________________
ખંડ - ૩ : ઢાળ - ૧૫
૨૨૧
વિમળાએ મનેં (ધાવમાતાને) પૂછ્યું કે “હે માતા ! હવે શું કરવું ? તેનો ઉપાય તમે બતાવો.” આ વાત સાંભળી હું વિચારમાં પડી. રે ! આને તો કોઈ પુરુષ ગમતો નથી. તો આ શું ઉત્પાત ? ॥૨૩ા
હવે તો મારે તેને મનગમતું જ કરવાનું રહ્યું. એમ વિચારી મેં કહ્યું કે તને બરાબર તારી જોડ લાગતી હોય તો ઉપાય કરીએ. રથમાં બેસીને રાત્રિએ અમે નીકળી ગયાં. તે યક્ષના મંદિરે અમે રથ લઈને બંને આવ્યાં. ।૨૪।। નસીબ યોગે... તે ધમ્મિલ યક્ષના મંદિરે ન આવ્યો. અને રથમાંથી ઊતરી મેં ધમ્મિલના નામે યક્ષના મંદિરે અવાજ દીધો. બૂમ પાડી. ત્યારે તે જ નામવાળો તું તે મંદિરમાં હતો. તેં જવાબ આપ્યો “હું ધમ્મિલ નામે છું.” ।।૨૫॥ જ્યારે આ કન્યાને તો જોયેલા પેલા ધમ્મિલ પ્રત્યે રાગ હોવાથી કદરૂપા એવા તને દેખીને મનમાં ઉદ્દ્ભગી. મેં તેને ઘણી સમજાવી. પણ તે તારાથી ત્રાસ પામી છે. તે આવી હતી પેલા ધમ્મિલને માટે. તે ન મળતાં ઘણા નિસાસા નાખે છે. ।૨૬।।
ધમ્મિલની આપવીતી :- કુંવરી તો નિરાંતે ઊંઘે છે. જ્યારે ધમ્મિલ ધાવમાતાની વાત સાંભળી રહ્યો છે. ધાવમાતાની સઘળી વાત સાંભળીને કુંવરે પણ પોતાની સઘળી વીતકકથા કહી. અને હાથ જોડીને વિનંતી કરી કે “મને પણ આની સાથે ઘરવાસ કરી રહેવાની ઈચ્છા છે. ।।૨૭।ા હે ધાવમાતા ! મારે તેને વશ કરવી કઈ રીતે ? તે ઉપાય તમે જ બતાવો. તમારા હાથની આ વાત છે. માટે તમારે જે કરવું ઘટે તે કરો. તમારો ઉપકાર જિંદગીભર યાદ કરીશ. ભૂલીશ નહિ.” ત્યારે કમળા પણ કહેવા લાગી કે રે ધમ્મિલ ! મારાથી થાય તે બધા પ્રયત્નો-ઉપાયો કરીશ. ધીરજ ધરવી પડશે. આ પ્રમાણે વાતો કરતાં બંને જણાં નિદ્રાધીન થયાં. ॥૨૮॥ એકબીજાને કૉલ કરાર કરીને નિરાંતે બંને સૂતાં છે આ પ્રમાણે ત્રીજાખંડને વિષે પંદરમી ઢાળ પૂરી થઈ. ત્રીજો ખંડ પણ પૂર્ણ થયો. શુભવીરવિજયજી મહારાજ કહે છે આ કથા સાંભળનાર શ્રોતાને ઘરે હંમેશાં મંગલમાળ હોજો. ॥૨૯॥
ઢાળ - પંદરમી સમાપ્ત
ત્રીજો ખંડ સમાપ્ત -: ચોપાઈ :
ખંડ ખંડ જેમ ઈક્ષુખંડ,
મીઠી ધમ્મિલ હિંડ અખંડ,
શ્રી શુભવિજય સુગુરૂથી લહ્યો, પુણ્ય ઉદય હવે આગળ કહ્યો ॥ ૩૦ ॥ શેરડીનો એક ખંડ ખાતાં મધુરો લાગે, તેમ આગળ આગળ જેમ જેમ ખંડ વધારે (ખંડ-ટુકડા) મીઠા- મધુરા લાગે છે વધુ મીઠાશ હોય છે તેવી જ રીતે અતિશય રસાળ, ધમ્મિલકુમારના આ ખંડમાં પણ અખંડ મીઠાશ રહેલી છે.
શ્રી શુભવિજયજી ગુરુના સુપસાયથી અને પૂર્વના પુણ્યોદયથી ત્રીજો ખંડ પૂરો કર્યો. અને હવે આગળ ચોથો ખંડ શરૂ કરું છું. જેમાં ધમ્મિલનો પણ પુણ્યોદય આગળ કેવો થાય તે કહીશ.
ઈત્યાચાર્યશ્રી વિજયસિંહસૂરિના સંતાનીય પંડિત શ્રી જશોવિજયગણિ, શિષ્ય પંડિતશ્રી શુભવિજય ગણિ, શિષ્ય પંડિતશ્રી વીરવિજયગણિ વિરચિત શ્રી ધમ્મિલકુમાર ચરિત્રે પ્રાકૃતભાષા પ્રબંધે, પ્રથમ ‘રાજકન્યામિલન’ તૃતીયખંડ સમાપ્તઃ ॥
આ ખંડમાં કામલત્તાની કથા - રૂપસેન સુનંદા કથા - અગડદત્ત કમળસેનાનો દીક્ષા મહોત્સવ -'ધનશ્રીની કથા - ધમ્મિલની સાધના - રાજકન્યાનું મીલન
॥ સર્વ ગાથા - ૫૧૨ ॥