________________
ધર્મિલકુમાર રાસ
મા ! કેટલો બધો બંને વચ્ચે તફાવત છે. તે તો જો ! હૃષ્ટપુષ્ટ કાયાવાળો સુવર્ણ સરખો તે ક્યાં ? અને આ પિત્તલ સરખો ક્યાં ? ક્યાં મણિ ? ક્યાં કાચનો ટુકડો ? ક્યાં સૂર્ય ? ક્યાં ખજુઓ એટલે કે આગિયો ? ક્યાં ચંદ્ર ? ક્યાં રાહુ ? ક્યાં સત્ય ? ક્યાં જુઠ ? III આ પિત્તળ - કાચનો ટુકડો - ખજુઓ રાહુ અને જૂઠ એવો આ માણસ કોણે અહીં મોકલ્યો છે ? જે બોલી પણ શકતો નથી. બોલવાની રીત આવડતી નથી. અને ખોટેખોટો હું હું કર્યા કરે છે. રે ! રણમાં (જંગલમાં) ભૂત-પ્રેત રાક્ષસ કે પિશાચ આપણને મળ્યો લાગે છે. દા
૨૦૦૮
સુંદર-સોહામણા ધમ્મિલની સાથે સ્નેહ બાંધ્યો તો પિયરીયાં છોડી દીધાં. એક સંતાપ દૂર કર્યો તો આ બીજો સંતાપ આવી મળ્યો. આ મોટા વનવગડામાં મા, આપણે એકલાં છીએ. પૂર્વનું પાપ પ્રગટ થયું છે જેથી આ રિદ્રી ભટકાયો છે. III તે સાંકેતિક પુરુષને શૂરવીર જાણીને, મેં ઘરબાર-માતપિતા છોડ્યાં, અને મહેલમાંથી વસ્ત્રો શસ્ત્રોથી રથ સજ્યો. (સાથમાં લીધાં) ઘરમંડાણને માટે ઘરવખરી તો લાવવી પડે તો સાથે રત્નનો ડાબલો લીધો. ૮
વળી વ્યવહારને જાણવા ચલાવવા માટે નીતિશાસ્ત્રનાં પુસ્તકો તથા પાકશાસ્ત્રનાં પુસ્તકો સાથે રાખ્યાં હતાં. જેથી સંસારમાં ઉપયોગી થાય. ક્યાંયે મુશ્કેલી ઊભી ન થાય. આ તો રથ ચલાવતો કેવો હાલી મવાલી ગાડું ચલાવતો લાગે છે. જે હાથેય ઝાલી ન જાણતો હોય તેમ છે. હાથ ઝાલે તેવો નથી. તો સંસાર તો ગ્યે મંડાય ? ।।૯।। માડી ! ચતુરની સાથે ચતુરના ચિત્તનો મેળાપ થાય તો એક રાત પણ ભરી ભરી થઈ જાય. તે રાત પણ યાદ રહી જાય. એમાં યે વળી જો કુલવાન હોય તો તેવો સ્નેહી કદીયે વીસરે પણ નહીં. ||૧૦|
પણ જો મા ! આવા મૂરખની સાથે બેલા બંધાયા તો પગલે પગલે ક્લેશ પામીએ. મૂર્ખની સાથે પંડિતજન ક્યારેય જ્ઞાનગોષ્ઠી કરતા નથી. આવા મૂરખ સાથે સંબંધ બાંધવા કરતાં પર્વત ઉપર જઈને ઝંપ્રાપાત કરવો વધારે સારો. અર્થાત્ ઝંપાપાત કરીને મરવું તે શ્રેય છે. II૧૧।। કહેવાય છે કે “દુશ્મન પણ દાની સારો. (દાનેશ્વરી સારો)” જે દુશ્મન એવા બ્રાહ્મણે પોતાના પ્રાણની આહુતી આપીને ચોરને પાછા વારણ કર્યા. પોતાના જાતભાઈને બચાવ્યા. મૂર્ખ સાથે ગોઠડી નકામી. જેમ મૂર્ખ વાંદરાએ રાજાને માર્યો. તેવી દશા આપણી થાય. કથા :- (૧) “દુશ્મન પણ દાની (દાનેશ્વરી) ભલો.”
એક પંડિત બ્રાહ્મણ હતો. પણ બિચારો ગરીબ હતો. કોઈ કારણસર તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો. રસ્તામાં (જાતિભાઈ પોતાના) બ્રાહ્મણો કેટલાક મળ્યા. તે સૌ ધનવાન હતા. રસ્તામાં તેને વિચાર આવ્યો. મારા જાતભાઈ છે તેમની સાથે જ ચાલું. તક મળતાં આ સૌને ઝેર આપી દઈશ. તે સૌનું દ્રવ્ય હું લઈને ચાલ્યો જઈશ. ધનની ઇચ્છાથી તે સૌ ધનવાનોની સાથે ચાલ્યો. ધનની લાલચે હૃદયમાં તે બ્રાહ્મણને તે સૌ ધનવાનો સાથે દુશ્મનાવટ થઈ. આગળ સૌ સાથે ચાલી રહ્યા છે. એકાએક રસ્તામાં સામે ચોરો મળ્યા. બ્રાહ્મણોને જોઈને ચોરોએ હાક પાડી. ખબરદાર જો આગળ વધ્યા છો તો. જે હોય તે તમારી પાસે બધું મૂકી ઘો. નહીંતર અમારી લાકડી, તમારું માથું. જોતજોતામાં વધેરાઈ જશે. આ વાત સાંભળીને સૌ ભયથી થથરવા લાગ્યા. ગરીબ-પંડિત બ્રાહ્મણને વિચાર આવ્યો કે “હું જ સૌથી આગળ થાઉં. મારી પાસે ધન તો કંઈ નથી. મને શું લૂંટશે. મરવાનું છે તો હું જ મોખરે રહીને ધન વગરનો છું એમ કહીશ. તો પહેલાં મને મારશે. મારી પાસે ન મળશે નહીં. તેથી પાછળવાળા મારા જાતિભાઈ પાસે ધન હશે નહિ એમ સમજીને છોડી દેશે. ચાલ્યા જશે. મારા ભાઈઓ બચી જશે. તેમનું ધન પણ બચી જશે અને પોતે તરત જ આગળ આવ્યો. ચોરોને કહ્યું. કે “જો મારી