________________
ધમ્મિલકુમાર રાસ
ચતુર.
ચતુર.॥૧૮॥
દ્રવ્યવેશ મુનિનો ધરી, ચિત્ત. ઉપગરણાં અનુરૂપ સકલ ક્રિયા શુદ્ધે કરો, ચિત્ત. જેમ કરતા મુનિભૂપ સામુદાણી ગોચરી, ચિત્ત. વિગય ત્યજી ઉપવાસ; ચતુર. પ્રથમ પછે નિર્લેપતા, ચિત્ત. કરે આંબિલ ષટ્ માસ. ચતુર.॥૧૯॥ વંછિત ફળ તસ સંપજે, ચિત્ત. રમણી ઋદ્ધિ વિલાસ; ચતુર. આ ભવમાં સુખ ભોગવે, ચિત્ત. પરભવ પૂન્ય પ્રકાશ ચતુર. ॥૨॥ ત્રીજે ખંડે મુનિવરે, ચિત્ત. કહી અગીયારમી ઢાળ, ચતુર. વીર કહે ગુરુવયણથી, ચિત્ત. પામીએ મંગળ માળ.
ચતુર.૨૧
સૂરિજી ધમ્મિલનો વાર્તાલાપ ઃ- ધમ્મિલે પોતાના મનની ઇચ્છાની વાત કરી. જલ્દી લાભ થાય તેવો ઉપાય બતાવવા ગુરુદેવને પ્રાર્થના કરી. ધમ્મિલની વાત સાંભળી અગડદત્ત મુનિ કહે છે કે હે વત્સ ! સાંભળ ! અને શાંતચિત્તે સાંભળીને ચેતવા જેવું છે. ચેતી જા ! હે ધમ્મિલ ! તું ચતુર હોંશિયાર છે. વળી વિચક્ષણ પણ છે. વળી આશ્રવદ્વારનો ઉપદેશ આપવો. એ મુનિનો આચાર નથી. ।।૧।। પણ જો આશ્રવ સંવરમાં પરિણમે, એટલે આશ્રવના ઉપદેશ થકી તે બધું જ સંવરમાં પરિણમે તો, એવો ઉપદેશ કે વાણી-વર્તન-વ્યવહાર જો જીવનો હોય તો લાભ. આ પ્રમાણે આચારાંગ સૂત્રમાં કહેલું છે. તેથી તારી ઇચ્છાની સિદ્ધિ માટે, સિદ્ધાંત પ્રમાણે હું તને કહીશ. ॥૨॥
કર્મનાં વિઘ્નોને વિદા૨વા માટે વિધિપૂર્વકનો તપ, શાસ્ર-સિદ્ધાંતોમાં કહેલ છે. તે તપ નિરાશંસ ભાવે કરવાથી નિર્જરાનું કારણ બને છે. IIII
તપનાં નામ :- જે તપ કહ્યાં છે કે જેવાં આંબેલથી વર્ધમાન તપ રત્નથી જડિત રત્નાવલી, કનકાવલી, વળી કોઈક કનકાવલી રત્નાવલી અને રત્નાવલી ને કનકાવલી, એમ અદલબદલ પણ બંનેના નામ કહે છે. II૪ રત્નાવલી તે આવા પ્રકારનો છે. બંને બાજુથી ઉતારતાં એક ઉપવાસ-પારણું, વળી બે ઉપવાસ પારણું, ત્રણ ઉપવાસ-પારણું, ત્યારબાદ નવ કોઠા બનાવવાનાં, તેમાં વચ્ચે શૂન્ય અને આઠ કોઠાના આઠ અઠ્ઠમ. ॥૫॥
૧૯૮
ત્યાર પછી એક ઉપવાસ, પારણું, બે ઉપવાસ- પારણું, ત્રણ ઉપ.પારણું. ચાર – ઉપવાસ.પારણું, એવી રીતે ૧૬ ઉપવાસ સુધી ચઢતાં તેની સેર (લતા) બને છે. હવે ડુગડુગિયું (ચગદુ) કહે છે. તેમાં પાંત્રીશ કોઠાનું ઝુમખુ બનાવવું તે આ રીતે છ રેખા ઊભી અને આઠ રેખા આડી, આ રીતે કરતાં પાંચ આડા અને સાત ઊભા કોઠા બને. તેથી ૫ x ૭ = ૩૫ થશે. IIFII વચ્ચે શૂન્ય મૂકીને ચોત્રીશ જગ્યાએ ત્રણ મૂકતાં = ૩૪ અઠ્ઠમ થાય.
અથવા બીજી રીતે ૨, ૩, ૪, ૫, ૬ કોઠા પછી ૫ - ૪ - ૩ - ૨ એ રીતે કોઠાં બનાવીને પણ ૩૪ અઠ્ઠમ પદક = પેંડલનાં થાય. III વળી ૧ - ૨ - ૪ - ૬ - ૮ - ૬ - ૪ - ૨ - ૧, આ રીતે પણ ૩૪ અઠ્ઠમથી પદક - પેંડલ થઈ શકે છે. આમ ગુરુગમ થકી ઘણાં પ્રકારના ડુગડુગીના સ્થાપનના અધિકારને જાણવો. ।।૮। આ રીતે તેનાં સર્વ તપના અડ્ડાસી(૮૮) પારણાંદિન અને ઉપવાસ ૪૩૪ થાય છે. કુલ તપના દિવસો ૧૭ માસ ૧૨ દિવસે થાય છે. જે તપને એક સેરો.