________________
ખંડ - ૩ : ઢાળ - ૧૧
૧૯૯
આ રીતે ચાર વખત આ તપ કરતાં ચાર સેરો(ચૌસેરો) હાર રત્નાવલિનો ગણાય છે. II હવે એ જ રીતે કનકાવલી તપ બતાવે છે. ૯ - ૯ અને ૩પ કોઠે જે અઠ્ઠમ કરવાના કહ્યા. તે અમને બદલે ત્યાં છઠ્ઠ કરવાના. બાકી બધું એ જ પ્રમાણે કરવાથી કનકાવલી તપ થાય છે. હવે એકાવલી તપ છઠ્ઠને સ્થાને એક એક ઉપવાસથી કરવા. બાકી બધુ એ જ પ્રમાણે કરતાં એકાવલી તપ થાય છે.
(શ્રી અંતકૃતદશાંગની અંદર આ રીતે રત્નાવલી અને કનકાવલી તપ બતાવેલ છે. જ્યારે શ્રી પ્રવચનસારોદ્ધારની ટીકામાં રત્નાવલીના તપને કનકાવલી, તરીકે અને કનકાવલીને રત્નાવલી તરીકે અદલ બદલ બતાવેલ છે. ૧૦ના લઘુ ગુરુ પદની સંયોજનાથી બે પ્રકારે લઘુસિંહ નિષ્ક્રીડિત અને ગુરુ (બૃહતુ) સિંહ નિષ્ક્રીડિત તપ થાય છે. મુક્તાવલી તપ પણ આનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીથી બતાવેલ છે.
સિંહ નિષ્ક્રીડિત - એક ઉપવાસ પછી પારણું, ૨ ઉપવાસ પારણું, ૧ ઉપવાસ પારણું, ૩ ઉપવાસ પારણું, ૨ ઉપવાસ-પારણું, ૪ ઉપવાસ અને પારણું આ રીતે ૮ ઉપવાસ સુધી ચઢવું. ત્યાર પછી ૯ ઉપવાસ પારણું, ૭ ઉપવાસ પારણું, ૮ ઉપવાસ પારણું, ૬ ઉપવાસ પારણું આ રીતે ઊતરવું. તે લઘુસિંહ નિષ્ક્રીડિત તપ કહેવાય. જયારે આ પ્રમાણે ૧૬ ઉપવાસ સુધી ચડવું અને તે જ રીતે પાછા ઊતરવું તે ગુરુ સિંહ નિષ્ક્રીડિત તપ કહેવાય છે.
મુક્તાવલ તપ :- ૧ ઉપવાસ પારણું, ૨ ઉપ. પારણું, ૧ ઉપવાસ પારણું, ૩ ઉપ. પારણું, ૧ ઉપવાસ પારણું, ૪ઉપવાસ પારણું. આ રીતે ૧૬ ઉપવાસ સુધી ચડવું, ને પછી આજ રીતે ૧૬ ઉપવાસથી ઊતરવું. (આ બધા તપમાં “નમો અરિહંતાણં” પદની આરાધના ૨૦ માળા- ૧૨ સાથિયા - ૧૨ : લોગસ્સ કાઉસ્સગ્ન. ૧૨ ખમાસણાં શ્રી અરિહંતપદની આરાધના કરવાથી હોય છે.)
જે શક્તિશાળી હોય તે આવા મોટા અને આકરા તપની આરાધના કરી શકે છે. પણ જો આવો વિશાળ તપ કરવાની તારી શક્તિ નથી. છતાં તે ધમ્મિલ ! તારી યોગ્યતા મુજબ તને તપ બતાવીશ. /૧૧કારણ કે તપ વિના મંત્ર કે વિદ્યા કે લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. /૧૨
જો કે કષ્ટ વિના કાર્ય સિદ્ધ થતાં નથી. તારે કષ્ટ તો સહન કરવું પડશે. “દેહે દુષ્પ મહાફ” સુવર્ણને અગ્નિમાં તપાવે તો જ શુદ્ધ થાય. ગ્રીષ્મઋતુનો ઉકળાટ વધે તો વરસાદ જલ્દી આવે. વસ્ત્રમાં ક્ષાર નાંખે તો તે ક્ષાર તે કપડાંને શુદ્ધ કરે. મેલ જાય. કડવું ઔષધ રોગ હરે. બિંબ ઉપર ટાંકણા મારે તો પૂજા યોગ્ય થાય છે. તમે પણ આરાધના કરો, જેથી મહા સુખને પામો. આગમમાં પંચ પરમેષ્ઠી મહામંત્રનો મહિમા ઘણો કહ્યો છે. અને તે મંત્ર સરખો બીજો કોઈ મંત્ર કે યંત્ર કે તંત્ર જગતમાં જોયો નથી. માટે તેને મહામંત્ર કહેવાય છે. જે તમને બતાવીએ છીએ. /૧૩ આઠ પાંખડીવાળા સુંદર કમળની કલ્પના કરવી. તેમાં કર્ણિકાની અંદર (મધ્યભાગમાં) અરિહંતપદ, તેની ઉપર સિદ્ધપદ, જમણીબાજુ આચાર્યપદ, નીચે ઉપાધ્યાયપદ, ડાબી બાજુ સાધુપદ, આ રીતે ચાર બાજુ સ્થાપના કરી, વિદિશામાં ચૂલિકાને સ્થાપન કરવું. //૧૪ો. - ધમિલની વિનતિ - માર્ગદર્શન અને તપનો પ્રારંભ - આ પ્રમાણે હૃદયમાં કમલની કલ્પના કરી સ્થાપન કરવું. સ્થાપના કરી પછી ષોડશાક્ષરી વિદ્યા (શ્રી સિદ્ધચક્રજી પંચ પરમેષ્ઠી - મૂલમંત્રીનો નવલાખ જાપ જપો. જે કારણે દેવ પ્રત્યક્ષ થશે. ll૧પી શુભવાર ને શુભદિવસે, દેવને પહેલાં બલિ બાકુલાનું (પાંચ ધાન્ય) દાન આપી પછી જાપની શરૂઆત કરવી. મંત્રજાપના પ્રભાવ થકી અરિ - શત્રુ, કરિ - હાથી, સાગર સિંહ, ભૂત-ભુજંગ-સર્પ, આદિ સર્વ ભયો નાશ પામે છે. આ પ્રમાણે ધર્મનું ફળ - જાણવું. પણ, ધમ્મિલ ! આ તપ મુનિવેશ આંબેલ ઉપવાસ દ્વારા કરવાનો એવો અગાઢ આ તપ છે.