________________
૨૨૮
ધમ્પિલકુમાર રાસા
સરોવરકાંઠે રથ ઊભો રહ્યો. સૌ વિસામો કરવા ઊતર્યા. ગંગા જેવું નિર્મળ સરોવરનું પાણી હતું. પાણીથી સૌએ મળ શુદ્ધિ કરી. શરીરની શુદ્ધિ કરી. (સ્નાન કર્યું) આ પ્રમાણે ચોથા ખંડને વિષે પ્રથમ ઢાળ...શુભવિજયશિષ્ય વીરવિજયજીએ કહી. ૨૯ll.
ખંડ - ૪ઃ ઢાળ – ૧ સમાપ્ત
- દોહા :એણે અવસર તિહાં સાંભળ્યા, વાજિંત્ર બહુલા નાદ; શંખ પડાહ ભેરી ઝલ્લરી, શરણાઈના સાદ III. કલકલ શબ્દ સુભટ ઘણા, ધ્વજ લઘુ ગુરુ શોભિત; મૃત તસ્કર બલ જાણીને. થઈ રમણી ભયભીત રા કુંવર કહે નવિ ભય ધરો, મુજ બેઠાં લવલેશ; એમ કહેતાં તિહાં આવીયો, એક પુરુષ શુભવેશ. Ilal પરિકર થોડે પરિવરયો, વિનય કુશલ તસ નામ;
કર જો ડીને વિનવે. કુંવરને કરી પ્રણામ. I૪ સરોવરના કાંઠે સ્નાનાદિથી પરવારી સૌ ઘડીક વિશ્રામ કરી રહ્યાં છે. તે અવસરે શંખ પંડહ ભેરી-ઝલ્લરી શરણાઈ વગેરે વાજિંત્રના નાદ સંભળાયા. //// જે દિશામાંથી વાજિંત્રના નાદ સંભળાતા હતા, તે જ દિશામાં ઘણા માણસોના કલરવ સંભળાતા હતા અને નાની મોટી ધ્વજાઓ પણ શોભતી હતી. તે જોઈને બંને સ્ત્રીઓ ભયભીત થઈ. ધમિલે આગળ ચોરને માર્યો હતો. તે કારણે તેનો બદલો લેવા (સૈન્ય) કોઈ આવ્યું કે શું? રા/
ભયભીત પામેલી તે બંને સ્ત્રીઓને જોઈ ધમ્મિલ કહેવા લાગ્યો કે તમે લેશમાત્ર ભય ન પામો. હું બેઠો છતાં તમારે ભય પામવો નહીં. તમને કોઈ કંઈ જ કરશે નહીં. તેવામાં સારો વેશ ધારણ કરેલ એક સજ્જન પુરુષ ત્યાં તેમની પાસે આવ્યો. ૩ll સાથે થોડો પરિવાર પણ રહેલો છે. વિનયકુશળ તેમનું નામ છે. તે સજ્જન વિનયપૂર્વક હાથ જોડીને ધમિલને પ્રણામ કરીને વિનવે છે. //૪ll.
ઢાળ બીજી (હવે શ્રીપાલકુમાર વિધિપૂર્વક મજ્જન કરેજી.એ દેશી) વિનયકુશળ કહે એમ અચરિજ વાત તમે કરીજી; રાત્રે એકલ પિંડ, શબર સેના દૂરે હરીજી. ૧ અર્જુન તસ્કર નાથ, અમે નૃપશું શત્રુપણું જી; તે તુમે હણીયો જાણ, અમ રાજા હરખ્યો ઘણુંજી... llll. અસનપાલ છે આંહી અંજનગિરિ તેજે હશેજી; અજિતસેન ભૂપાલ, પલ્લીપતિ મોહોટો વસેછે. llall તમને મળવા હેત, આવે છે ભટ સંકુલેજી; ખબર કરેવા તુમ, મુજ મોકલીયો આગલેજી. II૪ો.