેવલોકમાં પણ કોઈએ ભાવ ન પૂછ્યો. તેથી ત્યાંથી હિમવંત પર્વત ઉપર આવેલ પદ્મદ્રહ સરોવરમાં ઝંપાપાત કર્યો. ફરી તે નારી રૂપે અવતરી, દેવનદી એવું નામ પડ્યું. વળી કામથી વિલ બનેલી તે ગંગા પોતાના પતિ સાગરને મળવા હિમાચલ ઉપરથી નીચે ઊતરી. IIII માર્ગમાં જતાં પોતાની સખી સિંધુને ઇશારો કરીને પોતાની સાથે લીધી. ઘણી બીજી પણ સાહેલીઓની સાથે પરિવરેલી તે ગંગા સમુદ્રરૂપી વરને વરવા માટે પોતાના યૌવનમદના ઉન્માદે કરીને, જલતરંગોને ઉછાળતી રમતી ગંગા, ચંપાનગરીના માર્ગે ચાલી જાય છે. ।।૪।।
· ગંગા નદી મહા પવિત્ર મનાય છે. તીર્થ સ્વરૂપ પણ સૌ માને છે. પરદેશી ઘણાં સ્ત્રીપુરુષો ગંગામાં સ્નાન કરે છે. અને પોતે પવિત્ર થયા માને છે. ઘણી સહિયર સાથે મળીને ઘણા ભાવથી ગંગાનાં ગીતો ગાય છે. અને આનંદ મનાવતી હોય છે. અહીં ચંપાના સીમાડે આ ગંગાને કિનારે ચંપકવન નામે મોટું વન રહેલું છે. કહેવાય છે કે આ વન ઉદ્યાન એવું રળિયામણું છે કે જેની આગળ નંદનવન હારી જતાં મેરુ પર્વત ઉપર જઈને વસ્યું છે. આ ચંપકવનમાં ચંદનનાં વૃક્ષો ઘણાં છે. વળી દાડમનાં વૃક્ષો તથા રસવાળી દ્રાક્ષના માંડવા ઘણા છે. આવાં અનેક વૃક્ષોથી ભરેલું વન ઘણી શોભાને પામે છે. ।।૫।। વળી આ વનમાં જાંબુ-રાયણ-અંજિર-નારંગી-સીતાફળ-રામફળ-જામફળ-તિલક-હીંતાલ-શાલ-આંબા-લીંબુ વળી અશોકવૃક્ષ-ચંપકવૃક્ષ એવા ઘણાં જાતજાતનાં ફળફળાદિનાં વૃક્ષો પણ આવેલાં છે. જે વૃક્ષોની શીતળ છાયાએ અનેક પ્રાણીઓ નિર્ભયપણે રહે છે. ઝરણાંનાં પાણી પીવે છે. વનનાં વૃક્ષોનાં પાંદડાં-ફળ વગેરે ખાતાં આનંદથી પોતાના દિવસો પસાર કરે છે. વળી આ વનમાં કૂવા-સરોવર અને વાવડીઓ પણ ઠેર ઠેર જગ્યાએ આવેલી છે. જેનાં મધુર અને નિર્મળ નીર છે. વટેમાર્ગુ આ નીરને પીને શીતળતા અનુભવે છે. ।।૬।।
વનમાં આંબાની ડાળે બેઠેલી કોયલ મીઠા અવાજે ટહુકા કરી રહી છે તેવા રમણીય ઉદ્યાનમાં કુમારે ૨થ થોભાવ્યો. વાતાવરણ ગમતાં હર્ષપૂર્વક રથમાંથી કમલા-વિમલા પણ નીચે ઊતર્યાં. રથથી ઘોડાને છોડીને આરામ માટે નજીક વૃક્ષે બાંધ્યા. ધમ્મિલે રથને બાજુમાં મૂક્યો. સૌ ગંગાના કિનારે જઈને નીરથી હાથ-પગ મોં ધોઈને સ્વસ્થ થયાં. દિવસ ચાર ઘડી ચઢ્યો છે. ત્યાં થોડેક દૂર જિનેશ્વર પરમાત્માનું મંદિર ધમ્મિલ કુમારના જોવામાં આવ્યું અને તરત જ તે ત્યાં પહોંચી ગયો. IIII ધમ્મિલકુમારને જતો જોઈ, વિમળા પણ ત્યાં જિનમંદિરે આવી. દર્શન કરીને આનંદ પામી. વિમળા એટલે વિમલ મતિ છે જેની એવી તે કન્યા સતી પરમાત્માના મંદિરે દશત્રિક સાચવીને પ્રભુની ભક્તિ કરે છે.
પરમાત્માના મંદિરની ૮૪ આશાતના ટાળી. ૧૦-ત્રિક સાચવીને વિમળા પ્રભુ સન્મુખ બે હાથ જોડી, નમસ્કાર કરીને, પ્રભુની સ્તુતિ બોલે છે. સ્તવના કરે છે. કહે છે “હે ભગવાન ! આ ભવઅટવીમાં કર્મની કદર્થના મેં ઘણી સહન કરી. II૮॥ ભીષણ સંસારમાં સ્થાને સ્થાને કુદેવ-કુગુરુનો સંગ થયો. પ્રભુ તારો માર્ગ હું ભૂલી. વળી તૃષ્ણાએ મને ઘણી અતૃપ્ત બનાવી. અને સંસારમાં ઘણું ભમાડી. હે નાથ ! આજ દિન સુધી તારા સરખો નાથ મને ક્યાંયે ન મળ્યો. આજ મારો પુન્યોદય થયો. તું મને આ મહાટવીમાં મળી ગયો. મરૂધર દેશમાં આંબો ફળીભૂત થાય તેમ હે દેવ ! આજે આપનું દર્શન મને થયું. વળી આપની કૃપાદિષ્ટ મારા ઉપર થતાં મારા ચિત્તમાં અપૂર્વ શ્રદ્ધા આપના તરફ થઈ. IIII હે દેવાધિદેવ ! આ સેવકનાં દુઃખ દૂર કરીને વાંછિત ફળને આપજો. વળી હે નાથ ! આપનાં ચરણોની સેવા આપનું શરણ મને ભવોભવ હોજો.” આ પ્રમાણે પ્રભુને પ્રાર્થના સ્તવના - વંદના કરી
ન