________________
૨૦૩
ખંડ - ૩: ઢાળ - ૧૨ હાં રે માંરગ ચલતાં જે જે પૂછે બેહુ નારી જો,
પડિઉત્તર નવિ દેવે તે હું શું કરે રે લો II૧પો હાં રે વાજી વિશ્રામણ લહી જલઠામ વિશાલ જો,
રાતિ ગમાણ થાક સમાવણ ઉતરે રે લો, હાં રે કાંઈ ત્રીજે પંડે બોલી બારમી ઢાળ જો,
શ્રી શુભવીર કુમાર વિનોદ હૃદય ધરે રે લોI૧ell. હવે ધમિલકુમાર મુનિવરના વેશે સાધુનાં કહેવાતાં, સાધુને યોગ્ય એવાં ચૌદ ઉપકરણોને ધારણ કરીને રહ્યો છે. હંમેશાં શુભ અધ્યવસાય ધારણ કરતાં નિયમિત પટુ આવશ્યક તથા પડિલેહણ આદિ સર્વક્રિયા વિધિપૂર્વક આદરે છે અને સાથે ગુરુએ આપેલો ષોડશાક્ષરી મંત્રનો જાપ ત્રિવિધયોગે કરે છે. |૧| વળી મનની શુદ્ધિ - વચન-કાયશુદ્ધિ - ત્રણ યોગની શુદ્ધિયુક્ત એકાગ્રતાથી તપ-જપને સાધે છે. વળી તેને પુષ્ટ કરતો યમ-નિયમ-આસન-પ્રાણાયામ પ્રત્યાહાર, ધારણા ધ્યેય સુધીની દિશાને પ્રાપ્ત કરી, વળી આધાકર્માદિક કેટલાયે દોષોને તજીને સામુદાણી ગોચરી માટે ફરે છે. /રા - ભ્રમરવૃત્તિએ = ભમરો જેમ ફૂલને કિલામણા ન થાય તે રીતે રસ લઈને ઊડી જાય, બીજા ફૂલે બેસે, બધાં ફૂલ ઉપર બેસતાં ભ્રમર ટીપું ટીપું રસ લઈને ઊડી જાય ને પોતે સંતોષ પામે છે, તેમ મુનિવર ઘર ઘર ફરતાં થોડુક થોડુંક લઈને પોતાની ગોચરી મેળવી આત્માને સંતોષ માને છે. તે રીતે ધમ્મિલ એક દિવસ : ઉપવાસ, એક દિવસ આંબેલ, આ પ્રમાણે હંમેશાં કરવા લાગ્યા. તેમાં પણ ધુપ્રદોષને ત્યજી સર્વતપ ચૌવિહારો કરતો હતો. એમ કરતાં ધમિલને ૬ મહિના વીતી ગયા. /all આ રીતે તપને આરાધતાં, શરીરનાં માંસરુધિરનું શોષણ, અને પુણ્યનું પોષણ કરી, ઉપકારી એવા ગુરુ પાસે ગયો. ગુરુચરણે નમસ્કાર કરીને વિનયયુક્ત વાત કરીને સાધુવેશને સમર્પિત કર્યો. (સાધુવેશ પાછો આપ્યો) અને વિદાય માંગી. ગુરુદેવના આશિષ પ્રાપ્ત કરીને ધમ્મિલ હવે વનહસ્તિની જેમ વનની અંદર જઈ રહ્યો છે. જો
વનમાં ફરતાં ફરતાં ભૂતનું મંદિર તેના જોવામાં આવ્યું. તપ અને આરાધનાથી શ્રમ પામેલા શરીરને શમાવવા જાણે સૂર્ય ન આથમ્યો હોય, તેમ તે વેળાએ સાંજ પડી. સૂર્યાસ્ત થયો. રાત્રિને સુખપૂર્વક પૂર્ણ કરવા અને આરામ માટે ધમિલ, ભૂતમંદિરમાં ગયો. સર્વ ચિંતાને દૂર કરીને તે નિરાંતે સૂતો. જોતજોતામાં તે ભરનિદ્રામાં પહોંચી ગયો. પણl - યક્ષરાજ પ્રસન્ન - ભરનિંદરમાં સૂતેલા ધમિલને સ્વપ્ન આવ્યું. જે સ્વપ્નમાં તે મંદિરના દેવ ભૂતયક્ષરાજે પ્રસન્ન થઈને દર્શન આપ્યા અને કહે છે, “હે ધમિલ ! સુગુરુના સુપસાયે, હંમેશાં તું સુખમાં રહીશ. સુખમાં મગ્ન એવા તને, વિદ્યાધર રાજાઓ તથા ભૂચર-રાજા એટલે પૃથ્વીને ભોગવતા રાજાઓની મળીને ૩૨ કન્યાઓ સાથે તારાં લગ્ન થશે.”llી દેવનું અમૃત સરખુ વચન સાંભળી કુંવર જાગ્યો. જાગીને વિચારવા લાગ્યો કે, મારે તો મોં માંગ્યા પાસા પડ્યા છે. મંદિરના આ અધિષ્ઠિત દેવે તુષ્ટ થઈને અમૃતસરખી જલધારા વર્ષાવી. તેથી હું માનું છું કે આજથી મારા માઠા દિન નાઠા છે. અને આજથી મારે શુભ દિવસો દોડતા (નજીક) આવી રહ્યા છે. ૭lી સૂર્યઉદયે, ચકોર પક્ષીનો શોક ચાલ્યો જાય છે, શોક જતાં તે પક્ષીને હરખનો પાર હોતો નથી. તેવી રીતે ધમ્મિલ વિચારે છે કે ચિંતામણી રત્ન સરખા આ તપના પ્રભાવે મારાં સઘળાં કાર્ય સિદ્ધ થશે. સઘળાં કાર્ય ફળીભૂત થશે. શાસ્ત્રમાં પણ